________________
શ્રાવક કથા
૮૫
હે ભદંત ! ખરેખર એ પ્રમાણે – આ ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપોકર્મને અંગીકાર કરવાથી શુષ્ક, રુક્ષ, નિર્માસ, અસ્થિ ચર્માવૃત્ત, કડકડાટ ધ્વનિ કરવા રૂપ શરીરવાળો, કૃશ અને નસો બહાર દેખાતી હોય તેવો થઈ ગયો છું. જેથી આપ દેવાનુપ્રિયની સમીપે આવીને ત્રણ વખત મસ્તક નમાવી ચરણવંદના કરવા માટે સમર્થ નથી. તેથી હે દેવાનુપ્રિય ! આપ જ સ્વેચ્છાપૂર્વક, કોઈ દબાવરહિત અહીં પધારો. જેથી હું આપ દેવાનુપ્રિયને ત્રણ વખત મસ્તક નમાવી, ચરણવંદના અને નમસ્કાર કરી શકું.
ત્યારે ગૌતમસ્વામી જ્યાં આનંદ શ્રમણોપાસક હતો ત્યાં આવ્યા. ૦ ગૌતમ અને આનંદનો અવધિ વિષયક સંવાદ :
ત્યારપછી આનંદ શ્રમણોપાસકે ત્રણ વખત મસ્તક નમાવીને ગૌતમસ્વામીના ચરણોમાં વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! શું ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે ?
હા (આનંદ !) થઈ શકે છે.
હે ભદંત ! જો એમ હોય કે ઘરમાં રહેનારા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકતું હોય તો હે ભદંત ! મને પણ ઘરમાં રહેતા અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. જેનાથી પૂર્વદિશામાં લવણસમુદ્ર પર્યત ૫૦૦ યોજન – યાવત્ – લોલપાશ્રુત નરક સુધી જોઉં છું અને જાણું છું.
ત્યારે ગૌતમસ્વામીએ આનંદ શ્રમણોપાસકને કહ્યું, હે આનંદ ! એ વાત બરાબર છે કે, ગૃહસ્થને ઘરમાં રહેતા અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આટલા વિસ્તૃત ક્ષેત્રને જાણવા અને જોવાનું શક્ય નથી. તેથી તે આનંદ ! તમે મૃષાવાદરૂપ આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો, ગહ કરો, નિંદા કરો, આ ધારણાનું પરિમાર્જન કરો. અયોગ્ય કાર્યનું શુદ્ધિકરણ કરો. યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવાને માટે ઉદ્યત થઈ તપ:કર્મ સ્વીકાર કરો.
ગૌતમસ્વામીના કથનને સાંભળીને આનંદ શ્રમણોપાસકે ગૌતમસ્વામીને આ પ્રમાણે પૂછ્યું, હે ભગવન્! શું જિનશાસનમાં સત્ય, તાત્વિક, તથ્ય, સદ્ભૂત ભાવોને માટે પણ આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગ, નિવૃત્તિ, અકરણતાની વિશુદ્ધિ, યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તદનુરૂપ તપ કર્મ સ્વીકારવું પડે છે ?
હે આનંદ ! આવું કરવું પડતું નથી.
ત્યારે આનંદે કહ્યું કે, જો હે ભદંત ! એવું હોય કે જિનપ્રવચનમાં સત્ય, તાત્ત્વિક, તથ્ય અને સદ્ભૂત ભાવોને માટે આલોચના કરવી પડતી નથી – યાવત્ – તપોકર્મ સ્વીકાર કરતો નથી. તો હે ભદંત ! આપ જ આ વિષયમાં આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગષ્ઠ, નિવૃત્તિ, અકાર્યની વિશુદ્ધિ, યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદનુરૂપ તપ કર્મ સ્વીકાર કરો. ૦ ગૌતમની શંકાનું ભગવંત દ્વારા નિરાકરણ :
ત્યારપછી આનંદ શ્રમણોપાસકના આ પ્રમાણે કહ્યા પછી ગૌતમસ્વામી શંકા, કાંક્ષા અને વિચિકિત્સાયુક્ત થઈને આનંદ શ્રમણોપાસકની પાસેથી નીકળ્યા, નીકળીને જ્યાં દૂતિપલાશ ચૈત્ય હતું, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org