________________
આગમ કથાનુયોગ-૫
આવીને શ્રમણ ભગવંત મહાવીરથી બહુ દૂર નહીં તેમ બહુ નીકટ નહીં એવા યથોચિત સ્થાને સ્થિત થઈને ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કર્યું, પ્રતિક્રમણ કરીને એષણીય– અનેષણીયની આલોચના કરી, આલોચના કરીને ભગવાન મહાવીરને આહાર-પાણી દેખાડ્યા અને આહાર પાણી દેખાડીને ભગવાન મહાવીરને વંદના—નમસ્કાર કર્યા. વંદના– નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું–
૮૬
હે ભગવન્ ! આપની આજ્ઞા લઈને વાણિજ્યગ્રામ નગરમાં ભિક્ષાચર્યાને માટે ભ્રમણ કરતા યથાપર્યાપ્ત ભોજન પાણી ગ્રહણ કર્યા. કરીને વાણિજ્યગ્રામ નગરથી બહાર નીકળ્યો. નીકળીને કોલાગ સંનિવેશની સમીપથી પસાર થતા ઘણાં લોકોની વાતચીતને સાંભળી. તે ઘણાં મનુષ્યો પરસ્પર એકબીજાને આ પ્રમાણે કહી રહ્યા હતા, બોલી રહ્યા હતા, પ્રતિપાદન કરી રહ્યા અને પ્રરૂપણા કરી રહ્યા હતા કે–
હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવંતના અંતેવાસી—અનુયાયી આનંદ નામક શ્રમણોપાસક પૌષધશાળામાં અંતિમ મારણાંતિક સંલેખના અંગીકાર કરીને ભોજન–પાનનો પરિત્યાગ કરીને મૃત્યુની આકાંક્ષા ન કરતા વિચરી રહ્યા છે.
ત્યારપછી તે ઘણાં મનુષ્યોની આ વાત સાંભળીને અને હ્રદયમાં અવધારીને મને આ અને આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે, હું જાઉં અને આનંદ શ્રમણોપાસકને જોઉં એવો વિચાર કર્યો, વિચાર કરીને જ્યાં કોલ્લાગ સન્નિવેશ હતું, જ્યાં પૌષધશાળા હતી અને તેમાં પણ જ્યાં આનંદ શ્રમણોપાસક હતો, ત્યાં ગયો.
ત્યારે તે આનંદ શ્રમણોપાસકે મને પોતાની તરફ આવતો જોયો, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થયો. ચિત્તમાં આનંદિત થયો, મનમાં પ્રીતિવાળો થયો, પરમ સૌમનસ્ય ભાવવાળો થયો અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને તેણે મને વંદન—નમસ્કાર કર્યા, વંદન– નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
હે ભદંત ! હું આ ઉદાર, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપોકર્મને ગ્રહણ કરીને શુષ્ક, રૂક્ષ, માંસરહિત, અસ્થિચર્માવરણ માત્ર, કડકડાટ કરતો, કૃશ અને ઉભરી આવેલી નસોવાળો થઈ ગયો છું. જેથી આપ દેવાનુપ્રિયની સમીપ આવીને ત્રણ વખત મસ્તક નમાવીને ચરણવંદના કરવામાં સમર્થ નથી. તેથી હે ભદંત ! આપ સ્વયં જ પોતાની ઇચ્છાથી, કોઈ પ્રકારના દબાવ રહિતપણે અહીં પધારો, જેનાથી આપ દેવાનુપ્રિયને ત્રણ વખત મસ્તક નમાવીને ચરણોમાં વંદન—નમસ્કાર કરી લઉં.
ત્યારે હું પોતે આનંદ શ્રમણોપાસકની સમીપે ગયો અને તે આનંદ શ્રમણોપાસકે ત્રણ વખત મસ્તક નમાવી મારા ચરણોમાં વંદન-નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને પછી તેણે આ પ્રમાણે કહ્યું, હે ભગવન્ ! શું ઘરમાં રહેતા એવા ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય ખરું ? જ્યારે મેં જણાવ્યું કે, હાં, થઈ શકે છે.
આ પ્રકારે તેણે ફરી કહ્યું કે, હે ભદંત ! જો ઘરમાં રહેતા ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે છે. તો હે ભદંત ! ઘરમાં રહેનારા મને પણ અવધિજ્ઞાન ઉત્પન્ન થયેલ છે. જેનાથી પૂર્વ દિશામાં લવણસમુદ્ર પર્યંતના ૫૦૦ યોજન ક્ષેત્રને જોઉં છું અને જાણું છું. દક્ષિણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org