________________
શ્રાવક કથા
દિશામાં પણ લવણ સમુદ્રપર્યંત ૫૦૦ યોજન પ્રમાણ ક્ષેત્રને જોઉં છું અને જાણું છું યાવત્ – અધોભાગમાં આ રત્નપ્રભા નામક પ્રથમ નારકપૃથ્વીના ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિવાળા લોલુપાચ્યુત નામના નરક સુધી જોઉં છું અને જાણું છું.
ત્યારે મેં આનંદ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે આનંદ ! ઘરમાં રહેનારા ગૃહસ્થને અવધિજ્ઞાન અવશ્ય ઉત્પન્ન થઈ શકે છે. પરંતુ આટલા વિશાળ ક્ષેત્રને જોવા અને જાણવા જેટલું અવધિજ્ઞાન ઉત્પન્ન ન થઈ શકે. તેથી હે આનંદ ! તું આ મૃષાવાદરૂપ સ્થાનની આલોચના કર યાવત્ – યથા યોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપઃકર્મ સ્વીકાર કર.
૮૭
ત્યારે આનંદ શ્રમણોપાસકે મને એમ કહ્યું કે, હે ભદંત ! શું જિનપ્રવચનમાં સત્ય, તત્ત્વ, તથ્ય અને સમીચીન ભાવોને માટે આલોચના – યાવત્ – યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદ્નુરૂપ તપોકર્મ સ્વીકાર કરવું પડે છે ? ત્યારે મેં કહ્યું, આ અર્થ સમર્થ નથી.
આ વાત સાંભળીને આનંદ શ્રમણોપાસકે કહ્યું કે, હે ભદંત ! જો જિનપ્રવચનમાં સત્ય, તત્ત્વ, તથ્ય અને સદ્ભૂત ભાવોને માટે આલોચના – યાવત્ – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપઃક્રિયા સ્વીકાર કરવી ન પડતી હોય તો હે ભગવન્ ! આપ સ્વયં જ આ સ્થાનની આલોચના કરો – યાવત્ – યથાયોગ્ય અને તદ્નુરૂપ તપોકર્મ સ્વીકાર કરો.
-
ત્યારપછી આનંદ શ્રમણોપાસકની આ વાત સાંભળીને હું શંકા, કાંક્ષા, વિચિકિત્સા યુક્ત થઈને આનંદ શ્રમણોપાસકને ત્યાંથી નીકળ્યો, નીકળીને જલ્દીથી આપની પાસે આવ્યો છું. તો શું હે ભગવન્ ! ઉક્ત સ્થાનને માટે આનંદ શ્રમણોપાસકને આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હા, નિવૃત્તિ, અકરણતાની વિશુદ્ધિ યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદ્નુરૂપ તપોકર્મ સ્વીકાર કરવું જોઈએ કે મારે – યાવત્ – સ્વીકાર કરવું જોઈએ ?
હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું, હે ગૌતમ ! તમે જ તે સ્થાનને માટે આલોચના યાવત્ – યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત અને તપ:કર્મ સ્વીકાર કરો તથા આ સ્થાનને માટે શ્રમણોપાસક આનંદની ક્ષમાયાચના કરો. ત્યારપછી ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરના ઉક્ત આદેશને “તહત્તિ' એમ કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને તે સ્થાન માટે આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગર્હા, નિવૃત્તિ, અકરણતા વિશુદ્ધિ, યથોચિત પ્રાયશ્ચિત્ત અને તદનુરૂપ તપઃકર્મ સ્વીકાર કરી અને આ કાર્યને માટે આનંદ શ્રમણોપાસકની ક્ષમા માંગી. ત્યારપછી અન્ય કોઈ સમયે શ્રમણ ભગવંત મહાવીર બીજા જનપદમાં વિચરવા
-
Jain Education International
લાગ્યા.
૦ આનંદનું સમાધિમરણ અને ભાવિ ગતિ :
ત્યારે તે શ્રમણોપાસક આનંદ અનેક પ્રકારના શીલ અને ગુણવ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ દ્વારા આત્માને સંસ્કારિત કરીને, વીશ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરીને, અગિયાર ઉપાસક પ્રતિમાઓનું સમ્યક્ પ્રકારે આરાધન કરીને, એક માસની સંલેખના દ્વારા પોતાની આત્માને શુદ્ધ કરીને, અનશન દ્વારા સાઇઠ ભક્તોનું છેદન કરીને, આલોચના, પ્રતિક્રમણ કરીને સમાધીમાં લીન રહેતા, મરણકાળ પ્રાપ્ત થયો ત્યારે મૃત્યુ પામ્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org