________________
શ્રાવક કથા
૧૬૫
નષ્ટ થઈને પોતાના નગરે ગયા. ત્યારે ચેટક રાજા પણ વૈશાલી ગયો. કોણિકરાજા તેના નગરને ઘેરીને રહ્યો. એ પ્રમાણે બાર વર્ષ પસાર થયા. આ તરફ હલ્લ–વિલ સેચનક હાથી પર નીકળીને રોજેરોજ કોણિકના સૈન્યનો નાશ કરવા લાગ્યા. કોણિક પણ તે હાથીને કારણે ઘણો ખેદ પામ્યો.
ત્યારપછી કોણિક વિચારવા લાગ્યો કે ક્યા ઉપાયથી આમને મારવા ? ત્યારે અમાત્યએ કહ્યું, હાથીને મારવો જોઈએ. કોણિક ઇર્ષ્યાથી બોલ્યો, મારી નાંખો ત્યારે અંગારાની ખીણ બનાવી. સેચનકે અવધિજ્ઞાન વડે જોઈ. તેથી તે ખાઈનું ઉલ્લંઘન કરતો ન હતો. કુમારોએ કહ્યું કે, તારા નિમિત્તે આ આપત્તિ પ્રાપ્ત થઈ છે, તો પણ તું ચાલતો નથી.
ત્યારે સેચનક હાથીએ પોતાની ઉપરથી બંને કુમારોને ઉતારી દીધાં. તે ખાઈમાં પડીને મૃત્યુ પામ્યો.
તો પણ તે વૈશાલીનગરીને કોણિક ભગ્ન ન કરી શક્યો. ત્યારે કોણિકને ચિંતા થઈ કે હવે નગરીને ભગ્ન કઈ રીતે કરવી ? ત્યારે કૂલવાલકમુનિથી રદ થયેલ દેવે આકાશવાણી કરી કે, જો કુલવાલક શ્રમણ માગધિકા વેશ્યામાં આસક્ત થાય તો અશોકચંદ્ર (કોણિક) રાજા વૈશાલી નગરીને ગ્રહણ કરી શકે – યાવત્ – કૂલવાલકની મદદથી વૈશાલીનગરીને ભગ્ન કરી. (આ આખું કથાનક ફૂલવાલક શ્રમણની કથામાં આવી ગયેલ છે. જુઓ કથા – “ફૂલવાલક શ્રમણ”. ૦ રાજા કોણિકની ચંપાનગરી :
(અહીં નગરીનું વિસ્તારથી વર્ણન છે. આગમમાં અનેક સ્થાને નગરીનું નામ આપીને ‘વારે" અથવા “નહીં વિવારૂU” લખીને સંદર્ભ આપે છે તે બધે સ્થાને આ વર્ણન સમજવાનું છે.)
તે કાળે, તે સમયે ચંપા નામની નગરી હતી. તે વૈભવશાળી, સુરક્ષિત અને સમૃદ્ધ હતી. ત્યાંના નાગરિક અને જનપદના અનેક વ્યક્તિ ત્યાં પ્રમુદિત રહેતા હતા. લોકોની ત્યાં ઘણી જ આબાદી હતી. સેંકડો-હજારો હળોથી જોતરાતી તેની સમીપવર્તી ભૂમિ સુંદર માર્ગ જેવી લાગતી હતી. ત્યાં મુરઘા અને યુવા સાંઢોના ઘણાં જ સમૂહ હતા. તેની આસપાસની ભૂમિ શેરડી, જવ અને ધાન્યના વૃક્ષોથી લહેરાતી હતી. ગાય, ભેંસ, ભેડબકરીની ત્યાં પ્રચુરતા હતી.
ચંપાનગરીમાં સુંદર, શિલ્પકલાયુક્ત ચૈત્ય અને યુવતિઓના વિવિધ સન્નિવેશોનું બાહુલ્ય હતું. આ નગરી લાંચીયા, ખીસાકાતરું, લુંટારા, ચોર ઇત્યાદિથી રહિત, સુખશાંતિમય અને ઉપદ્રવશૂન્ય હતી. ત્યાં ભિક્ષા સુખપૂર્વક પ્રાપ્ત થતી હતી, ત્યાં નિવાસ કરવામાં બધાં સુખ માનતા હતા. અનેક શ્રેણીના કૌટુંબિકની અહીં ગીચ વસ્તી હોવા છતાં પણ તે શાંતિમય હતી.
નટ, નર્તક, જલ, મલ્લ, મૌષ્ટિક, વિદૂષક, કથક, પ્લવક, લાસક, મંખ, આખ્યાયક, લખ, તૂલિ, તુંબવીણક, તાલાચર આદિ અનેક લોકોથી સેવિત હતી. આરામ, ઉદ્યાન, કૂવા, તળાવ, વાવ, જળના બંધો, તેનાથી યુક્ત હતી. તે નગરી નંદનવન જેવી લાગતી હતી. તે ઊંચી, વિસ્તીર્ણ અને ઊંડી ખાઈથી યુક્ત હતી. ચક્ર, ગદા, ભુસુંડી, ગોફણ, અવરોધ, પ્રાકાર, મહાશિલા જેમના પર ફેંકવામાં આવે ત્યારે સેંકડો વ્યક્તિ દબાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org