________________
આગમ કથાનુયોગ-૫
શું કરી રહ્યા છો ? લોકોએ કહ્યું કે, તે શ્રેણિક બાલતપસ્વી આવા પ્રકારનો તપ કરી રહેલ છે. સુમંગલ રાજાને અનુકંપા જન્મી, દુઃખિત થયો.
ત્યારપછી તેણે તે તાપસને નિમંત્રણા કરી કે, મારે ત્યાં પારણાર્થે પધારજો. તે બાલતપસ્વીનું માસક્ષમણ પૂરું થયું. રાજાને ત્યાં પારણાર્થે ગયો. ત્યારે રાજા ગ્લાન હોવાથી તે બાલતપસ્વીને કંઈ આપ્યું નહીં (પારણું ન થયું) દ્વારપાલે દ્વારેથી જ તેને વિદાય કર્યો. ફરીથી તપ આરંભ્યો. સુમંગલ રાજાને યાદ આવ્યું એટલે ફરીથી તે તપસ્વીને પારણા માટે નિમંત્રણ આપવા ગયો. ફરી પણ કોઈ કારણે રાજા પ્રતિજ્ઞાભંગ થયો. બાલતપસ્વીને પારણું ન થયું. ફરી તેણે તપ આદર્યો. ફરીથી સુમંગલ રાજાએ ક્ષમા માંગીને તેમને ત્રીજી વખત પારણા માટે નિમંત્રણા કરી.
૧૪૮
ત્રીજી વખત જ્યારે તે તપસ્વી પારણા માટે આવ્યો, ત્યારે દ્વારપાલે તેને માર્યો. પીટાઈ કરતાં કહ્યું કે, તું જેટલી વાર આવે છે, તેટલી વાર રાજા પ્રતિભગ્ન થાય છે. ત્યારે તે બાલતપસ્વી ત્યાંથી નીકળી ગયો. આ વખતે તે ઘણો જ વ્યથિત થઈને નીકળી ગયો. તેને થયું કે આ રાજા મને ઇરાદાપૂર્વક પરેશાન કરી રહ્યો છે.
ત્યારે તે શ્રેણિક બાલતપસ્વીએ નિયાણું કર્યું કે, હું આ સુમંગલ રાજાનો ભાવિમાં વધ કરવાને માટે જન્મ પામું. આવું નિયાણું કર્યા પછી તે મૃત્યુ પામ્યો. મૃત્યુ પામીને તે શ્રેણિક (સેનક) અલ્પઋદ્ધિવાળો વ્યંતર થયો.
તે સુમંગલ રાજા પણ તાપસભક્ત થયો. તાપસ રૂપે પ્રવ્રજ્યા અંગીકાર કરી. તે પણ મૃત્યુ પામીને વ્યંતરરૂપે ઉત્પન્ન થયો.
ત્યારપછી સુમંગલ રાજાનો જીવ વ્યંતરકાયમાંથી આવીને રાજા શ્રેણિક થયો અને કુંડીશ્રમણ બાળતપસ્વી શ્રેણિક (સણક) રાજા શ્રેણિકનો પુત્ર કોણિક થયો. ૦ ચેન્નણાના ઉદરમાં કોણિકનું ચ્યવન, ચેઘણાને દોહદ :
-
તે રાજા શ્રેણિક (ભિભિસાર)ને અનેક પત્નીઓમાં ચેન્નણા નામે પણ એક રાણી હતી. તે સુકુમાલ હાથ–પગવાળી હતી – યાવત્ – સુખપૂર્વક વિચરણ કરતી હતી. કોઈ સમયે શયનગૃહમાં ચિંતા આદિથી મુક્ત અને સુખશય્યા પર સુતેલી તે ચેન્નણાદેવીએ પ્રભાવતીદેવની માફક સ્વપ્નમાં સિંહને જોઈને જાગી – યાવત્ – સ્વપ્ન પાઠકોને આમંત્રિત કરીને શ્રેણિક રાજાએ તેનું ફળ પૂછયું. સ્વપ્ન પાઠકોએ સ્વપ્નનું ફળ બતાવ્યું. સ્વપ્ન પાઠકોને વિદાય કર્યા – યાવત્ –ચેલણાદેવી તે સ્વપ્નપાઠકોના વચનને સહર્ષ સ્વીકાર કરીને પોતાના શય્યાભવનમાં ગઈ.
ત્યારપછી પરિપૂર્ણ ત્રણ માસ વીત્યા પછી ચેક્ષણા દેવીને આવા પ્રકારનો દોહદ ઉત્પન્ન થયો કે, તે માતાઓ ધન્ય છે – યાવત્ - પુણ્યશાલિની છે. તેઓએ પૂર્વભવમાં પુણ્ય ઉપાર્જિત કરેલ છે, તેમનો વૈભવ સફળ છે, માનવજન્મ અને જીવનનું સુફળ પ્રાપ્ત કરેલ છે. (ચેલણાને થયું કે, હું પણ–) શ્રેણિકરાજાની ઉદરાવલિનું માંસ ખાઉં, તે માંસ સેક્યું હોય, તળેલ હોય, પકાવેલ હોય તથા સુરા – યાવત્ – મધુ, મેરક, મદ્ય, સીધુ અને પ્રસન્ના નામની મદિરાનું આસ્વાદન યાવત્ — વિસ્વાદન તથા ઉપભોગ કરતી એવી મારી સહેલીઓ સાથે આપસમાં વિતરણ કરતી એવી મારા દોહદને પૂર્ણ કરું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org