________________
શ્રાવક કથા
૨૨૭
ત્યારપછી બલિપીઠે આવી બલિવિસર્જન કરીને આભિયોગિક દેવાને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમ જાઓ અને જલદીથી શૃંગાટકો, ત્રિકો, ચતુષ્કો, ચત્રો, ચતુર્મુખો, રાજમાર્ગો, પ્રાકારો, અટ્ટાલિકાઓ, ચારિકાઓ, વારો, ગોપુરો, તોરણો, આરામો, ઉદ્યાનો, વનો, વનરાજિઓ, કાનનો, વનખંડોમાં જઈ–જઈને અર્થનિકા કરો. મારી આ મને પાછી આપો.
ત્યારે તે આભિયોગિક દેવોએ સૂર્યાભદેવની આ આજ્ઞા સાંભળીને – યાવત – સ્વીકારીને સૂર્યાભવિમાનના શૃંગાટકો – યાવત્ – વનખંડોની અર્થનિકા કરી. સૂર્યાભદેવને આજ્ઞા પાછી સોંપી.
ત્યારપછી તે સૂર્યાભદેવ નંદાપુષ્કરિણીએ આવી, પૂર્વદિશાના ત્રિસોપાનથી તેમાં ઉતરી હાથ-પગ ધોયા. નંદાપુષ્કરિણીની બહાર નીકળી સુધર્માસભા તરફ જવા ઉદ્યત થયો. ત્યારે તે સૂર્યાભદેવના ૪૦૦૦ સામાનિકદેવો – યાવત્ – બીજા અનેક દેવ-દેવીઓથી પરિવેષ્ટિત થઈને સર્વ ઋદ્ધિ – યાવત્ – તુમુલવાદ્ય ધ્વનિપૂર્વક સુધર્માસભાએ આવીને પૂર્વ ધારેથી પ્રવેશ્યો. સિંહાસન પર પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠો.
ત્યારપછી તે સૂર્યાભદેવના વાયવ્ય અને ઇશાન ખૂણામાં સ્થાપિત ૪૦૦૦ ભદ્રાસનો પર સામાનિક દેવો બેઠા. પૂર્વ દિશામાં ચાર ભદ્રાસનો પર ચાર અગ્રમહિષી બેઠી, અગ્નિ ખૂણામાં આવ્યંતર પર્ષદાના ૮૦૦૦ ભદ્રાસનો પર ૮૦૦૦ દેવો બેઠા. દક્ષિણ દિશામાં મધ્યમ પર્ષદાના ૧૦,૦૦૦ દેવો બેઠા. નૈઋત્ય ખૂણામાં બાહ્ય પર્ષદાના ૧૨,૦૦૦ દેવો બેઠા. પશ્ચિમમાં સાત અનીકાધિપતિ, ચારે દિશામાં ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો, પોતપોતાના ભદ્રાસને બેઠા.
આ બધાં આત્મરક્ષક દેવોએ ગાઢ બંધન બદ્ધ કવચ શરીર પર ધારણ કરી, બાણ અને પ્રત્યંચાયુક્ત ધનુષ્યોને હાથમાં લઈ, ગળામાં ચૈવેયક પહેરી, વિમલશ્રેષ્ઠ ચિન્ડપટ્ટક બાંધી, આયુધ-પ્રહરણોથી સજ્જિત થઈ, ત્રણ સ્થાને નમિત અને જોડાયેલા વજમય અગ્ર ભાગવાળા ધનુષ–દંડ અને બાણોને લઈને, નીલ, પીત, લાલ પ્રભાવાળા બાણ, ધનુષ, ચારુ, ગોફણ, દંડ, તલવાર, પાશ લઈને એકાગ્ર મનથી રક્ષા કરવાને તત્પર, આજ્ઞા ગોપનમાં સાવધાન, ગુપ્ત આદેશ પાલક, સેવકોચિત ગુણયુક્ત, સ્વકર્તવ્ય પાલને ઉદ્યત થઈને વિનયપૂર્વક સ્વઆચાર મર્યાદાનુસાર કિંકર જેવા થઈને બેઠા. ૦ સૂર્યાભ આદિ દેવની સ્થિતિ :
હે ભગવન્! સૂર્યાભદેવની સ્થિતિ કેટલા કાળની બતાવી છે ? હે ગૌતમ ! સૂર્યાભદેવની સ્થિતિ ચાર પલ્યોપમની છે. હે ભગવન્! સૂર્યાભદેવના સામાનિક દેવોની સ્થિતિ કેટલી છે ? હે ગૌતમ ! તે પણ ચાર પલ્યોપમની જ બતાવી છે.
આ સૂર્યાભદેવ મહાદ્ધિ, મહાદ્યુતિ, મહાબલ, મહાયશ, મહા સૌખ્ય અને મહાપ્રભાવવાળો છે.
અહો ભગવન્! સૂર્યાભદેવની આવી મહાનું ઋદ્ધિ – યાવત્ પ્રભાવ છે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org