________________
૨૨૮
આગમ કથાનુયોગ-૫
--
-
--
૦ સૂર્યાભદેવ સંબંધી ગૌતમસ્વામીના પ્રશ્નો :
હે ભગવન્! સૂર્યાભદેવને તે દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવપ્રભાવ કઈ રીતે મળ્યો ? કઈ રીતે પ્રાપ્ત કર્યો ? કઈ રીતે અધિગત થયો ? તેનું ગોત્ર શું હતું? કયા ગામ – યાવત્ – સંનિવેશનો હતો ? તેણે શું આપ્યું ? શું ભોગવ્યું? શું કર્યું? શું સમાચર્યું ? કયા તથારૂપ શ્રમણ કે માહણના એવા કયા ધાર્મિક આર્ય સુવચનને સાંભળ્યું, હૃદયમાં અવધાર્યું જેનાથી સૂર્યાભદેવને તે દિવ્ય દેવદ્ધિ – યાવતું – દિવ્ય દેવાનુભાવ – યાવત્ – પ્રાપ્ત થયો ?
હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરીને ભગવંત મહાવીરે કહ્યું ૦ પ્રદેશી રાજાનો ભવ – તેનો પરીચય :
હે ગૌતમ ! તે કાળે તે સમયે આ જંબૂલીપ નામક હીપના ભરતક્ષેત્રમાં કૈકયાર્ધ નામક જનપદ હતું જે દ્વિસંપન્ન, સ્વિમિત, સમૃદ્ધ હતું. સર્વ ઋતુના ફળફૂલોથી સમૃદ્ધ, રમણીય, નંદનવન સમ મનોરમ – યાવત્ – પ્રતિરૂપ હતું.
તે કેકયાર્ટ જનપદમાં સેવિયાનામક નગરી હતી, તે ઋદ્ધિસંપન્ન, તિમિત, સમૃદ્ધ – યાવત્ – પ્રતિરૂપ હતી. તેની બહાર ઇશાન ખૂણામાં મૃગવન નામક ઉદ્યાન હતું. તે ઉદ્યાન રમણીય, નંદનવન સમ શોભા સંપન્ન, સર્વઋતુના ફળફૂલથી સમૃદ્ધ, શુભ, સુરભિગંધ, શીતળ છાયાથી સર્વ દિશામાં વ્યાપ્ત – યાવત્ – પ્રતિરૂપ હતું.
તે સેવિયા નગરીમાં પ્રદેશી નામક રાજા હતો. તે મહાહિમવાનું – યાવતુ - વિચરતો હતો. પણ તે અધાર્મિક, અધર્મિષ્ઠ, અધર્મકથી, અધમનુગ, અધર્મપ્રલોકી, અધર્મપ્રજનક, અધર્મશીલ સમ આચારવાળો, અધર્મથી આજીવિકા કરતો, હણવા, છેદવા, ભેદવામાં પ્રર્વતતો, પાપી, ચંડ, રુદ્ર, શુદ્ધ, રક્તરંજિત હાથવાળો, સાહસિક, ઉત્કંચન, વચન, માયા, નિકૃ તિ, ફૂડ, કપટ, સાતિ, સંપ્રયોગની બહુલતાવાળો, શીલ, વ્રત, ગુણ, મર્યાદા, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ રહિત, અનેક દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસૃપના ઘાત, વધ, ઉચ્છેદનમાં સાક્ષાત્ અધર્મરૂપ કેતુની સમાન હતો.
ગુરુજનનો આદર ન કરતો, વિનય ન કરતો, શ્રમણ—માહણનો વિનય ન કરતો, જનપદ અને પ્રજાજનોનો રાજકર લઈને પણ સમ્યક્ પ્રકારે પાલન કરતો ન હતો.
તે પ્રદેશ રાજાની સૂર્યકાંતા નામે રાણી હતી. જે સુકુમાલ હાથ–પગવાળી ઇત્યાદિ ધારિણી રાણી સમાન હતી. તેણી પ્રદેશ રાજા પ્રતિ અનુરકતા, અવિરક્તા અને ઇષ્ટ શબ્દ, રૂપ – યાવત્ – ભોગ ભોગવતી વિચરતી હતી.
તે પ્રદેશી રાજાને જ્યેષ્ઠ પુત્ર, સૂર્યકાંતા દેવીનો આત્મજ સૂર્યકાંત નામક કુમાર હતો. જે સુકુમાલ હાથ–પગયુક્ત – યાવત્ – પ્રતિરૂપ હતો. તે યુવરાજ પણ હતો. પ્રદેશી રાજાના રાજ્ય, રાષ્ટ્ર, બળ, વાહન, કોશ, કોઠાર, પુર, અંતઃપુર અને જનપદની સ્વયં દેખભાળ કરતો વિચરતો હતો
તે પ્રદેશી રાજાને ઉંમરમાં મોટો, મોટા ભાઈ સમાન ચિત્ત નામે સારથી હતો. તે ઋદ્ધિમાનું – યાવતું – અનેક લોકોથી અપરાભૂત હતો. સામ, દંડ, ભેદ, ઉપપ્રદાન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org