________________
શ્રાવક કથા
૨૨૯
અર્થશાસ્ત્ર, ઇહા, મતિ, વિશારદ હતો. ઔત્પાતિકી – યાવત્ – પારિણામિકી ચારે પ્રકારની બુદ્ધિથી ઉપયુક્ત હતો. તે પ્રદેશ રાજાના અનેક કાર્યોમાં – યાવત્ – વ્યવહારોમાં પૂછવા યોગ્ય – પ્રતિપૃચ્છા યોગ્ય, મેઢી પ્રમાણ – યાવતું – રાજ્ય ધુરાનો શુભચિંતક હતો. ૦ જિતશત્રુ રાજા પાસે ચિત્ત સારથીને મોકલવો :
તે કાળે, તે સમયે કુણાલ નામે જનપદ હતું. તે ઋદ્ધિયુક્ત, તિમિત, સમૃદ્ધ – થાવત્ – પ્રતિરૂપ હતું. તે કુણાલ જનપદમાં શ્રાવસ્તી નગરી હતી. તે નગરી બહાર ઇશાન ખૂણામાં કોષ્ઠક નામે ચૈત્ય હતું. તે પ્રાચીન – યાવત્ – પ્રતિરૂપ હતું.
તે શ્રાવસ્તી નગરીમાં પ્રદેશી રાજાનો અંતેવાસી જિતશત્રુ નામે રાજા હતો. જે મહાહિમવત્ સમાન – યાવત્ – વિચરતો હતો. કોઈ સમયે પ્રદેશી રાજાએ મહાર્થ, મહાધે મહાઈ, વિપુલ તેમજ રાજાને યોગ્ય પ્રાભૃત સજાવીને ચિત્તસારથીને બોલાવીને કહ્યું, હે ચિત્ત ! તું શ્રાવતી નગરી જા. જિતશત્રુ રાજાને આ મહાર્થ – યાવત્ - પ્રાભૃત આપી આવ. તથા જિતશત્રુ રાજાના રાજકાજ, રાજકાર્ય, રાજનીતિ, રાજવ્યવહારનું પર્યપ્રક્ષણ કરી ત્યાં વિચર. એમ કહીને વિદાય કર્યો. .. ત્યારે તે ચિત્ત સારથીપ્રદેશી રાજાની આ આજ્ઞાથી હર્ષિત થઈને – યાવત્ – તે મહાઈ પ્રાભૃત લઈને પ્રદેશ રાજા પાસેથી નીકળ્યો. સેયવિયા નગરીના મધ્ય ભાગમાં થઈ પોતાને ઘેર આવ્યો. તે મહાક ભેટને એક સ્થાને રાખી કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે જલદીથી સછત્ર – યાવત્ – ચતુર્ઘટ અશરથ જોડીને ઉપસ્થિત કરો - યાવતું – મારી આજ્ઞા પાછી સોંપો.
ત્યારે તે કૌટુંબિક પુરુષોએ પણ તે પ્રમાણે અશ્વરથ હાજર કર્યો.
ત્યારપછી કૌટુંબિક પુરુષો પાસે આ વૃત્તાંત જાણી – યાવત્ – તેણે સ્નાન કર્યું, બિલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. સન્નદ્ધ, બદ્ધ, કવચ બાંધ્ય, ધનુષ પર પ્રત્યંચા ચઢાવી, રૈવેયક પહેર્યું. વિમલ શ્રેષ્ઠ ચિન્હ, પટ્ટક બાંધ્યું, આયુધ, પ્રહરણ લીધા – યાવત્ – પ્રાભૃત ગ્રહણ કર્યું.
ત્યારપછી તે ચિત્ત સારથી ચતુર્ધટ અથરથ હતો ત્યાં આવ્યો, તેના પર આરૂઢ થઈને સન્નદ્ધ – યાવત્ – પ્રહરણોથી સુસજ્જિત, અનેક પુરુષોથી પરિવૃત્ત થઈને, કોરંટ પુષ્પની માળાઓથી વિભૂષિત છત્રને ધારણ કરી, મહાન્ સુભટો અને રથોનો સમૂહ સાથે લઈને પોતાના ઘેરથી નીકળ્યો. સેયવિયા નગરીની મધ્યમાંથી નીકળ્યો. સુખે વિશ્રામ કરતો, પ્રાતઃ રાશ (નાસ્તો) કરીને, નીકટ–નીકટ વિશ્રામ કરતો, કેક અર્ધ જનપદથી થઈને કુણાલા જનપદમાં શ્રાવતી નગરી પહોંચ્યા.
ત્યાં શ્રાવસ્તી નગરીના મધ્ય ભાગે પ્રવેશીને, જિતશત્રુ રાજાના ભવનની બાહ્ય ઉપસ્થાન શાળાએ રથનો રોક્યો, નીચે ઉતર્યો, તે મહાર્થક – યાવત્ – ભેટ લઈને
જ્યાં આભ્યન્તર ઉપસ્થાનશાળા હતી ત્યાં આવ્યો. જિતશત્રુ રાજા પાસે ગયો. બંને હાથ જોડીને – યાવતુ – અંજલિ કરી, વધાવી તે મહાર્થક – યાવત્ – પ્રાભૂત ભેટ આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org