________________
આગમ કથાનુયોગ–૫
ત્યારે તે જિતશત્રુ રાજાએ ચિત્તસારથી દ્વારા અપાયેલ પ્રાકૃત સ્વીકાર્યું. પછી ચિત્ત સારથીનું સત્કાર-સન્માન કર્યા. વિદાય કરી, વિશ્રામ માટે રાજમાર્ગે નિવાસ આપ્યો. પછી ચિત્તસારથી જિતશત્રુ રાજા પાસેથી નીકળ્યો. બાહ્ય ઉપસ્થાનશાળામાં ચતુર્ઘટ અશ્વરથ પાસે આવી, તેમાં આરૂઢ થઈને શ્રાવસ્તી નગરીના મધ્યભાગથી નીકળ્યો. રાજમાર્ગ મધ્યે પોતાને રહેવાના આવાસે આવ્યો. અશ્વો રોકી, રથ ઊભો રાખી નીચે ઉતર્યાં. સ્નાન કર્યું, બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત કર્યા. શુદ્ધ, પ્રાવેશ્ય માંગલિક વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મૂલ્યવાન્ આભૂષણોથી શરીર અલંકૃતુ કર્યું. ભોજનાદિ કરીને ત્રીજા પ્રહરે ગંધર્વ, નર્તક, નાટ્યકારોના સંગીત, નૃત્ય, અભિનયોને સાંભળતો, જોતો ઇષ્ટ, પ્રિય, શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધમૂલક પાંચ પ્રકારના મનુષ્યસંબંધી કામભોગો ભોગવતો વિચરવા લાગ્યો.
૨૩૦
૦ શ્રાવસ્તીમાં કેશીકુમાર શ્રમણનું આગમન :--
તે કાળે, તે સમયે જાતિ, કુળ, બળ, રૂપ, વિનય, જ્ઞાન, દર્શન, ચારિત્ર, લજ્જા, લાઘવ, લજ્જાલાઘવ એ સર્વેથી સંપન્ન, ઓજસ્વી, તેજસ્વી, વર્ચસ્વી, યશસ્વી, ક્રોધ, માન, માયા, લોભ, નિદ્રા, ઇન્દ્રિય, પરીષહ એ સર્વેને જિતનાર, જીવિતની આશા અને મરણના ભયથી વિપ્રમુક્ત, તપ, ગુણ, કરણ, ચરણ, નિગ્રહ, નિશ્ચય, આર્જવ, માર્દવ, લાઘવ, ક્ષાંતિ, ગુપ્તિ, મુક્તિ, વિદ્યા, મંત્ર, બ્રહ્મ, વેદ, નય, નિયમ, સત્ય, શૌય, જ્ઞાન, દર્શન, ચારિત્ર એ સર્વેમાં પ્રધાન, ઉદાર, ઘોર, ઘોરગુણ, ઘોર તપસ્વી, ઘોર બ્રહ્મચર્યવાસી, શરીર સંસ્કાર ત્યાગી, સંક્ષિપ્ત, વિપુલ, તેજૉલેશ્યાયુક્ત, ચૌદપૂર્વી, ચાર જ્ઞાનના ધારક, ૫૦૦ અણગારો સાથે પરિવૃત્ત પૂર્વાનુપૂર્વી ક્રમે ચાલતા ગ્રામાનુગ્રામ સ્પર્શના કરતા, સુખે સુખે વિચરતા તે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યમાં પધાર્યા. ત્યાં યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરવા
લાગ્યા.
૦ ચિત્તસારથી દ્વારા કેશીકુમાર શ્રમણ પાસે શ્રાવકધર્મ સ્વીકાર :
ત્યારે શ્રાવસ્તી નગરીના શ્રૃંગાટકો, ત્રિકો – યાવત્ – સામાન્ય માર્ગોમાં મોટામોટા શબ્દોથી, લોકોનો અવાજ, કોલાહલ, શબ્દો સંભળાવા લાગ્યા. લોકોની ભીડ, ટોળા, સંનિપાત થવા લાગ્યો યાવત્ – પર્ષદા પર્યાવાસના કરવા લાગી.
ત્યારે તે સારથીને આ મોટા જનકોલાહલને સાંભળીને, જોઈને આ આવા પ્રકારનો આધ્યાત્મિક – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો કે, શું આજે શ્રાવસ્તીમાં ઇન્દ્ર, સ્કંદ, રુદ્ર, મુકુંદ, શિવ, વૈશ્રમણ, નાગ, ભૂત, યક્ષ, ધૂપ, ચૈત્ય, વૃક્ષ, ગિરિ, દરિ, અગડ, નદી, સરોવર, સાગર એમાંના કોઈનો મહોત્સવ છે ? કે જેથી આ ઘણાં બધાં ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, ક્ષત્રિય, જ્ઞાત, કૌરવ્ય વંશના – યાવત્ – ઇભ્ય, ઇભ્યપુત્ર સ્નાન કરીને ઇત્યાદિ વર્ણન રાજા કોણિકની કથા મુજબ જાણવું. તેમાંના કોઈકોઈ ઘોડા, હાથી, રથ, શિબિકા, સ્કંદમાનિકા, પાદચાર વિહારથી મોટા સમુદાય સાથે જઈ રહ્યા છે, આ પ્રમાણે વિચારીને દ્વારપાલને બોલાવીને આ પ્રમાણે પૂછયું
હે દેવાનુપ્રિય ! શું આજે શ્રાવસ્તીમાં ઇન્દ્ર
Jain Education International
--
યાવત્ સાગર મહોત્સવ છે કે
For Private & Personal Use Only
-
www.jainelibrary.org