________________
આગમ કથાનુયોગ-૫
શ્રમણોપાસિકાએ તેને આમ કહ્યું, હે દેવાનુપ્રિયા ! શંખ શ્રમણોપાસક પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરીને બ્રહ્મચારી થઈને – યાવત્ – વિચરણ કરી રહેલ છે.
ત્યારપછી પુષ્કલી શ્રમણોપાસક પૌષધશાળામાં શંખ શ્રમણોપાસક પાસે આવ્યો, આવીને ગમનાગમન સંબંધી પ્રતિક્રમણ કરીને પછી શંખ શ્રમણોપાસકને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું,
હે દેવાનુપ્રિય ! વાત એમ છે કે, અમે વિપુલ પરિમાણમાં અશન – યાવતુ – સ્વાદિમ ભોજન બનાવડાવેલ છે. તેથી હે દેવાનુપ્રિય ! આવો, આપણે જઈએ અને તે વિપુલ અશન –ચાવત્ – સ્વાદિમ ભોજનનો આસ્વાદ લેતા – યાવત્ – પૌષધવતની અનુપાલના કરતા વિચારીએ. ૦ શંખે કરેલ નિષેધ અને અન્ય શ્રાવકો દ્વારા અશનાદિ ભોગ :
ત્યારે શંખ શ્રમણોપાસકે પુષ્કલી શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિય તે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ આહારનું આસ્વાદન કરતા – યાવત્ – પાલિક પૌષધની પ્રતિજાગરણા કરતા વિચરવું મને કલ્પતું નથી, પરંતુ મને તો પૌષધશાળામાં પૌષધવ્રતી થઈને – યાવત્ – પાક્ષિક પૌષધની અનુપાલના કરતા વિચરણ કરવું કહ્યું છે. તેથી હે દેવાનુપ્રિય ! તમે લોકો ઇચ્છાનુસાર તે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ ભોજનનું આસ્વાદન કરતા – યાવત્ – પાક્ષિક પૌષધનું પાલન કરતા વિચરણ કરો.
ત્યારપછી તે પુષ્કલી શ્રમણોપાસક પૌષધશાળામાંથી અને શંખ શ્રમણોપાસક પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તી નગરીની વચ્ચોવચ્ચથી જતો એવો જ્યાં અન્ય શ્રમણોપાસકો હતા, ત્યાં આવ્યો અને આવીને તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! પૌષધશાળામાં તે શંખ શ્રમણોપાસક પૌષધ વ્રત ગ્રહણ કરીને – થાવત્ – વિચરે છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે યથેચ્છા વિપુલ અશન – યાવત્ –
સ્વાદિમ ભોજનનું આસ્વાદન કરતા – યાવત્ – પાક્ષિક પૌષધ સંબંધી પ્રતિજાગરણા કરતા વિચરણ કરો, શંખ શ્રમણોપાસક તો જલ્દી આવી શકશે નહીં.
ત્યારપછી તે શ્રમણોપાસક તે વિપુલ અશન – યાવત્ – સ્વાદિમ આહારનો આસ્વાદ લેતા – યાવત્ – વિચરતા હતા. ૦ શંખ દ્વારા ધર્મજાગરણા :
ત્યારપછી મધ્યરાત્રિના સમયે ધર્મજાગરણા કરતા તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો આ – યાવત્ – આધ્યાત્મિક સંકલ્પ ઉત્પન્ન થયો. આગામી કાલ રાત્રિનું પ્રભાતરૂપમાં પરિવર્તિત થાય – યાવત્ – સૂર્યોદય પછી અનંતર સહસ્રરશ્મિ દિનકરના જાજ્વલ્યમાન તેજ સહિત પ્રકાશિત થયા પછી શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને – યાવત્ – પર્યપાસના કરીને ત્યાંથી પાછા આવીને પાક્ષિક પૌષધનું પારણું કરવું મારા માટે શ્રેયસ્કર છે – આવો વિચાર કર્યો.
એ પ્રમાણે વિચારીને બીજે દિવસે રાત્રિનું પ્રભાતરૂપ થયું – યાવત્ – સૂર્યોદય પછી જાજ્વલ્યમાન તેજથી સહસ્રરશ્મિ દિનકરના પ્રકાશિત થયા પછી પૌષધશાળાથી નીકળ્યો, નીકળીને શુદ્ધ, પ્રવેશયોગ્ય, મંગલરૂપ ઉત્તમ વસ્ત્રો પહેરીને પોતાના ઘેરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org