________________
શ્રાવક કથા
૩૯
વિચરણ કરીશું.
ત્યારપછી તે શ્રમણોપાસકોએ શંખ શ્રમણોપાસકની વાતનો વિનયપૂર્વક સ્વીકાર કર્યો.
ત્યારપછી તે શંખ શ્રમણોપાસકને આવા પ્રકારનો આ માનસિક વિચાર – યાવત્ – સંકલ્પ ઉત્પન્ન થયો – મારે તે વિપુલ અશન – યાવત – સ્વાદિમ આહારનું આસ્વાદન કરતા, વિસ્વાદન કરતા, આપતા અને ખાતા એવા પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા વિચરણ કરવું ઉચિત નથી. પરંતુ પૌષધ શાળામાં બ્રહ્મચર્યપૂર્વક, સુવર્ણમણિ આદિનો ત્યાગ કરી, માળા, વર્ણક, વિલેપનને છોડીને અને મૂસલ આદિ શસ્ત્રોને એક તરફ રાખીને એકાકી રહીને, બીજા કોઈની સહાયતા ન લઈને, દર્ભ સંસ્કારક પર બેસીને પૌષધ વ્રતનો સ્વીકાર કરીને વિચરણ કરવું શ્રેયસ્કર છે.
આ પ્રમાણેનો વિચાર કર્યો, વિચાર કરી શ્રાવતી નગરીમાં જ્યાં પોતાનું ઘર હતું અને જ્યાં ઉત્પલા શ્રમણોપાસિકા રહેતી હતી ત્યાં આવ્યો. આવીને ઉત્પલા શ્રમણોપાસિકાને પૂછયું, પૂછીને જ્યાં પૌષધશાળા હતી, ત્યાં આવ્યો, આવીને પૌષધશાળામાં પ્રવેશ કર્યો. કરીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પ્રમાર્જન કરીને ઉચ્ચાર પ્રસ્ત્રવણ પરઠવાની જગ્યા જોઈ અને જોઈને પછી દર્ભ–સંસ્તારકને બિછાવ્યો. તેની પર બેઠો. બેસીને પૌષધશાળામાં પૌષધ ગ્રહણ કરી બ્રહ્મચર્યપૂર્વક – યાવત્ - પાક્ષિક પૌષધની અનુપાલના કરતા વિચરવા લાગ્યા. ૦ વિપુલ અશનાદિકરણ અને શંખને નિમંત્રણ :
ત્યારપછી તે શ્રમણોપાસક શ્રાવસ્તી નગરીમાં પોતપોતાને ઘેર આવ્યા, આવીને તેઓએ વિપુલ પરિમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર તૈયાર કરાવ્યો. કરાવીને પરસ્પર એકબીજાને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! વાત આ પ્રમાણે છે કે, આપણે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર તૈયાર કરાવેલ છે, પણ હજી સુધી શંખ શ્રમણોપાસક આવેલ નથી. તેથી હે દેવાનુપ્રિયો ! આપણે શંખ શ્રમણોપાસકને બોલાવવો શ્રેયસ્કર છે.
ત્યારપછી પુષ્કલી શ્રમણોપાસકે તે શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! આપ શાંતિપૂર્વક વિશ્રામ લો. હું શંખ શ્રમણોપાસકને બોલાવું છું. આ પ્રમાણે કહીને તે શ્રમણોપાસકો પાસેથી નીકળ્યો, નીકળીને શ્રાવસ્તીનગરીના મધ્યભાગમાંથી ચાલતા–ચાલતા જ્યાં શંખ શ્રમણોપાસકનું ઘર હતું, ત્યાં આવ્યો. આવીને શંખ શ્રાવકના ઘરમાં પ્રવેશ કર્યો.
ત્યારે ઉત્પલા શ્રમણોપાસિકાએ પુષ્કલી શ્રમણોપાસકને આવતો જોયો, જોઈને હર્ષિત અને સંતુષ્ટ થઈ આસનેથી ઉઠી અને સાત-આઠ ડગલા તેની સન્મુખ આવી, સન્મુખ આવીને પુષ્કલી શ્રમણોપાસકને વંદન–નમસ્કાર કર્યા, વંદનનમસ્કાર કરીને આસન ગ્રહણ કરવાને માટે આમંત્રિત કર્યા અને ત્યારપછી આ પ્રમાણે બોલી–
હે દેવાનુપ્રિય ! આપના આગમનનું પ્રયોજન જણાવશો ? ત્યારે પુષ્કલી શ્રમણોપાસકે પોતાના આગમનનું પ્રયોજન જણાવ્યું ત્યારે ઉત્પલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org