________________
૩૮
આગમ કથાનુયોગ-૫
કહીને ભગવાન ગૌતમ – યાવતુ – આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસ આલભિકા નગરીથી, શંખવન ચૈત્યથી નીકળીને બાહ્ય જનપદોમાં વિચરવા લાગ્યા.
૦ આગમ સંદર્ભ :ભગ. પર૫ થી પર,
૦ શંખ અને પુષ્કલી શ્રાવકની કથા :
તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. નગરનું વર્ણન કરવું. કોષ્ઠક નામક ચૈત્ય હતું. તે શ્રાવતી નગરીમાં શંખ આદિ ઘણાં શ્રમણોપાસક નિવાસ કરતા હતા. જે ધનાઢય – યાવત્ - અનેક લોકો અથવા કોઈથી પણ પરાભવને પ્રાપ્ત ન થનારા, જીવ–અજીવ આદિ તત્ત્વોના જાણકાર – યાવતું – યથાવિધિ ગૃહીત તપોકર્મથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા.
તે શંખ શ્રમણોપાસકની ઉત્પલા નામની પત્ની હતી. તે સુકુમાર હાથ–પગ વાળી – યાવત્ – સુરૂપ અને જીવાજીવ તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા હતી – યાવત્ – યથાપરિગૃહિત તપોવિધિથી આત્માને ભાવિત કરતી વિચરણ કરતી હતી.
તે શ્રાવતી નગરીમાં પુષ્કલી નામનો પણ શ્રમણોપાસક રહેતો હતો. જે ધનાઢ્ય - યાવત્ – અપરિભૂત હતો. તથા જીવાજીવ તત્ત્વોનો જાણકાર – યાવત્ – યથારૂપે અંગીકાર કરેલા તપોકમથી આત્માને ભાવિત કરતો વિચરી રહ્યો હતો. ૦ ભગવંત મહાવીરનું આગમન :
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાર્યા. પર્ષદા નીકળી – યાવત્ – પર્યાપાસના કરવા લાગી. ત્યારે તે શ્રમણોપાસક આ સંવાદને સાંભળીને આલબિકા નગરીના શ્રાવકોની માફક – યાવત્ – પર્યાપાસના કરવા લાગ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે શ્રમણોપાસકો અને મોટી પર્ષદાને ધર્મોપદેશ આપ્યો – યાવત્ – પર્ષદા પાછી ફરી.
- ત્યારપછી તે શ્રમણોપાસકોએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારિત કરી અને હર્ષિત–સંતુષ્ટ થયા. શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને પ્રશ્નો પૂછયા. પ્રશ્નો પૂછીને તેના અર્થને ગ્રહણ કર્યો. અર્થ ગ્રહણ કરીને પોતપોતાના સ્થાનેથી ઊભા થયા અને ઊભા થઈને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી, કોષ્ટક ચૈત્યથી નીકળ્યા. નીકળીને જે તરફ શ્રાવસ્તી નગરી હતી, તે તરફ ચાલવા લાગ્યા. ૦ શંખની પૌષધની આરાધના :
ત્યારપછી શંખ શ્રમણોપાસકે તે શ્રમણોપાસકોને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો! તમે લોકો પુષ્કળ પ્રમાણમાં અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહાર બનાવડાવો. ત્યારપછી આપણે બધાં તે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ આહારનું આસ્વાદન કરતા, વિશેષરૂપે સ્વાદ લેતા, પરસ્પર આપતા અને ખાતા, પછી પાક્ષિક પૌષધનું અનુપાલન કરતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org