________________
શ્રાવક કથા
૨૭૧
૦ પ્રતિક્રમણ વિશુદ્ધિ દષ્ટાંતમાં–શ્રેણિક -
રાજગૃહ નગરીમાં શ્રેણિક નામે રાજા હતો. તેણે ધોબીને એક વસ્ત્રયુગલ ધોવા માટે આપેલું. રાજ્યમાં તે વખતે કૌમુદી મહોત્સવ પ્રવર્તતો હતો. તે ધોબીએ પોતાની પત્નીને તે વસ્ત્રયુગલ પહેરવા આપ્યું. તે વખતે શ્રેણિક અને અભય બંને ગુસપણે કૌમુદી મહોત્સવમાં જતા હતા. શ્રેણિકે જોયું કે આ વસ્ત્ર યુગલ તો તેનું જ છે, તેથી તેણે પાનની પીચકારી મારી તે વસ્ત્રને ચિહિત કર્યું.
શ્રેણિકે વિચાર્યું કે, જ્યારે ધોબી આવશે ત્યારે હું તેની નિર્ભર્સના કરીશ, પણ ધોબીએ જ્યારે ઘેર જોયું કે આ વસ્ત્ર પર પાનની પીચકારીનો દાગ લાગેલો છે, ત્યારે તેણે ક્ષાર વડે વસ્ત્રને ધોઈને વિશુદ્ધ કરી દીધું. બીજે દિવસે તે શુદ્ધ થયેલ – ડાઘરહિત વસ્ત્ર લાગ્યો. ત્યારે રાજાએ પૂછયું કે, સાચી હકીકત શું છે તે જણાવ, નહીં તો મારી નાંખીશ. ત્યારે ધોબીએ કહ્યું કે, મેં ક્ષાર વડે આ વસ્ત્રને વિશુદ્ધ કરી દીધેલ છે... (આ દ્રવ્ય વિશુદ્ધિનું દષ્ટાંત છે) ૦ શ્રેણિક અને ચેઘણાનું ભગવંત વંદનાર્થે જવું:
(રાજા શ્રેણિકનો ભગવંતની વંદના અને પર્યાપાસનાર્થે જવાના તો અનેક પ્રસંગો આગમોમાં નોંધાયેલા છે. અહીં ફક્ત દશાશ્રુતસ્કંધ-આગમમાં સૂત્ર-૯૪થી. થી નોંધાયેલ પ્રસંગનો વિશિષ્ટરૂપે ઉલ્લેખ કરેલ છે. કેમકે અહીં શ્રેણિક અને ચેલણાનું તે વિષયમાં વિસ્તૃત વર્ણન છે–).
તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું, ગુણશીલ નામે ચૈત્ય હતું. શ્રેણિક રાજા હતો અને ચેલ્લણા રાણી હતી.
ત્યારે કોઈ દિવસે રાજા શ્રેણિક બિંબિસારે સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્તાદિ કર્યા. ગળામાં માળા પહેરી, મણિરત્નજડિત સુવર્ણના આભુષણ ધારણ કર્યા. હાર, અર્ધવાર, ત્રિસરોહાર, કટિસૂત્ર પહેર્યા અને સુશોભિત થયો. આભુષણો અને મુદ્રિકા ધારણ કર્યા – યાવત્ – કલ્પવૃક્ષની સદશ તે નરેન્દ્ર શ્રેણિક અલંકૃત્. અને વિભૂષિત થયો – યાવત્ – ચંદ્રની સમાન તે પ્રિયદર્શી નરપતિ શ્રેણિક બાહ્ય ઉપસ્થાન શાળાના સિંહાસન પર પૂર્વાભિમુખ થઈને બેઠો. પછી પોતાના કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું
હે દેવાનુપ્રિયો ! રાજગૃહ નગરીની બહાર જે બગીચા, ઉદ્યાન, શિલ્પશાળા, ધર્મશાળા, દેવકુળ, સભા, પાણીની પરબ, દુકાન, મંડી, ભોજનશાળા, વ્યાપાર કેન્દ્ર, શિલ્પકેન્દ્ર, વનવિભાગ ઇત્યાદિ સ્થાનોમાં જઈને મારા સેવકોને નિવેદન કરો કે, શ્રેણિક બિંબિસારની આ આજ્ઞા છે કે, જ્યારે આદિકર તીર્થંકર – યાવત્ – સિદ્ધિગતિના ઇચ્છુક શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરતા, સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં અહીં પધારે ત્યારે ભગવંત મહાવીરને સ્થાનમાં રહેવાની અનુજ્ઞા પ્રદાન કરે.
ત્યારે તે પ્રમુખ રાજ્યાધિકારી, શ્રેણિક રાજાના આ કથનથી હર્ષિત હૃદય થઈને – યાવત્ શ્રેણિક રાજાની આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારીને રાજમહેલથી નીકળ્યા, નીકળીને બહાર બગીચા – યાવત્ – સર્વ સ્થાનોના સેવકોને રાજા શ્રેણિકની આજ્ઞા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org