________________
૨૭૨
આગમ કથાનુયોગ-૫
જણાવી પાછા ફર્યા.
તે કાળે, તે સમયે ધર્મના આદિકર, તીર્થકર શ્રમણ ભગવંત મહાવીર વિચરણ કરતા – યાવત્ – ગુણશીલ ચૈત્યમાં પધાર્યા. પર્ષદા નીકળી – યાવતું – પર્યાપાસના કરવા લાગી. શ્રેણિક રાજાના કૌટુંબિક પુરષોએ આવીને ભગવંત મહાવીરને પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા – યાવત્ શ્રેણિક રાજા પાસે જઈને આ વૃત્તાંતનું નિવેદન કર્યું.
તે સમયે રાજા શ્રેણિક આ સંવાદને સાંભળીને, અવધારીને હૃદયમાં હર્ષિત અને સંતુષ્ટ થઈને – યાવત્ – સિંહાસનેથી ઉઠ્યો. સાત-આઠ કદમ ચાલીને વંદન–નમસ્કાર કર્યા. તે સેવકોનું સત્કાર-સન્માન કરીને પ્રીતિપૂર્વક આજીવિકા યોગ્ય વિપુલ દાન દઈને વિદાય કર્યા. નગર રક્ષકોને બોલાવીને જલ્દીથી રાજગૃહનગરને બહારથી અને અંદરથી પરિમાર્જિત કરવા અને જળથી સિંચિંતુ કરવાની આજ્ઞા કરી.
ત્યારપછી શ્રેણિક રાજાએ સેનાપતિને બોલાવીને કહ્યું, જલ્દીથી રથ, હાથી, ઘોડા અને યોદ્ધાયુક્ત ચતુરંગિણી સેનાને તૈયાર કરો – યાવત્ – મારી આ આજ્ઞા મને પાછી સોંપો. ત્યારપછી રાજા શ્રેણિકે યાનશાળાના અધિકારીને બોલાવીને શ્રેષ્ઠ ધાર્મિક રથ સુસજ્જ કરવાની આજ્ઞા આપી. યાનશાળાના અધિકારી પણ હર્ષિત અને સંતુષ્ટ થઈને યાનશાળામાં ગયા, રથની પ્રાર્થના કરી, શોભાયમાન કર્યો. ત્યારપછી વાહનશાળામાં જઈને બળદોને બહાર લાવ્યા. તે બળદો પર કુલ વગેરે શોભાયમાન કર્યા. અનેક અલંકાર પહેરાવ્યા. રથમાં જોડીને રથને બહાર કાઢયો. સારથી પણ હાથમાં સુંદર ચાબુક લઈને બેઠો. શ્રેણિક રાજા પાસે આવીને ધાર્મિક રથ સુસજ્જિત થઈ ગયાનું નિવેદન કર્યું.
શ્રેણિક રાજા ભિંભિસાર યાનચાલકની પૂર્વોક્ત વાત સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયો. ખાનગૃહમાં પ્રવેશ કર્યો – યાવત્ – કલ્પવૃક્ષ સમાન અલંકૃત અને વિભૂષિત થઈને તે શ્રેણિક નરેન્દ્ર – યાવત્ – સ્નાનગૃહથી નીકળ્યો. ચલણા દેવીની પાસે આવ્યો. ચેલણાદેવીને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – ગુણશીલ ચૈત્યમાં બિરાજમાન છે. ત્યાં જઈને તેમને વંદન–નમસ્કાર, સત્કાર, સન્માન કરીએ. તે કલ્યાણરૂપ, મંગલરૂપ, ચૈત્યરૂપ દેવાધિદેવની પર્યપાસના કરીએ. તેમની પર્યપાસના આ અને આગામી ભવોને માટે પણ હિતકર, સુખકર, કલ્યાણકર તેમજ મોક્ષને માટે અને ભવોભવના સુખને માટે થશે.
રાજા શ્રેણિકનું આ કથન સાંભળી ચેલણાદેવી હર્ષિત થઈ, સંતુષ્ટ થઈ – યાવત્ – ખાનગૃહમાં જઈને સ્નાન કરીને બલિકર્મ કર્યું, કૌતુક મંગલ કર્યા. પોતાના સુમાર પગોમાં ઝાંઝર, કમરમાં મણિજડિત કંદોરો, ગળામાં એકાવલી હાર, હાથમાં કડા અને કંકણ, આંગળીઓમાં મુદ્રિકા, કંઠથી ઉરોજ પર્યત મરકત મણિનો ત્રિસરોહાર ધારણ કર્યો. કાનમાં પહેરેલા કુંડલથી તેણીનું મુખ શોભાયમાન થયું. શ્રેષ્ઠ ઘરેણા અને રત્નાલંકારોથી તે વિભૂષિત હતી. સર્વશ્રેષ્ઠ રેશમનો એવા સુંદર અને સુકોમલ વલ્કલનું રમણીય ઉત્તરીય ધારણ કર્યું હતું. સર્વઋતુમાં વિકસિત એવી સુંદર સુગંધી ફૂલોની માળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org