________________
શ્રાવક કથા
૨૭૩
પહેરી હતી. કાળો અગરુ ઇત્યાદિ ધૂપથી સુગંધિત તે લક્ષ્મીની શોભાયુક્ત વેશભૂષાવાળી ચેલણા અનેક કુન્જ – ચાવતું – ચિલાતિ દાસીઓના વૃંદથી ઘેરાઈને ઉપસ્થાનશાળામાં રાજા શ્રેણિકની પાસે આવી.
ત્યારે શ્રેણિક રાજા ચેલણાદેવીની સાથે શ્રેષ્ઠ ધાર્મિક રથમાં આરૂઢ થયો – યાવતું - ભગવંત મહાવીરની પાસે આવ્યો – યાવત્ – ભગવંતને વંદન–નમસ્કાર કરીને પર્ધપાસના કરવા લાગ્યો. તે વખતે ભગવંત મહાવીરે ઋષિ, યતિ, મુનિ, મનુષ્ય અને દેવોની પર્ષદામાં તથા શ્રેણિક રાજા ભિંભિસાર અને ચેલણા રાણી – ચાવત્ – પર્ષદાને ધર્મોપદેશ આપ્યો. પર્ષદા, રાજા શ્રેણિક તથા રાણી ચેઘણા બધાં પાછા ફર્યા.
તે વખતે રાજા શ્રેણિક અને રાણી ચેલણાને જોઈને કેટલાંક નિગ્રંથ અને નિગ્રંથીઓનો એવો વિચાર આવ્યો કે... ઇત્યાદિ હવે પછીનો વિષય દશાશ્રુતસ્કંધમાં જે નિરૂપાયેલ છે, તે નિયાણાના સ્વરૂપનો છે. તેથી અત્રે તેનો ઉલ્લેખ કરેલ નથી. જિજ્ઞાસુઓએ તે માટે દશાશ્રુતસ્કંધના સૂત્ર-૧૦૨ થી ૧૧૩ જોઈ જવા. ૦ શ્રેણિકે ભગવંત મહાવીરને કરેલા કેટલાંક પ્રશ્નો :
(શ્રેણિક મહારાજાએ વર્તમાન સ્વામી ભગવંત મહાવીર્ન અનેક વખત પ્રશ્નો પૂછેલા છે. પોતાના કુતૂહલનું નિવારણ કર્યું છે, શ્રદ્ધા દઢ કરી છે – જેમકે આ જ કથામાં પૂર્વે આવ્યું કે, વેલણા એક પતિવાળી છે કે અનેક પતિવાળી ? એ જ રીતે ભગવંતને છીંક આવી ત્યારે દેવે કહ્યું કે, મરો, અભયકુમારને છીંક આવી ત્યારે દેવે કહ્યું કે, મરો કે જીવો ઇત્યાદિ ત્યારે શ્રેણિકે પૂછયું કે આ દેવે આમ કેમ કહ્યું ?.. ઇત્યાદિ અનેક વખત પ્રશ્નો પૂછયા, તેમાંના કેટલાંક પ્રશ્નો કેવળ દૃષ્ટાંતરૂપે અહીં આ કથામાં મૂકેલ છે)
રાજગૃહીમાં શ્રેણિકે – વદ્ધર્માન સ્વામીને પૂછયું કે...
–૦- પ્રસન્નચંદ્ર રાજર્ષિ કથામાં – શ્રેણિકે ભગવંતને વંદના કરી પૂછયું કે, હે ભગવન્! જે ધ્યાનમાં સ્થિત પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં વંદના કરી તે જ સમયે જો તેઓ કાળ કરે તો તેનો ક્યાં ઉપપાત થાય ? કથા જુઓ પ્રસન્નચંદ્ર રાજર્ષિ.
– – ધન્યની કથામાં – હે ભગવંત ! ઇન્દ્રભૂતિ આદિ ૧૪,૦૦૦ શ્રમણોમાં કયા શ્રમણ અત્યંત કઠોર તપ અનુષ્ઠાન કરનારા અને સૌથી અધિક કર્મોની નિર્જરા કરનારા. છે? કથા જુઓ ધન્ય (કાકંદી) શ્રમણ
- -- નંદશીની કથામાં – હે ભગવન્! કોઈ એક દેવી નૃત્યવિધિ દર્શાવીને ગઈ તે દેવી કોણ હતા ? કથા જુઓ નંદશ્રી/શ્રીદેવી,
આવા–આવા પ્રશ્નો દ્વારા શ્રેણિકની વિનય પ્રતિપત્તિ, ગુણાનુરાગ તેમજ ભગવદ્વચનથી સંશય નિવારણાનો ગુણ પ્રગટ થતો હતો. ૦ શ્રેણિક અને આનાથી મુનિ :
ગજ–અશ્વ તથા મણિ–માણિજ્ય આદિથી પ્રચુર રત્નોથી સમૃદ્ધ મગધનો અધિપતિ રાજા શ્રેણિક મંડિકૃષિ ચૈિત્યમાં વિહાર યાત્રાને માટે નગરથી નીકળ્યો. તે ઉદ્યાન વિવિધ પ્રકારના વૃક્ષો અને લતાથી આકીર્ણ હતું. વિવિધ પ્રકારે પક્ષીઓથી પરિસેવિત હતું. વિવિધ પ્રકારના પુષ્પોથી સારી રીતે આચ્છાદિત હતું. વિશેષ તેનું કેટલું વર્ણન કરવું ? તે નંદનવન સમાન હતું. | રાજાએ ઉદ્યાનમાં વૃક્ષ નીચે બેઠેલા એક સંયત, સમાધિસંપન્ન, સુકુમાર અને
Jain Elus
ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org