________________
૨૭૦
આગમ કથાનુયોગ-૫
બેસી વિદ્યા શીખવા લાગ્યો. વારંવાર પ્રયત્ન કરવા છતાં તેને વિદ્યા સ્થિર થતી ન હતી. એટલે રાજા રોષાયમાન થયો.
અભયે ત્યારે શ્રેણિક રાજાને કહ્યું, હે દેવ ! આમાં ચાંડાળનો દોષ નથી. વિદ્યા વિનયથી ગ્રહણ થાય, સ્થિર થાય અને ફળદાયી થાય. પછી ચાંડાલને સિંહાસને બેસાડી, રાજાએ નીચે બેસી વિદ્યા ગ્રહણ કરી. ૦ શ્રેણિકનો ચેઘણા પર કોપ, ભગવંતનો ઉત્તર, અભયની દીક્ષા :
કોઈ વખતે શ્રેણિક અંતઃપુર સહિત ભગવંતને વંદન કરવા ગયો. છેલ્લા પ્રહરે પાછો ફરતો હતો, ત્યારે માર્ગમાં ચેઘણાએ નદીના કિનારે કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા તીવ્ર તપસ્વી સાધુને જોયા. રાત્રે શ્રેણિકની શય્યામાં સૂતેલી ચેલણાનો હાથ રજાઈની બહાર કોઈ પ્રકારે રહી ગયો. તેણીને ઠંડી લાગી ગઈ. સખત ઠંડીમાં પવનની લહેરથી તેના હાથ ધ્રુજવા લાગ્યો. ત્યારે તેને દિવસે જોયેલા તપસ્વી યાદ આવ્યા. તેથી તેણી બોલી કે, “તેમનું નદી કિનારે શું થતું હશે ?”
આ શબ્દો સાંભળીને શ્રેણિક રાજા વિચારે છે કે, આનો કોઈ પ્રેમી પરપુરુષ હોવો જોઈએ. અરે ! દુર્જનના ચરિત્ર માફક સ્ત્રીઓના ચરિત્રને ધિક્કાર થાઓ. મુખેથી મધ સમાન મીઠાં વચન બોલનારી પણ હૃધ્યમાં વિષને ધારણ કરનારી હોય છે. આવા આવા ખોટા વિકલ્પો તે ચેલણા માટે કરવા લાગ્યો. વ્યાકુળ થયેલો શ્રેણિક પ્રાતઃ સમયે ભગવંતને આ વાત પૂછવા નીકળ્યો. અભયકુમારને બૂમ પાડીને કહ્યું કે, મારી આજ્ઞા છે કે હું નીકળી જઉં. પછી તારે સમગ્ર અંતઃપુરને બાળી નાંખવું.
ત્યારે અભયે બુદ્ધિથી વિચાર્યું કે પિતાજી રોષમાં બોલી ગયા છે. માટે હું એવી રીતે કાર્ય કરું કે જેથી કોઈ દુષ્પરિણામ ન આવે. અભયે એક જીર્ણશાળા હતી, તેમાં મોટી જ્વાળા શ્રેણી તેમજ ગોટેગોટા ધૂમાડાની પંક્તિ વડે આકાશને પૂરતો હોય તેવો અગ્નિ સળગાવ્યો. રાજા પણ પાછળ જોતો જોતો ભગવંતને વંદન કરવા જતા-જતા ચિંતવવા લાગ્યો કે, હે ચેaણા ! તેં પોતે કરેલ કર્મનું ફળ તું ભોગવ.
ત્યારપછી અતિ ત્વરાથી ભગવંત મહાવીરના ચરણમાં પ્રણામ કરીને તેણે પૂછયું કે, હે સ્વામી ! ચલણા એક પતિવાળી કે બે પતિવાળી ? અર્થાત્ સતી કે અસતી ? ભગવંતે કહ્યું કે તે એક પતિવાળી અને મહાસતી છે. એટલે શ્રેણિક વેગથી ઉઠીને પશ્ચાત્તાપ કરતો કરતો પાછો ફર્યો. તેને થયું કે, અરે ! નિભંગી જન્મવાળા એવું મેં આ શું કર્યું? મેં વગર વિચાર્યું કાર્ય કર્યું. મારા જેવો અધમ કોણ હશે ?
હવે ભગવંત મહાવીર પાસે પાછા ફરતા શ્રેણિકને માર્ગમાં અભયકુમાર મળ્યો. તેને જોઈને શ્રેણિકે પૂછ્યું કે, તે આ શું કર્યું? અભયે કહ્યું કે, આપની આજ્ઞાનું કદાપી ઉત્થાપન થાય ખરું ? મેં તો અંતઃપુરને સળગાવી દીધું. શ્રેણિક રાજાએ કોપાયમાન થઈને કહ્યું કે, હે દુષ્ટ ચેષ્ટાવાળા! તું પણ તેમાં કેમ બળી ન મર્યો? જા, તારું મોઢું બતાવતો નહીં. એટલે અભયે શ્રેણિક રાજાને કહ્યું, હું આપના આ વચનની જ રાહ જોતો હતો. વીર ભગવંત જેવાનું શરણ હોય તો મારે અગ્રિમાં શા માટે બળી મરવું જોઈએ ? ત્યારપછી અભયે ભગવંત મહાવીર પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org