________________
આગમ કથાનુયોગ–૫
પણ કોણિક રાજાની આજ્ઞા એમ છે કે, ડાબા પગેથી ચેટક રાજાની પાદપીઠને ઠોકર મારવી – યાવત્ – તે સેનાસહિત અહીં શીઘ્ર આવી રહ્યો છે. ત્યારે ચેટક રાજા તે દૂતની ધમકી સાંભળીને અને સમજીને ક્રોધાભિભૂત – યાવત્ – કપાળ ઊંચુ કરીને ઉત્તર આપ્યો કે, કોણિક રાજાને સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર – યાવત્ – પાછો નહીં આપું, પરંતુ યુદ્ધને માટે તૈયાર છું.
–
ત્યારપછી તે દૂત પાસેથી કોણિકે આ વૃત્તાંત સાંભળ્યો. સાંભળીને ક્રોધિત થઈને કાલ આદિ દશકુમારોને બોલાવ્યા અને કહ્યું કે, વાત એમ છે કે મને કહ્યા વિના વેહલ્લકુમાર (હલ અને વિહલકુમાર) સેચનક ગંધહસ્તી અને અઢારસરો હાર લઈને પોતાના અંતઃપુર, પરિવારસહિત ગૃહોપકરણ લઈને ચંપાથી ભાગી ગયેલ છે. વૈશાલીમાં આર્યક ચેટકનો આશ્રય લઈને રહ્યા છે. મેં – યાવત્ – દૂતને મોકલ્યા પણ ચેટક રાજાએ મારા ત્રીજા દૂતને અસત્કારિત અપમાનિત કરીને પાછલા દ્વારેથી કાઢી મૂક્યો. તેથી આપણે ચેટક રાજાનો નિગ્રહ કરવો જોઈએ, તેમને દંડિત કરવા જોઈએ.
તે કાલ આદિ દશકુમારોએ કૂણિક રાજાની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી તે કોણિક રાજાએ તે કાલ, સુકાલ આદિ દશકુમારોને કહ્યું, હે દેવાનુપ્રિયો ! તમે લોકો પોતપોતાના રાજ્યમાં જાઓ અને પ્રત્યેક સ્નાન યાવત્ - પ્રાયશ્ચિત્ત આદિ કરીને શ્રેષ્ઠ હાથી પર આરૂઢ થઈને પ્રત્યેક અલગ-અલગ ૩,૦૦૦ હાથીઓ, ૩,૦૦૦ રથો, ૩,૦૦૦ ઘોડાઓ અને ત્રણ કરોડ મનુષ્યોને સાથે લઈને તેમજ કોણિક પણ પોતાનું આ બધું લઈને એ રીતે બધું જ ૩૩,૦૦૦ ૩૩,૦૦૦ જાણવું. એ રીતે સમસ્ત ઋદ્ધિ–વૈભવ – યાવત્ – સર્વ પ્રકારના સૈન્ય, સમુદાય અને આદરપૂર્વક સર્વ પ્રકારની વેશભૂષાથી સજ્જ થઈને, સર્વ વિભૂતિ, સર્વ સંભ્રમ, સર્વ પ્રકારે સુગંધિત પુષ્પ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર, સર્વ દિવ્ય વાદ્યસમૂહોની ધ્વનિ, પ્રતિધ્વનિ, મહાન્ ઋદ્ધિ, મહાદ્યુતિ, મહાબલ, શંખ, ઢોલ, પટહ, ભેરી, ખરમુખી, હુડુક્ક, મુરજ, મૃદંગ, દુંદુભિના ઘોષના ધ્વનિની સાથે પોતપોતાના નગરમાં પ્રસ્થાન કરો, પ્રસ્થાન કરીને મારી પાસે એકત્રિત થાઓ.
-
૧૬૦
-
-
--
ત્યારે તે કાલ, સુકાલ આદિ દશે કુમારો, કોણિક રાજાના આ કથનને સાંભળી પોતપોતાના રાજ્યમાં ગયા. પ્રત્યેકે સ્નાન કર્યું – યાવત્ - જ્યાં કોણિક રાજા હતો ત્યાં આવ્યા. આવીને બંને હાથ જોડીને કોણિકને વધાવ્યો. ત્યારપછી કોણિક રાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ આજ્ઞા આપી કે હે દેવાનુપ્રિયો ! જલ્દી આભિષય હસ્તીરત્નને સજ્જિત કરો. ઘોડા, હાથી, રથ અને શ્રેષ્ઠ યોદ્ધાઓથી સુગઠિત ચતુરંગિણી સેનાને સુસન્નદ્ધ કરો – યાવત્ – તેમણે કાર્ય પૂર્ણ કરવાની સૂચના આપી.
Jain Education International
—
ત્યારપછી કૂણિક રાજા જ્યાં સ્નાનગૃહ હતું, ત્યાં આવ્યો. મોતીઓના સમૂહથી યુક્ત હોવાથી મનોહર, ચિત્ર-વિચિત્ર મણિરત્નોથી ખચિત ભૂમિતલવાળા, રમણીય, સ્નાનમંડપમાં વિવિધ મણિરત્નોના ચિત્રોથી ચિત્રિત સ્નાનપીઠ પર સુખપૂર્વક બેસીને તેણે શુભ, પુષ્પોદકથી, સુગંધિત અને શુદ્ધ જળથી કલ્યાણકારી ઉત્તમ સ્નાનવિધિથી સ્નાન કર્યું.
For Private & Personal Use Only
www.jainelibrary.org