________________
શ્રાવક કથા
૧૫૧
સંપન્ન, સન્માનિત અને નિવૃત્ત થઈ ગયા. ત્યારપછી તે ગર્ભને સુખપૂર્વક વહન કરવા લાગી.
જો કે જ્યારે ચેલણા શ્રેણિકને જોતી હતી ત્યારે તેણીને ઘણો જ ખેદ થતો હતો, પણ જ્યારે ગર્ભ વિશે વિચારણા કરતી હતી ત્યારે તેણીને એમ થતું હતું કે હું આ બધું જ માંસ કેમ ન ખાઈ જઉં ? અને એ રીતે તેણીનો દોહદ પૂર્ણ થયો. ૦ ગર્ભ વિનાશ સંબંધે ચેલણાનો પ્રયત્ન, પુત્રનો જન્મતા જ ત્યાગ :
કેટલોક સમય વ્યતીત થયા બાદ એક વખત ચેલણાદેવીને મધ્યરાત્રિમાં જાગતાજાગતા આ પ્રકારનો આ – યાવતું – વિચાર ઉત્પન્ન થયો કે, હું રાજા સાથે આંખ મિલાવી શકતી નથી. તે કદાચ આ ગર્ભનો જ દોષ છે. આ બાળકે ગર્ભમાં આવતા જ પિતાની ઉદરાવલિનું માંસ ખાધું છે. તેથી આ ગર્ભને નષ્ટ કરી દેવો, પાડી દેવો, ગાળી દેવો અને વિધ્વસ્ત કરી દેવો જ મારે માટે શ્રેયસ્કર થશે.
તેણીએ આવો નિશ્ચય કરીને અનેક ગર્ભની નાશક – યાવત્ – વિધ્વસ્ત કરનારી ઔષધીઓથી તે ગર્ભને નષ્ટ – યાવત – વિધ્વસ્ત કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ગર્ભ નષ્ટ ન થયો. ન પડ્યો, ન ગળ્યો, ન વિધ્વસ્ત થયો. ત્યારપછી જ્યારે ચેલ્લાદેવી તે ગર્ભને – યાવત્ – વિધ્વસ્ત કરવામાં સમર્થ ન થઈ, ત્યારે શ્રાંત, કુલાંત, ખિન્ન અને ઉદાસ થઈને અનિચ્છતાપૂર્વક વિવશતાથી દુસ્સહ આર્તધ્યાનથી ગ્રસ્ત થઈને તે ગર્ભનું પરિપાલન કરવા લાગી.
ત્યારપછી નવ માસ પૂર્ણ થયા પછી ચેલણાદેવીએ એક સુકુમાર અને સ્વરૂપવાનું બાળકને જન્મ આપ્યો. પછી ચેલણાદેવીને વિચાર આવ્યો કે, જો આ બાળકે ગર્ભમાં રહીને જ પિતાની ઉદરાવલિનું માંસ ખાધું છે, તો શક્ય છે કે આ બાળક મોટો થયા પછી
ક્યાંક અમારા કુળનો પણ અંત કરનારો થાય ! તેથી આ બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દેવો જ ઉચિત રહેશે.
આ પ્રકારનો સંકલ્પ કરીને પોતાની દાસચેટીને બોલાવી, તેમને કહ્યું કે, તું જા અને આ બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંકી આવ. ત્યારપછી તે દાસચેટીએ ચલ્લણાદેવીની આ આજ્ઞાને સાંભળીને બંને હાથ જોડી – યાવત્ – ચેaણાદેવીની આ આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી. તે અશોકવાટિકામાં ગઈ અને તે બાળકને એકાંત ઉકરડામાં ફેંકી દીધો. તે બાળકને એકાંતમાં ઉકરડામાં ફેંક્યા પછી તે અશોકવાટિકા પ્રકાશ વડે વ્યાપ્ત થઈ ગઈ.
આ સમાચાર સાંભળીને રાજા શ્રેણિક અશોકવાટિકામાં પહોંચ્યો. ત્યાં તે બાળકને જોઈને ક્રોધિત થઈ ગયો – થાવત્ – રોષાયમાન થઈ, કુપિત અને ચંડિકાવતું રૌદ્ર થઈને દાંતોને કચકચાવતા તેણે એ બાળકને હથેળીઓમાં લીધો અને જ્યાં ચલણાદેવી હતી, ત્યાં આવ્યો. ચલણાદેવીની નિર્ભર્સના કરી, કઠોર વચનો કહીને અપમાનિત કરી, ધમકાવી. પછી કહ્યું કે, તે મારા પુત્રને એકાંત ઉકરડામાં કેમ ફેંકાવી દીધો ? ચેલણાદેવીને સોગંદો આપીને કહ્યું કે, હે દેવાનુપ્રિયે ! આ બાળકની દેખરેખ કર, તેનું પાલન-પોષણ અને સંવર્ધન કર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org