________________
૧૫૦
આગમ કથાનુયોગ-૫
પોતાના આવાસગ્રહથી બહાર નીકળ્યો. જ્યાં શ્રેણિક રાજા હતો, ત્યાં આવ્યો. તેણે શ્રેણિક રાજાને નિરુત્સાહિત જેવા જોયા. તે જોઈને અભય બોલ્યો, હે તાત ! પહેલા
જ્યારે પણ તમે મને આવતો જોતા તો હર્ષિત – યાવત્ – સંતુષ્ટ હૃદય થતા હતા, પરંતુ આજ એવી શું વાત છે કે આપ ઉદાસ – યાવત્ – ચિંતામાં ડૂબેલા છો ? હે તાત! જો હું આ વૃત્તાંતને સાંભળવા યોગ્ય હોઉં તો આપ સત્ય અને કોઈ પણ સંકોચ વિના મને કહો, જેથી હું તેનો હલ કરવાનો ઉપાય કરું.
અભયકુમારે આ રીતે કહ્યું, ઘણો આગ્રહ કર્યો, શપથ આદિ આપ્યા ત્યારે શ્રેણિકે અભયકુમારને કહ્યું કે, હે પુત્ર ! તારી અપરમાતા ચેલણાદેવીને તે ઉદાર – યાવત્ – મહાસ્વપ્ન જોયાના ત્રણ માસ વીત્યા પછી – યાવત્ – આવો દોહદ ઉત્પન્ન થયો છે કે તે મારી ઉદરાવલિના શુલિત આદિ માંસ વડે પોતાનો દોહદ પૂર્ણ કરવા ઇચ્છે છે. ઇત્યાદિ. પરંતુ ચેaણાદેવી તે દોહદના પૂર્ણ ન થઈ શકવાને કારણે શુષ્ક – યાવત્ – ચિંતિત થયેલી છે. તેથી હે પુત્ર ! તે દોહદની પૂર્તિ માટે આયો – યાવત્ – સ્થિતિને ન સમજી શકવાથી હું ભગ્રમનોરથ – યાવત્ - ચિંતિત થયેલો છું.
શ્રેણિક રાજાના આ મનોગત ભાવને સાંભળ્યા પછી અભયકુમારે રાજા શ્રેણિકને કહ્યું, હે તાતઆપ ભગ્ર મનોરથ – યાવત્ – ચિંતિત ન થાઓ, હું એવો કોઈ ઉપાય કરીશ કે જેથી મારી નાની માતા ચેલણા દેવીના દોહદની પૂર્તિ થઈ શકશે. શ્રેણિક રાજાને આશ્વસ્ત કર્યા પછી અભયકુમાર જ્યાં પોતાનું ભવન હતું ત્યાં આવ્યો. આવીને ગુપ્ત રહસ્યોના જાણકાર આંતરિક વિશ્વસ્ત પુરુષોને બોલાવીને તેમને કહ્યું, તમે જાઓ અને શૂન્યાગારમાં જઈને તાજુ માંસ, લોહી અને વસ્તિપુટક લાવો.
તે રહસ્યજ્ઞાતા પુરુષ અભયકુમારની આ વાતને સાંભળીને હર્ષિત અને સંતુષ્ટ થયા - યાવત્ – અભયકુમારની પાસેથી નીકળ્યા. તાજુ માંસ, લોહી અને વસ્તિપુટકને લીધા.
જ્યાં અભયકુમાર હતા, ત્યાં આવીને બંને હાથ જોડીને – યાવત્ – તે માંસ, લોહી અને વસ્તિપુટક રાખ્યા.
ત્યારે અભયકુમારે તે લોહી અને માંસમાંથી થોડો ભાગ કાતરથી કાપ્યો. પછી જ્યાં શ્રેણિક રાજા હતા, ત્યાં આવ્યો. ત્યાં આવીને શ્રેણિક રાજાને એકાંતમાં સુવડાવ્યા. શ્રેણિક રાજાની ઉદરાવલિ પર તે આÁ રક્ત–માંસને ફેલાવી દીધું અને પછી વસ્તિપુટકને લપેટી દીધું છે એવું પ્રતિત થવા લાગ્યું કે જાણે લોહીની ધારા વહી રહી હોય. પછી ઉપરના માળે ચેલણાદેવીને અવલોકન કરવા માટે બેસાડી, બેસાડીને ચેલણાદેવીની સામે શ્રેણિક રાજાને શય્યા પર ચત્તા સુવડાવી દીધા. કતરણીથી શ્રેણિક રાજાની ઉદરાવલીનું માંસ કાપ્યું. કાપીને વાસણમાં રાખ્યું.
તે વખતે શ્રેણિક રાજાએ ખોટેખોટું મૂર્શિત થવાનો દેખાવ કર્યો અને તેના કેટલાંક સમય પછી પરસ્પર વાતચીત કરવામાં લીન થઈ ગયા. ત્યારપછી અભયકુમારે શ્રેણિક રાજાની ઉદરાવલીના માંસ ખંડોને લીધા. લઈને જ્યાં ચલણાદેવી હતી, ત્યાં આવ્યો અને આવીને ચેલણાદેવી સામે રાખ્યું ત્યારે ચેaણાદેવીએ શ્રેણિક રાજાની તે ઉદરાવલીના માંસથી – યાવત્ – પોતાનો દોહદ પૂર્ણ કર્યો. દોહદ પૂર્ણ થયા પછી ચેલણાદેવીના દોહદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org