________________
૨૫૮
આગમ કથાનુયોગ-૫
પ્રખ્ખલિત થાઉ કે પડી જાઉં તો ત્યાંથી મારે ઉઠવું ન કલ્પે. આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો
ત્યારપછી ઉત્તર દિશા તરફ મુખ કરીને ઉત્તર દિશા પ્રતિ મહાસ્થાનથી પ્રસ્થિત તે સોમિલ બ્રાહ્મણ ઋષિ અપરા કાળે ઉત્તમ અશોકવૃક્ષ પાસે આવી, ત્યાં નીચે કાવડ ઉતારીને રાખી. વેદિકા માટે સ્થાન જોયું. ત્યાં ઉપલેપન અને સમાર્જન કર્યું. કરીને દર્ભ અને કળશને હાથમાં લઈ ગંગા મહાનદીએ આવ્યો. શિવરાજર્ષિ સમાન ત્યાં બધાં કાર્ય કરીને – યાવત્ – ગંગા મહાનદીથી બહાર આવ્યો. પછી તે ઉત્તમ અશોકવૃક્ષના સ્થાને આવ્યો. ત્યાં દર્ભ અને કુશ તથા વાલુકાથી યજ્ઞ વેદિકાની રચના કરી – યાવતું – નિત્યપૂજા કરીને કાષ્ઠ મુદ્રાથી મુખ બાંધ્યું, મુખ બાંધીને મૌન થઈ ગયો. ૦ દેવ દ્વારા સોમિલને સંબોધ :
ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ સમક્ષ મધ્યરાત્રિએ એક દેવ પ્રગટ થયો. તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું, હે સોમિલ બ્રાહ્મણ ! તારી પ્રવજ્યા દુષ્પવ્રજ્યા છે. પછી તે દેવે સોમિલને બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહ્યું તો પણ સોમિલે તેની વાતનો આદર ન કર્યો, તે તરફ ધ્યાન ન આપ્યું – યાવત્ – તે મૌન જ રહ્યો. ત્યારે તે દેવ જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં પાછો ચાલ્યો ગયો.
ત્યારપછી સોમિલ બ્રાહ્મણ કાલે – યાવત્ – સૂર્યના પ્રકાશિત થયા પછી વલ્કલ પહેર્યા, કાવડ લીધી, અગ્નિહોત્રના ભંડોપકરણોને લઈને કાષ્ઠમુદ્રાને મુખે બાંધી. પછી ઉત્તર દિશા તરફ પ્રસ્થાન કર્યું. બીજે દિવસે અપરાળ કાળે તે સોમિલે સપ્તપર્ણ વૃક્ષ નીચે પોતાની કાવડ રાખી, વેદિકા યોગ્ય સ્થાન જોયું. પૂર્વે અશોકવૃક્ષ નીચે કરેલા સર્વ કાર્યો કર્યા – થાવત્ - અગ્રિહોમ કર્યો. કાષ્ઠમુદ્રાથી મુખ બાંધી મૌન બેઠી.
ત્યારે ફરીથી તે સોમિલ બ્રાહ્મણ સમક્ષ મધ્યરાત્રિ સમયે એક દેવ પ્રગટ થયો. ત્યારે આકાશમાં સ્થિત થયેલ તે દેવે પહેલાની માફક કહ્યું – યાવત્ – અનાદર પામેલ તે દેવ પાછો ચાલ્યો ગયો. ત્યારપછી કાલ – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી તે સોમિલે વલ્કલ પહેર્યા. કાવડ લીધી. કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું. પછી ઉત્તર દિશામાં ઉત્તરાભિમુખ થઈને પ્રસ્થિત થયો.
ત્યારપછી ત્રીજે દિવસે અપરાળ કાળે શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો. ત્યાં કાવડ રાખી, વેદિકા યોગ્ય સ્થાન – યાવતુ – ગંગા મહાનદીએ આવ્યો. પછી શ્રેષ્ઠ અશોકવૃક્ષ પાસે આવ્યો, વેદિકાની રચના કરી, અગ્નિ હોમ કર્યો. કાષ્ઠમુદ્રા બાંધી મૌન થઈને બેઠો. ત્યારે મધ્યરાત્રિએ તે સોમિલ પાસે એક દેવ પ્રગટ થયો. પૂર્વની માફક કહીને – યાવતું – પાછો ચાલ્યો ગયો. ત્યારપછી તે સોમિલે – યાવત્ - કાષ્ઠમુદ્રા બાંધી, ઉત્તરાભિમુખ થઈને ઉત્તરદિશામાં પ્રસ્થાન કર્યું. ૦ સોમિલ દ્વારા અણુવ્રતાદિ ગ્રહણ :
ત્યારપછી સોમિલ ચોથે દિવસે અપરાળ કાળે વટવૃક્ષે આવ્યો. કાવડ રાખી, વેદિકા બનાવી, વેદિકાનું ઉપલેપન અને સંમાર્જન કર્યું – યાવત્ – કાષ્ઠમુદ્રા વડે મુખ બાંધીને મૌન થઈને બેઠો. ત્યારે મધ્યરાત્રિએ સોમિલ સમીપે એક દેવ પ્રગટ થયો. પુનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org