________________
શ્રાવક કથા
પ્રવેશીને જલમજ્જન, જલક્રીડા, જલાભિષેક કર્યો. પછી અત્યંત સ્વચ્છ અને પરમશુદ્ધ થઈને દેવ અને પિતૃકૃત્ય કરીને દર્ભ અને કળશ હાથમાં લઈને ગંગા મહાનદીની બહાર નીકળ્યો. પોતાની ઝુંપડીએ આવ્યો. આવીને દર્ભ, કુશ અને વાલુકાની વેદી બનાવી. પછી શર, કાષ્ઠ બનાવ્યા, અરણિ બનાવી, શર અને અરણિને ઘસ્યા, ઘસીને અગ્નિ ઉત્પન્ન કર્યો. પછી અગ્નિને ધમ્યો, ધમીને સમિધ કાષ્ઠ નાંખ્યા, અગ્નિ પ્રજ્વલિત કર્યો. અગ્રિની જમણી તરફ સાત વસ્તુઓ સ્થાપી. તે આ પ્રમાણે :- (૧) સકત્થ, (૨) વલ્કલ, (૩) સ્થાન, (૪) શય્યાભાંડ, (૫) કમંડલુ, (૬) દંડદારુ અને (૭) સ્વયંપોતાને સ્થાપિત કર્યા.
૨૫૭
ત્યારપછી મધુ, ધૃત અને તંદુલથી અગ્નિમાં હવન કર્યો. પછી ઘીથી લિપ્ત હવનને યોગ્ય ચોખાને પકાવ્યા, પકાવીને બલિ:વૈશ્વદેવ કર્યું, કરીને અતિથિ પૂજા કરી અને તેને કરીને પછી સ્વયં ભોજન કર્યું.
ત્યારપછી સોમિલ બ્રાહ્મણ ઋષિ બીજો છટ્ઠ ગ્રહણ કરીને વિચરવા લાગ્યા. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ ઋષિએ બીજા છટ્ઠના પારણે પૂર્વોક્ત બધા કાર્યો કર્યા. યાવત્ ભોજન કર્યું. પરંતુ – વિશેષ - એ કે હે દક્ષિણ દિશાધિપતિ યમ મહારાજ ! પ્રસ્થાનને માટે પ્રસ્થિત મને સોમિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરજો અને તે દિશામાં કંદાદિ પુષ્પ છે, તે લેવાની આજ્ઞા પ્રદાન કર્રા. એમ કહીને તે દક્ષિણ દિશામાં
યાવત્
ગયા.
આ જ પ્રમાણે પશ્ચિમ દિશાના વરુણ મહારાજાની પ્રાર્થના કરી – યાવત્ – પશ્ચિમ દિશામાં ગયા. એ જ પ્રમાણે ઉત્તર દિશાના વૈશ્રમણ મહારાજાની પ્રાર્થના કરી – યાવત્ - ઉત્તરદિશામાં ગયા. આ પ્રકારે પૂર્વ આદિ ચારે દિશાઓ સમાન ચારે વિદિશાઓને માટે પણ જાણવું જોઈએ – યાવત્ – તે જ પ્રમાણે આચરણ કર્યું અને ભોજન કર્યું. ૦ સોમિલનું કાષ્ઠમુદ્રા દ્વારા મુખબંધન કરીને પ્રસ્થાન :
ત્યારપછી કોઈ સમયે મધ્યરાત્રિએ અનિત્ય જાગરણામાં જાગરણ કરતા તે સોમિલ બ્રાહ્મણ ઋષિને આવો – યાવત્ - સંકલ્પ ઉત્પન્ન થયો. વારાણસીનો હું સોમિલ નામે બ્રાહ્મણ ઋષિ અત્યંત કુલીન બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો. મેં વ્રતાદિ આચર્યા યાવત્ – યજ્ઞસ્તંભ રોપ્યો – યાવત્ – હું પ્રવ્રુજિત થયો. પછી છઠ છટ્ઠ તપ કરતો વિચરી રહ્યો છું. હવે મારે કાલે — યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી અનેક દૃષ્ટિભ્રષ્ટ, પૂર્વ સાંગતિક અને પર્યાય સાંગતિક તાપસ પર્યાયના પરિચિત તાપસોને પૂછીને તથા આશ્રમ સંશ્રિત પ્રાણીઓને સંતુષ્ટ કરીને વલ્કલ વસ્ત્રોને પહેરીને, કાવડમાં પોતાના ભંડોપકરણોને રાખીને કાષ્ઠમુદ્રાથી મુખને બાંધીને ઉત્તરાભિમુખ થઈને ઉત્તર દિશામાં મહાપ્રસ્થાન માટે જાઉં.
-
–
આ પ્રમાણે વિચાર કર્યો, વિચારીને કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશિત થયા પછી અનેક તાપસો આદિને પૂછીને, સંતુષ્ટ કરીને – યાવત્ – કાષ્ઠ મુદ્રાથી મુખને બાંધ્યું, પછી આવો અભિગ્રહ કર્યો – જ્યાં ક્યાંય પણ તે જળ હોય કે સ્થળ હોય, દુર્ગ હોય કે નીચું સ્થાન હોય, પર્વત હોય કે વિષમ સ્થાન હોય, ખાડો હોય કે ગુફા હોય તેમાં ક્યાંય પણ Jain |૫/૧૭ |ernational
For Private & Personal Use Only
www.jainelibrary.org