________________
૨૫૬
આગમ કથાનુયોગ-૫
બહાર ઘણાં જ બગીચા બનાવ્યા. હવે મારે ઉચિત છે કે કાલે – યાવત્ – સૂર્ય પ્રકાશમાન થયા પછી અનેક લોકડાઈ, કડછી, તાંબાના તાપસ પાત્રોને ઘડાવીને વિપુલ માત્રમાં અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય ભોજન બનાવીને મિત્રો, જ્ઞાતિજનો આદિને આમંત્રિત કરીને તેઓને વિપુલ અશન આદિ – યાવત્ – ભોજનથીત સન્માન કરીને – યાવત્ - મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને તે મિત્રો આદિની – યાવત્ અનુમતિ લઈને અનકે લોહ કડાઈ, કડછી, તાપસ યોગ્ય તાંબાના પાત્રો લઈને જે આ ગંગાતટવાસી વાનપ્રસ્થ તાપસ થઉં.
| (તાપસનું વર્ણન કરતા જણાવે છે કે, જેમકે – હોત્રિક, પૌત્રિક, કૌત્રિક, યજ્ઞયાજી, શ્રાદ્ધકી, સ્થાનકી, હુંડિકા શ્રમણ, દંતો દૂરવલિક, ઉન્મજક, સમ્મજક, નિમજક, સંપ્રક્ષાલક, દક્ષિણકૂલ, ઉત્તરફૂલવાસી, શંખદમા, કૂલદમા, મૃગલુબ્ધક, હસ્તિતાપસ, ઉદંડા, દિશાપ્રોક્ષી, વકવાસી, બિલવાસી, જલવાસી, વૃક્ષમૂલક, અંબુભસી, વાયુભસી, શેવાલભોજી, મૂલભોજી, કંદભોજી, ત્વચાભોજી, પત્રભોજી, પુષ્પભોજી, ફલાહારી, બીજાહારી, સડે લ–ગળેલ કંદમૂલ, ત્વચા, પત્ર, પુષ્પ, ફળ ભોજી, જલાભિષેકથી કઠિન શરીરવાળા, સૂર્ય આતાપના અને પંચાગ્નિ તાપમાં અંગારશૌલ્ય અને કંદુશૌલ્ય (તાપસો)ની સમાન પોતાના શરીરને કષ્ટ દેતા વિચરે છે.
આમાં જે દિશપ્રોક્ષક તાપસ છે, તેમની પાસે દિશા પ્રોક્ષકરૂપે ધ્વજિત થાઉ, પ્રવ્રજિત થઈને પણ આ આવા પ્રકારનો અભિગ્રહ કરું કે, માવજીવન નિરંતર છઠછઠ દિકુ ચક્રવાલ તપસ્યા કરતો સૂર્યાભિમુખ ભુજા ઉઠાવીને આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચરું, આવો વિચાર કર્યો, વિચાર કરીને – યાવત્ – (બીજે દિવસે) સૂર્યના પ્રકાશિત થયા પછી અનેક લોક કડાઈ – યાવત્ – તાંબાના પાત્રો લઈને દિશપ્રોક્ષક તાપસરૂપે પ્રવજિત થઈ ગયો. પછી અભિગ્રહપૂર્વક પહેલા છઠનું તપ
સ્વીકારીને વિયરવા લાગ્યો. ૦ દિશાપ્રોક્ષક તાપસચર્યા :
ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા છઠના પારણે આતાપના ભૂમિથી નીચે આવ્યો, તે વલ્કલ વસ્ત્રધારી તાપસ પોતાની ઝુંપડીએ પહોંચ્યો, તેણે કિઢિણ સંકાયિક કાવડ લીધી. પછી પૂર્વ દિશાને જલથી સીંચીને કહ્યું, હે પૂર્વ દિશા અધિપતિ સોમ મહારાજ ! પ્રસ્થાન માર્ગે પ્રસ્થિત એવા મને સોમિલ બ્રાહ્મણ ઋષિની રક્ષા કરો રક્ષા કરો.
ત્યાં જે કંઈ પણ કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલી વનસ્પતિ છે, તેને લેવાની આજ્ઞા આપો. એમ કહીને પૂર્વ દિશામાં ગયો. ત્યાં જઈને જે કંઈ પણ કંદ – થાવત્ – વનસ્પતિઓ હતી, તેને લીધી, કાવડ ભરી, ભરીને દર્ભ, કુશ, વૃક્ષના તોડેલ પાંદડા અને સમિધકાષ્ઠ લીધા. લઈને પોતાની ઝુંપડીએ આવ્યો. કાવડ રાખી, વેદિકા બનાવવાનું સ્થાન નિશ્ચિત કર્યું, કરીને ઉપલેપન અને સંમાર્જન કર્યું.
ત્યારપછી દર્ભ અને કળશ લઈને ગંગા મહાનદીએ પહોંચ્યો. ગંગા નદીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org