________________
શ્રાવક કથા
૨૫૯
પૂર્વવત્ કહ્યું – યાવતું – પાછો ચાલ્યો ગયો. ત્યારપછી વલ્કલધારી તે સોમિલે – યાવતું - સૂર્ય પ્રકાશિત થયા પછી કાવડ લીધી – ચાવત્ – કાષ્ઠમુદ્રા વડે મુખ બાંધ્યું. ઉત્તરાભિમુખ થઈને ઉત્તર દિશામાં પ્રસ્થાન કર્યું.
ત્યારપછી સોમિલે પાંચમા દિવસે અપરા સમયે ઉદુમ્બર વૃક્ષે આવ્યો. ત્યાં કાવડ રાખી, વેદિકા બનાવી – યાવતુ- કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું – યાવત્ – મૌન રહ્યો. ત્યારે મધ્યરાત્રિએ એક દેવ આવ્યો – યાવત્ – તેણે સોમિલને કહ્યું, હે પ્રવજિત સોમિલ ! તારી આ પ્રવજ્યા છે. તે દેવે બે વખત, ત્રણ વખત આ પ્રમાણે કહ્યું.
ત્યારે – યાવત્ – સોમિલે તે દેવને કહ્યું કે, હે દેવાનુપ્રિય ! મારી આ પ્રવજ્યા દુwવજ્યા કેમ અને કઈ રીતે છે ? ત્યારે તે દેવે સોમિલને કહ્યું, તેં પુરષાદાનીય પાર્થ અત્ની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત રૂપે બાર વ્રતરૂપ શ્રાવકધર્મ સ્વીકારેલ.
ત્યારપછી કોઈ દિવસે મધ્યરાત્રિએ કુટુંબ જાગરણ કરતા તને વિચાર આવ્યો – ઇત્યાદિ સર્વ કથન તે દેવે કર્યું. – યાવત્ – હે સોમિલ ! આ પ્રકારે તારી પ્રવજ્યા, દુષ્પવ્રજ્યા છે.
ત્યારે સોમિલે તે દેવને કહ્યું, હે દેવાનુપ્રિય ! હવે તમે જ કહો કે હું કઈ રીતે સુપ્રવૃજિત બનું? ત્યારે તે દેવે સોમિલને કહ્યું કે, તું પહેલાની માફક ફરી પાંચ અણુવ્રતને સ્વયમેવ સ્વીકારી વિચારીશ તો તારી પ્રવજ્યા સુપ્રવજ્યા થઈ જશે. પછી તે દેવે સોમિલને વંદન–નમન કર્યું – થાવત્ – પાછો ચાલ્યો ગયો. ત્યારે તે સોમિલ બ્રાહ્મણ ફરીથી તે પાંચ અણુવ્રતને ગ્રહણ કરી વિચરવા લાગ્યો. ૦ સોમિલની સંલેખના અને ગતિ :
ત્યારપછી સોમિલે અનેક ઉપવાસ, છઠ, અઠમ – યાવત્ – માસક્ષમણ રૂપ વિવિધ તપ ઉપધાનથી પોતાના આત્માને ભાવિત કર્યો. ઘણા વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કર્યું. પછી અર્ધમાસિક સંલેખના દ્વારા આત્માની શુદ્ધિ કરી અને અનશન દ્વારા ત્રીશ ભક્તોનું છેદન કર્યું. પણ તે પૂર્વકૃત્ પાપસ્થાનની આલોચના, પ્રતિક્રમણ ન કર્યા અને સમ્યકત્વની વિરાધનાથી કાલમાસમાં કાળ કરીને શુક્રાવતંસક વિમાનની ઉપપાત સભામાં દેવશયનીય શય્યામાં – યાવત્ – શુક્ર મહાગ્રહરૂપે ઉત્પન્ન થયો.
- ત્યારપછી તે શુક મહાગ્રહે તત્કાળ ઉત્પન્ન થઈ ભાષા આદિ પાંચ પર્યાપ્તિ પૂર્ણ કરી. હે ગૌતમ ! આ કારણે તે શુક્ર મહાગ્રહે તે દિવ્ય દેવદ્ધિ – યાવત્ – અધિગત કરી. તે શુક્રની એક પલ્યોપમ સ્થિતિ છે.
હે ભદંત ! તે શુક્ર મહાગ્રહ આયુલય, ભવક્ષય અને સ્મિથતિશય કરીને તે દેવલોકથી ચ્યવીને ક્યાં જશે ?
હે ગૌતમ ! તે શુક્ર મહાગ્રત મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ થશે – યાવતું - સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :પુષ્કિ. ૫ થી ૭;
—- — — —
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org