________________
૨૬૦
૦ જિનદત્ત શ્રાવક કથા -
પાંચમાં આરાને અંતે ચતુર્વિધ સંઘમાં ફક્ત ચાર વ્યક્તિ રહેશે. દુષ્પ્રસહ અણગાર, વિષ્ણુશ્રી સાધ્વી, જિનદત્ત શ્રાવક અને ફલ્ગુશ્રી શ્રાવિકા.
આ જિનદત્ત શ્રાવકના ગુણો ઘણાં દિવસ સુધી વર્ણવી શકાય તેવા હશે. તેનું આયુષ્ય સોળ વર્ષનું હશે. તે આઠ વર્ષનો શ્રાવક પર્યાય પાળશે. પછી પાપની આલોચના કરીને નિઃશલ્ય થઈને નમસ્કાર સ્મરણમાં પરાયણ બનીને એક ઉપવાસભક્ત ભોજન પ્રત્યાખ્યાન કરવાપૂર્વક સૌધર્મકલ્પે દેવરૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી તેમનું નીચે મનુષ્યલોકમાં આગમન થશે.
૦ આગમ સંદર્ભ
મહાન. ૮૧૧
રાજા
૦ શ્રેણિક શ્રાવક કથા ઃ
-૦- શ્રેણિક રાજાની કથા ત્રણ ભવોમાં વર્ણવાએલ છે. (૧) પૂર્વભવે સુમંગલ રાજા, (૨) વર્તમાનમાં શ્રેણિકનો ભવ, (૩) ભાવિમાં મહાપદ્મ તીર્થંકર.
-૦- રાજા શ્રેણિકનો ભાવિ ભવ આગામી ચોવીસીના તીર્થંકર મહાપદ્મનો છે. જેમાં તેના બીજા નામો વિમલવાહન અને દેવસેન પણ છે. તેના આ ભાવિભવનું વર્ણન ભાવિ તીર્થંકર ચરિત્રના કથાનકમાં અપાઈ ગયેલ છે.
-
-~
→
-૦- શ્રેણિકનો પૂર્વભવ કે જેમાં તે સુમંગલ નામે રાજા હતો, તેનું વર્ણન કોણિક શ્રાવકના કથાનકમાં આવી ગયેલ છે. જુઓ કોણિક કથા.
સુમંગલ રાજા મૃત્યુ પામીને વ્યંતર થયો તે ઉલ્લેખ કોણિકમાં થયો છે. –૦− ત્યાંથી ચ્યવીને તે શ્રેણિક થયો તે કથા અત્રે વર્ણવેલ છે.
આગમ કથાનુયોગ-૫
~~~ ભગવંત મહાવીરના ભક્તરૂપે, ભગવંતની દેશનાના શ્રવણોના પ્રસંગોમાં, અભયકુમારમાં, મેઘકુમારમાં, મેતાર્યમુનિમાં, કોણિક રાજામાં, કાલી આદિ તેની રાણીઓની કથામાં, શાલીભદ્ર, ધન્ય આદિની કથાઓમાં, ભગવંતને શ્રેણિકે અનેક વખતે પૂછેલા પ્રશ્નોમાં, આર્દ્રકુમાર કથામાં, સ્કંદક અણગારમાં ઇત્યાદિ અનેક કથાનકોમાં શ્રેણિક ચરિત્રના અનેક અંશો નોંધાયેલા જ છે.
~~~ અહીં શ્રેણિક ચરિત્રની મુખ્ય કથા અને ઘટનાને ક્રમબદ્ધ કરેલી છે, તો પણ ઉપરોક્ત કથાનકોમાં શ્રેણિકના સંદર્ભો જોવા ઇચ્છનીય છે.
Jain Education International
૦ શ્રેણિકની કથાના આગમ સંદર્ભો :
(સામાન્યથી કથાને અંતે જ આગમ સંદર્ભો આપેલ છે. અહીં તે પરંપરાનો ભંગ કરી પૂર્વે આગમ સંદર્ભે રજૂ કર્યા છે, જેથી તેની પ્રચૂરતા સમજી શકાય.)
૦ આગમ સંદર્ભ :-- આયા.ગ્રુપૃ. ૨૨૮; 5. ૮૭૦, ૮૭૨;
આયા.મૂ. ૧૮૮ની વૃ;
ઠા. ૩૬૦, ૮૭૨, ૯૭૪ની :
For Private & Personal Use Only
સૂય.નિ. ૧૯૩ની વૃ;
સમ ૩૫૫, ૩૬૧;
www.jainelibrary.org