SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ કથાનુયોગપ તે માટે તેણે ખરીદ્યા ન હતા. વળી જો રાજપુરુષો જાણે તો પોતાની ઘરની મૂડી સહિત સર્વસ્વ અપહરણ કરી લે. તેથી તેમજ ઇચ્છા પરિમાણથી તેની મૂડીની અધિકતા થવાથી વ્રતભંગ થાય. પ્રાણનાશ કરતાંએ વ્રતભંગ ઘણો ભયંકર છે એ અભિપ્રાયથી તે શ્રાવકે ખરીદ ન કરી. ૨૮૬ કોઈ સમયે લોભીનંદને ઉત્સવમાં જવાનું ફરજિયાત બન્યું. પોતાના પુત્રોને સમજાવીને કહ્યું કે, તળાવ ખોદનારા કર્મકરો કોશ વેચવા આવે તો ખરીદ કરી લેવા. જ્યારે કર્મકો કોશ લઈને દુકાને આવ્યા ત્યારે અધિક ધન લઈને તેને ખરીદી લીધા. કેટલાંક ઉતાવળીયા કર્મકરોએ અધિક મૂલ્ય માંગ્યુ. ત્યારે પુત્રે કોશને દુકાનની બહાર ફેંક્યા. ઉપરનો કાટ ખરી પડતાં અંદરનું સુવર્ણ દેખાયું. તેમણે રાજ્યાધિકારીને આ વાત કરી. રાજાએ મજુરોને બોલાવીને પૂછ્યું કે તમે આ કોશ કોને—કોને વેચ્યા ? ત્યારે તે કર્મકરોએ સત્ય વૃત્તાંત કહી જણાવ્યો. ત્યારે પૂછ્યું કે જિનદત્ત શ્રાવકે આ કોશ કેમ ખરીદ ન કર્યા. ત્યારે ખબર પડી કે તેણે ઇચ્છા પરિમાણ વ્રતના ભંગના ભયથી ખરીદ ન કર્યાં. ત્યારે રાજાએ તેના શુદ્ધ વ્યવહારથી શ્રાવકની મહા ગૌરવરૂપ પૂજા કરી અને કોશ ખરીદનાર લુબ્ધનંદનું સર્વસ્વ હરણ કરી લીધું. પછી તેને શૂળીએ ચડાવ્યો. શ્રાવકને શ્રીગૃહના રક્ષકરૂપે સ્થાપિત કર્યો. ૦ આગમ સંદર્ભ : આવ.યૂ.૧-પૃ. ૫૨૮; X— ૦ જિનદેવ શ્રાવક કથા ઃ સાકેત નગરમાં રહેતો ભગવંત મહાવીરનો અનુયાયી નામે જિનદેવ નામક શ્રાવક હતો. તે ચિલાત રાજાને ભગવંત મહાવીરની નિશ્રામાં મળેલ (આ કથા ચિલાત–૨ સાધુની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ ચિલાત શ્રમણ) ૦ આગમ સંદર્ભ : આવ.નિ. ૧૨૧૦ ની ; X Jain Education International × આવ.નિ. ૯૧૨ની વૃ; ૦ જિનદેવ શ્રાવક કથા - ચંપાનગરીમાં જિનદેવ નામે શ્રાવક હતો. સાર્થવાહે ઉદ્ઘોષણા કરી કે જેમને અહિચ્છત્રા આવવું હોય તે ચાલો, અમારો સાર્થ ત્યાં જઈ રહ્યો છે. રસ્તામાં તે સાર્થને ભીલ લોકોએ લૂંટી લીધા. તે શ્રાવક પણ નાસીને અટવીમાં પ્રવેશ્યો – યાવત્ – આગળ અગ્નિનો ભય અને પાછળ વાઘનો ભય, એ રીતે બંને તરફથી સપડાયો. તે શ્રાવક ભય પામ્યો. પોતાને અશરણ જાણીને તેણે આપમેળે ભાવશ્રાવક લિંગને ધારણ કર્યું. તેણે સામાયિક પ્રતિમા અંગીકાર કરી. ત્યાં તે શ્વાપદજંગલીપશુનો શિકાર બન્યો. તો પણ સામાયિક પ્રતિમામાં સ્થિત રહીને સિદ્ધ થયો. For Private & Personal Use Only આવ યૂ.૨૫ ૨૦૩; www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy