SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૯૫ હતી. અત્યંત કાળો હોવાથી પૃથ્વીની વેણી સમાન પ્રતીત લાગતી હતી. તે પોતાના ઉત્કૃષ્ટ, ઉગ્ર, સ્કૂટ, કુટિલ, જટિલ, કર્કશ, વિકટ ફેણ ફેલાવીને રહ્યો હતો. લુહારની ધમણની સમાન તે ફંફાડા મારી રહ્યો હતો. તેમજ દુદાંત, તીવ્ર રોષથી ભરેલો હતો. આવા દેવમાયાજન્ય સર્પરૂપની વિફર્વણા કરીને તે દેવ જ્યાં પૌષધશાળા હતી, તેમાં પણ જ્યાં શ્રમણોપાસક કામદેવ ધર્મધ્યાનમાં રત થઈને રહેલો હતો, ત્યાં આવ્યો, આવીને કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું અરે ઓ કામદેવ ! – યાવત્ – તું જ્યાં સુધી શીલ, વ્રત ઇત્યાદિનો ભંગ નહીં કરે તો હું હમણાં જ આ જ સમયે તારા શરીર પર સર-સર કરતો ચઢીશ, ચઢીને પાછળના ભાગથી – પૂંછડી વડે તારા ગળાને ત્રણ વખત લપેટી લઈશ. લપેટીને તીક્ષ્ણ અને વિષયુક્ત દાઢાઓ વડે તારી છાતી પર ડંખ મારીશ. તેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાન અને વિકટ દુઃખથી દુઃખિત થઈને કસમયે જ જીવનથી રહિત થઈ જઈશ. | સર્પરૂપધારી તે દેવ દ્વારા આ પ્રમાણે કહેવાયા છતાં પણ તે શ્રમણોપાસક કામદેવ નિર્ભય – યાવત્ – સમભાવપૂર્વક ધ્યાનમાં સ્થિર રહ્યો. ત્યારપછી તે સર્પરૂપધારી દેવે કામદેવ શ્રમણોપાસકને પૂર્વવત્ નિર્ભય, ત્રાસ, ઉદ્વેગ અને ક્ષોભરહિત, અવિચલ, અનાકુલ અને શાંત ભાવે ધર્મધ્યાનમાં સ્થિર જોયો ત્યારે બીજી અને ત્રીજી વાર પણ આ પ્રમાણે કહ્યું– અરે ઓ કામદેવ શ્રમણોપાસક ! હજી પણ તું જો શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસોને છોડીશ નહીં, ખંડિત કરીશ નહીં તો આ જ સમયે સરસર કરતો તારા શરીર પર ચઢી જઈશ, ચઢીને પૂંછડીના ભાગથી ત્રણ વખત તારા ગળે લપેટાઈ જઈશ, લપેટાઈને તીવ્ર, વિષયા દાંતો વડે તારી છાતીમાં ડસી લઈશ. તેનાથી હે દેવાનુપ્રિય ! તું આર્તધ્યાનપૂર્વક અતિ વિકટ દુઃખોને ભોગવતો અકાળ જ તારા પ્રાણને ગુમાવી દઈશ. ત્યારે તે શ્રમણોપાસક કામદેવ તે સર્પધારી દેવ દ્વારા બીજી અને ત્રીજી વખત પણ આ પ્રમાણે કહેવાયું ત્યારે તે નિર્ભય – યાવત્ – સ્થિર રહ્યો. ત્યારપછી તે સર્પ રૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો, જોઈને અત્યંત શુદ્ધ, રુદ, કુપિત, ચંડિકાવત્ વિકરાળ થઈ અને દાંતોને કચકચાવતો સરસર કરતો કામદેવના શરીર પર ચડી ગયો. ચડીને પૂંછના ભાગથી કામદેવના ગળામાં ત્રણ લપેટ લગાવી દીધા અને લપેટીને પોતાના તીણ, ઝેરીલા દાંતોથી તેની છાતીમાં ડંખ માર્યા. ત્યારે તે કામદેવ શ્રમણોપાસકે તે તીવ્ર, વિપુલ, અત્યધિક કર્કશ, પ્રગાઢ, અતિ તીવ્ર, પ્રચંડ દુઃખદાયક અને દુસ્સહ વેદનાને શાંતિથી સહન કરી, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક અધ્યાસિત (સહન) કરી. ૦ કામદેવની દેવે કરેલ પ્રશંસા : ત્યારપછી તે સર્પ–રૂપધારી દેવે કામદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવતું – ધર્મધ્યાનમાં સ્થિર જોઈને અને તેને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, સુભિત અને વિપરિણામિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy