________________
૧૨૮
આગમ કથાનુયોગ-૫
ત્યારપછી કોઈ દિવસે સદાલપુત્ર આજીવિકોપાસકે હવાથી કંઈક સૂકા થયેલા માટીના વાસણોને અંદરના કોઠામાંથી બહાર લાવીને સૂકવવા માટે ધૂપમાં રાખ્યા.
ત્યારે આ જોઈને શ્રમણ ભગવંત મહાવીરે સદ્દાલપુત્ર આજીવિકોપાસકને પૂછ્યું, હે સદ્દાલપત્ર ! આ માટીના વાસણ કઈ રીતે બન્યા ?
ત્યારે સાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને જણાવ્યું કે, હે ભગવન્! સર્વ પ્રથમ માટી લાવ્યો, ત્યારપછી તેને પાણીમાં ભિંજાવી, પછી રાખ અને છાણ સાથે તેને ભેળવી, ભેળવીને ચાક પર રાખી ત્યારે આ અનેક કરક, વારક, ગડુક, પરાત, ઘડા, ઘડી, કળશ, અલિંજરક, જંબૂલક અને ઉષ્ટ્રિકા આદિ બનાવ્યા.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદાલપુત્રને એ પૂછયું કે, હે સદ્દાલપુત્ર ! આ બધાં માટીના વાસણો શું ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ વડે બનાવો છો કે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમ વિના બને છે ?
ત્યારે સદાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને કહ્યું, હે ભગવન્! આ બધાં વાસણો ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ પરાક્રમ વગર જ બને છે. ઉત્થાન, બળ, કર્મ, વીર્ય, પૌરુષ, પરાક્રમનું કોઈ અસ્તિત્વ જ નથી. બધાં ભાવો (થનારા કાર્યો) નિયત જ છે.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને કહ્યું, હે સદ્દાલપુત્ર! જો કોઈ પુરુષ હવા લાગેલા અથવા ધૂપમાં સૂકાવેલા કે પકાવાયેલા માટીના વાસણોને ચોરી લે, વિખેરી નાંખે, ફોડી નાંખે, છીનવી લે અથવા ફેંકી દે અથવા તારી અગ્રિમિત્રા ભાર્યાની સાથે વિપુલ ભોગપભોગોને ભોગવે તો શું તું તે પુરુષને દંડ આપીશ ?
હે ભગવન્! હું તે પુરુષને ઉપાલંભ આપીશ, મારીશ, પીટીશ, બાંધીશ, કચળી દઈશ, તર્જના કરીશ, ચેતવણી આપીશ, તાડન કરીશ, નિર્ભર્સના કરીશ અથવા અકાળે જ મારી નાંખીશ.
ત્યારે ભગવાન્ મહાવીરે કહ્યું, હે સદ્દાલપુત્ર ! જ્યારે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમ નથી. સર્વે ભાવ નિયત છે. તો તારી આ માન્યતા પ્રમાણે તો કોઈ પુરુષ તારી હવા લાગેલા કે પકાવાયેલ માટીના વાસણોને ચોરતો નથી, વિખેરતો નથી, ફોડતો નથી, છીનવતો નથી, ફેંકતો નથી કે અગ્નિમિત્રા ભાર્યાની સાથે વિપુલ કામભોગોને ભોગવતો નથી.
તેમજ તું તે પુરુષને ફટકારતો નથી, પીટતો નથી, બાંધતો નથી, રોંદતો નથી, તર્જના કરતો નથી, થપ્પડ વગેરે મારતો નથી. જોર-જબરજસ્તી કરતો નથી. તેની નિર્ભર્સના કરતો નથી કે કસમયે તેના પ્રાણ પણ લેતો નથી. (કેમકે સર્વે ભાવ નિયત છે.)
તેનાથી વિપરીત જો કોઈ પુરુષ હવા લાગેલા, પકાવાયેલા માટીના વાસણને ચોરે છે, વિખેરી નાંખે છે, ફોડે છે, છીનવે છે, ફેંકે છે અથવા તારી અગ્નિમિત્રા પત્ની સાથે વિપુલ કામભોગ ભોગવે છે અને ત્યારે તું તે પુરુષને મારે છે, પીટે છે, બાંધે છે, રોદે છે, તર્જના કરે છે, થપ્પડ આદિ મારે છે, જોરજબરજસ્તી કરે છે, નિર્ભર્લ્સના કરે છે અને કસમયે તેને જીવિતથી રહિત કરી દે છે. તો પછી જે તું એમ કહે છે કે ઉત્થાન, બળ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org