________________
શ્રાવક કથા
નીકળીને પોલાસપુર નગરના મધ્ય ભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં સહસ્રામવન ઉદ્યાન હતું, તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા. ત્યાં આવ્યો. આવીને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન—નમસ્કાર કર્યા. વંદન—નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, નમન કરતા, વિનયપૂર્વક, સામે બે હાથ જોડીને પર્વપાસના કરવા લાગ્યો.
પર્ષદાને
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે સદ્દાલપુત્ર આજીવિકોપાસક અને તે વિશાળ યાવત્ – ધર્મદેશના આપી.
૦ ભગવંત મહાવીર પાસે સદ્દાલપુત્રનું નિવેદન :–
હે સદ્દાલપુત્ર ! આ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રને સંબોધિત કરીને એમ કહ્યું કે, હે સદ્દાલપુત્ર ! કાલે બપોરે જ્યારે તું અશોકવાટિકામાં આવીને ગોશાલ મંખલિપુત્ર પાસેથી ગ્રહણ કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરીને વિચરી રહ્યો હતો ત્યારે એક દેવ તારી સામે પ્રગટ થયો. ત્યારપછી તે દેવે યાવત્ તને આ પ્રમાણે કહ્યું કે, હે સદ્દાલપુત્ર ! કાલે અહીં મહામાહણ – યાવત્ - પધારશે (ઇત્યાદિ સર્વે વર્ણન પૂર્વે દેવે જે પ્રમાણે સદ્દાલપુત્રને કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.)
તો હે સદ્દાલપુત્ર ! મારું આ કથન સત્ય છે ?
સદ્દાલપુત્રએ કહ્યું, હાં ! ભગવન્ ! યથાર્થ છે.
ત્યારે ભગવંતે કહ્યું કે, હે સદ્દાલપુત્ર ! તે દેવે આ વાત મંખલિપુત્ર ગોશાલને લક્ષ્યમાં રાખીને કહી ન હતી.
-
૧૨૭
-
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહ્યું, ત્યારે તે આજીવિકોપાસક સદ્દાલપુત્રને આવો આધ્યાત્મિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત સંકલ્પ ઉત્પન્ન થયો કે આ શ્રમણ ભગવંત મહાવીર મહામાહણ, અપ્રતિહત જ્ઞાનદર્શનના ધારક, અતીત, વર્તમાન, અનાગત સમયના જ્ઞાતા, અરહા, જિન, કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રૈલોક્ય વહિત, મહિત, પૂજિત, દેવ, મનુષ્ય, અસુર તથા સંપૂર્ણ લોકને અર્ચનીય, પૂજનીય, વંદનીય, નમસ્કરણીય, સત્કારણીય, સન્માનનીય, કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ, પર્યાપાસનીય – યાવત્ – સત્કર્મ સંપત્તિ સંપ્રયુક્ત છે.
તેથી મારે માટે એ ઉચિત છે કે શ્રમણ ભગવંત મહાવીરને વંદન—નમસ્કાર કરીને પ્રાતિહરિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક હેતુ આમંત્રિત કરું. આ પ્રમાણે વિચાર કર્યો અને વિચાર કરીને પોતાના સ્થાનેથી ઉઠ્યો, ઉઠીને ઊભો થયો. ઊભો થઈને શ્રમણ ભગવાન્ મહાવીરને વંદન—નમસ્કાર કર્યા. વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! પોલાસપુર નગરની બહાર મારી ૫૦૦ કુંભકાર કર્મશાળા છે. આપ ત્યાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરી બિરાજો.
Jain Education International
૦ ભ.મહાવીરનું સદ્દાલપુત્રને સંબોધન :–
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સદ્દાલપુત્રનું આ નિવેદન સ્વીકાર્યું અને સ્વીકારીને સદ્દાલપુત્ર આજીવિકોપાસકની ૫૦૦ કુંભકાર કર્મશાળામાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને ત્યાં બિરાજમાન થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org