________________
શ્રાવક કથા
૧૨૯
વીર્ય, પૌરષ પરાક્રમ નથી અને સર્વે ભાવ નિયત છે, તે કથન મિથ્યા છે.
આ વાત સાંભળીને સદ્દાલપુત્ર આજીવિકોપાસક સંબુદ્ધ થયો. ૦ સદાલપુત્ર દ્વારા શ્રાવક ધર્મ સ્વીકાર :
ત્યારપછી સફાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! હું આપની પાસે ધર્મ શ્રવણ કરવા ઇચ્છું છું. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે આજીવિકોપાસક સાલપુત્રને તથા તે વિશાળ પર્ષદાને – ચાવત્ – ધર્મ કહ્યો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને અને અવધારીને તે આજીવિકોપાસક સદ્દાલપુત્ર હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રતિમાના, પરમ પ્રસન્ન, હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળો થઈને પોતાના સ્થાનેથી ઊભો થયો, ઊભો થઈને શ્રમણ. ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદન-નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને પછી આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – (આ સર્વકથન આનંદ અને કામદેવ શ્રાવકની કથામાં કહેવાઈ ગયેલ છે, તે પ્રમાણે જાણવું) હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર કરવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ વિલંબ ન કરો.
ત્યારપછી તે સદાલપુત્ર આજીવિકોપાસકે શ્રમણ ભગવંત મહાવીર પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર કર્યો, સ્વીકારીને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને જ્યાં પોલાસપુર નગર હતું અને તેમાં જ્યાં પોતાનું ઘર હતું, તે ઘરમાં જ્યાં તેની અગ્રિમિત્રા ભાર્યા હતી ત્યાં આવ્યો, આવીને અગ્રિમિત્રા ભાર્યાને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયે ! મેં શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મને ઇષ્ટ, અતીવ ઇષ્ટ અને રુચિકર લાગ્યો છે. તેથી તું પણ જા અને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર, તેમનું સત્કાર-સન્માન કર અને કલ્યાણ, મંગલ, દેવ, ચૈત્યરૂપ તેમની પર્યુપાસના કર તથા શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત રૂ૫ બાર પ્રકારના શ્રાવકધર્મનો સ્વીકાર કર.
ત્યારે તે અગ્નિમિત્રાભાર્યાએ “તહત્તિ” એમ કહીને સદ્દાલપુત્ર શ્રમણોપાસકના એ કથનને વિનયપૂર્વક સ્વીકાર કર્યું. ૦ ભ.મહાવીર પાસે અગ્નિમિત્રા દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર :
ત્યારપછી સદ્દાલપુત્ર શ્રમણોપાસકે કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને તેઓને આ પ્રમાણે કહ્યું, હે દેવાનુપ્રિયો ! જલદીથી – યાવત્ (યાનવિષયક આ સમગ્ર વર્ણન આનંદ શ્રાવકની કથામાં તેની પત્ની શિવાનંદા જ્યારે ભગવંત મહાવીરને વંદના ગયા ત્યારે આવેલ છે, તે પ્રમાણે જ જાણવું) ધાર્મિક યાનપ્રવર સજ્જિત કરો.
ત્યારે કૌટુંબિક પુરુષોએ સદ્દાલપુત્ર શ્રમણોપાસકની આ આજ્ઞા સાંભળી, સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદ ચિત્ત, પ્રીતિમના, પરમપ્રસન્ન અને હર્ષાતિરેકથી વિકસિત હૃદયવાળા | ૫/૮,
Jain Education international
For Private & Personal Use Only
www.jainelibrary.org