________________
૧૩૦
આગમ કથાનુયોગ-૫
-
.
.
.
.
.
થઈને – યાવત્ – ધાર્મિક વાનપ્રવર ઉપસ્થિત કર્યો.
ત્યારપછી અગ્નિમિત્રા ભાર્યાએ સ્નાન કર્યું. બલિકર્મ કર્યું, કૌતુક, મંગલ, પ્રાયશ્ચિત્ત, કર્યા – યાવત્ – (શિવાનંદાભાર્યાની માફક) જ્યાં શ્રમણ ભગવંત વીર બિરાજમાન હતા, ત્યાં આવી, આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શ્રવણને માટે ઉત્કંઠિત થઈ, નમન કરતી, વિનયપૂર્વક, અંજલિ કરીને સ્થિત થઈ પપાસના કરવા લાગી.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે અગ્રિમિત્રા અને તે વિશાલ પર્ષદાને – યાવતુ - ધર્મોપદેશ આપ્યો.
ત્યારપછી અગ્નિમિત્રા ભાર્યા શ્રમણ ભગવંત મહાવીર પાસે ધર્મશ્રવણ કરી, હૃદયમાં અવધારીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પ્રીતિના, પરમપ્રસન્ન, હર્ષના વશથી વિકસિત હૃદયવાળી થઈને પોતાના આસનેથી ઉઠી, ઉઠીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી કરીને વંદન–નમસ્કાર કર્યા, નમસ્કાર કરીને આ પ્રમાણે બોલી, હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપ કહો છો.
આપ દેવાનુપ્રિયની પાસે જે પ્રમાણે અનેક ઉગ્ર, ભોગ, રાજન્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ, ભટ્ટ, યોદ્ધા, પ્રશાસ્તા, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગાર ધર્મમાં પ્રવ્રજિત થયા છે, તે પ્રકારે હું આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અનગાર ધર્મમાં દીક્ષિત થવા માટે તો સમર્થ નથી. પરંતુ હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવત રૂપ બાર પ્રકારનો ગૃહીંધર્મ સ્વીકાર કરવાને ઇચ્છું છું.
હે દેવાનુપ્રિયા ! જેમ સુખ ઉપજે તેમ કરો, વિલંબ ન કરો.
ત્યારપછી અગ્નિમિત્રા ભાર્યાએ શ્રમણ ભગવંત મહાવીરની પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીને શ્રમણ ભગવાન્ મહાવીરને વિંદન–નમસ્કાર કર્યા, વંદન–નમસ્કાર કરીને ઉત્તમ ધાર્મિક રથ પર આરૂઢ થઈને જે દિશામાંથી આવી હતી, તે જ દિશામાં પાછી ગઈ.
ત્યારપછી કોઈ એક દિવસે શ્રમણ ભગવંત મહાવીર પણ પોલાસપુરનગર સહસ્રામવન ઉદ્યાનથી પ્રસ્થાન કર્યું, પ્રસ્થાન કરીને બહારના જનપદોમાં વિચરવા લાગ્યા. ૦ સદાલપુત્ર અને અગ્નિમિત્રાની શ્રાવકચર્યા :
ત્યારપછી તે સદ્દાલપુત્ર શ્રમણોપાસક થઈ ગયો. અગ્નિમિત્રા ભાર્યા પણ શ્રમણોપાસિકા થઈ ગઈ. તેઓ બંને જીવ–અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈ ગયા – થાવત્ – તેઓ બંને શ્રમણ નિગ્રંથોને પ્રાશુક અને એષણીય એવા અશન, પાન, ખાદિમ, સ્વાદિમ (આહાર), વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રોંછન, ઔષધિ, ભૈષજ અને પ્રાતિહારિક એવા પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિથી પ્રતિલાભિત કરતા એવા વિચરવા લાગ્યા. ૦ ગોશાલક દ્વારા- ભ.મહાવીરનું ગુણકિર્તન :
ત્યારપછી ગોશાલક મંખલિપુત્રે આ સમાચાર સાંભળ્યા કે સાલપુત્ર આજીવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org