________________
૧૮૮
આગમ કથાનુયોગ-૫
સંબંધી પરિચિતજનોમાં આસક્ત થશે નહીં. ૦ દઢપ્રતિજ્ઞની પ્રવજ્યા અને સિદ્ધિગમન–નિરુપણ :
તે તથારૂપ સ્થવિરોની પાસે કેવળબોધિને પ્રાપ્ત કરશે. સમ્યકત્વ પ્રાપ્ત કરશે, બોધિને પ્રાપ્ત કરીને ગૃહવાસનો ત્યાગ કરીને અનગરત્વમાં પ્રવ્રજિત થશે. તે અણગાર ભગવંત ઇર્યાસમિતિથી સમિત – યાવત્ – ગુપ્ત બ્રહ્મચારી થશે.
તે ભગવંત દૃઢપ્રતિજ્ઞને આ પ્રકારની વિહારચર્યાથી પ્રવર્તમાન થઈને અનંત, અનુત્તર, નિર્ચાઘાત, નિરાવરણ, સંપૂર્ણ, પરિપૂર્ણ ઉત્તમ કેવળજ્ઞાન અને કેવળદર્શન ઉત્પન્ન થશે.
ત્યારે તે ભગવંત અર્હત્ જિન, કેવલી થશે. દેવ, મનુષ્ય, અસુરયુક્ત લોકના પર્યાયોને જાણશે, જોશે. તે આ પ્રમાણે – તેની આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, પશ્ચાતુકૃત ક્રિયા, પૂર્વકૃત્ ક્રિયા, મનોભાવ, માનસિક વૃત્તિ, ક્ષમિત, ભુક્ત, પ્રતિસેવિત, પ્રગટ કર્ય, ગુપ્ત કર્મ આદિને જાણી શકશે. આ પ્રમાણે તે અત, સર્વજ્ઞ, દૃઢ પ્રતિજ્ઞ તે કાળના મન, વચન, કાયયોગમાં પ્રવર્તમાન સમસ્ત લોક અને સમસ્ત જીવોના સર્વ ભાવોને જાણતા અને જોતા વિચરણ કરશે.
ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞા કેવળી ઘણાં વર્ષો સુધી કેવલી પર્યાયનું પાલન કરશે, પાલન કરીને એક માસની સંલેખના દ્વારા આત્માની શુદ્ધિ કરીને અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને જે લક્ષ્યને માટે નગ્નભાવ, મુંsભાવ, અસ્નાન, અદંતવન, કેશલોચ, કાષ્ઠશય્યા, પરઘર પ્રવેશ, લાભાલાભમાં સમભાવ, બ્રહ્મચર્યવાસ, અછત્રક, પાદુકા ત્યાગ, ભૂમિ થય્યા, માન-અપમાન સહન કરવા, બીજા દ્વારા કરાયેલ ભર્લ્સના પૂર્ણ અવહેલના, ખિસણા, નિંદા, ગર્ણી, તાડના, તર્જના, પરિભવના, પરિવ્યથના, વિવિધ પ્રકારે ઇન્દ્રિયોને માટે કકર સ્થિતિઓ, બાવીશ પરીષહ અને ઉપસર્ગ સ્વીકાર કે સહન કર્યા – તે લક્ષ્યની આરાધના કરીને છેલ્લા ઉચ્છવાસ નિઃશ્વાસમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત્ત થશે, સર્વ દુઃખોનો અંત કરશે.
૦ આગમ સંદર્ભ :ભગ. ૬૨૬, ૬૨૭;
ઉવ. ૪૫, ૪૯, ૫૦;
૦ પ્રદેશી શ્રાવકની કથા –
(પ્રદેશી રાજાની કથામાં પૂર્વભવ, વર્તમાન ભવ, આગામી ભવ એમ ત્રણ તબક્કો છે.)
તે કાળે, તે સમયે આમલકલ્પા નામે નગરી હતી, જે ધનધાન્ય આદિથી પરિપૂર્ણ સ્વિમિત, સ્વચક્ર પરચક્ર આદિના ભયથી રહિત, સમૃદ્ધિ વડે પરિપૂર્ણ – યાવતું – પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી.
તે આમલકલ્પા નગરીની બહાર ઇશાન દિશામાં અંબસાલવન નામે ચૈત્ય હતું, જે ઘણું જ પ્રાચીન – યાવત્ – પ્રતિરૂપ હતું. ત્યાં શ્રેષ્ઠ અશોકવૃક્ષની નીચે એક વિશાળ પૃથ્વીશિલાપટ્ટક હતો. (આ સર્વેનું વર્ણન રાજા કોણિકની કથામાં કરાયેલ વર્ણનો અનુસાર સમજી લેવું.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org