SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૧૮૭ ૧૪. પૌરસ્કૃત્ય (શીર્ઘકાવ્ય રચના કળા), ૧૫. ઉદકમૃતિકા. ૧૬. અન્નવિધિ, ૧૭. પાનવિધિ, ૧૮. શસ્ત્રવિધિ, ૧૯. વિલેપનવિધિ, ૨૦. શયનવિધિ, ૨૧. આર્યા–આદિ છંદ રચવાની વિધિ, ૨૨. પ્રહેલિકા, ૨૩. માગધિકા, ૨૪. ગાથા-છંદ રચના, ૨૫. ગીતિકા, ૨૬. શ્લોક–રચના, ૨૭. હિરણ્યયુક્તિ, ૨૮. સુવર્ણયુક્તિ, ૨૯. ગંધયુક્તિ. ૩૦. ચૂર્ણયુક્તિ, ૩૧. આભરણયુક્તિ, ૩૨. તરુણી પ્રતિકર્મ, ૩૩. સ્ત્રીલક્ષણ, ૩૪. પુરુષલક્ષણ, ૩૫. હયલક્ષણ, ૩૬. ગયલક્ષણ, ૩૭. ગોલક્ષણ, ૩૮. કુકું ટલસણ, ૩૯. ચક્ર લક્ષણ, ૪૦. છત્રલક્ષણ, ૪૧. ચર્મલક્ષણ, ૪૨. દંડલક્ષણ, ૪૩. અસિલક્ષણ, ૪૪. મણિલક્ષણ, ૪૫. કાકણીલક્ષણ, ૪૬. વાસ્તુવિદ્યા, ૪૭. સ્કંધાવારમાન, ૪૮. નગરનિમણ, ૪૯. વાસ્તુનિવેશ, ૫૦. ચૂ–પ્રતિબૃહ, પ૧. ચાર–પ્રતિચાર, પર. ચક્રબૂક, ૫૩. ગરૂડબૂહ, ૫૪. શકટટ્યૂહ, પપ. યુદ્ધ, પ૬. નિયુદ્ધ, ૫૭. યુદ્ધાતિયુદ્ધ, ૫૮. મુષ્ટિયુદ્ધ, પ૯. બાહુયુદ્ધ, ૬૦. લતાયુદ્ધ, ૬૧. ઇષશાસ્ત્ર–સુરપ્રવાહ, ૬૨. ધનુર્વેદ, ૬૩. હિરણ્યપાક, ૬૪. સુવર્ણપાક, ૬૫. વૃક્ષખેલ, ૬૬. સૂત્રખેલ, ૬૭. નાલિકાખેલ, ૬૮. પત્રચ્છેદ, ૬૯. કચ્છદ, ૭૦. સજીવ, ૭૧. નિર્જીવ અને ૭ર. શકુનરુત આ બોંતેર કળાઓને શીખવીને, તેનું શિક્ષણ આપીને અભ્યાસ કરાવીને તે કલાચાર્ય બાળકને માતાને સોંપી દેશે. ત્યારે તે દૃઢપ્રતિજ્ઞ બાળકના માતાપિતા કળાચાર્યનું વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, ગંધ, માળા, અલંકાર વડે સત્કાર કરશે, સન્માન કરશે, સત્કાર અને સન્માન કરીને પ્રચુર જીવિકોચિત પ્રીતિદાન કરશે અને પ્રીતિદાન આપીને વિદાય કરશે. ૦ દઢ પ્રતિજ્ઞને વૈરાગ્ય : ત્યારપછી બોંતેર કળાઓમાં પંડિત, મર્મજ્ઞ, પ્રતિબદ્ધ સુપ્ત નવાંગથી યુક્ત, અઢારે દેશી ભાષા વિશારદ, ગીત–રસિક, ગંધર્વ અને નાટ્યકુશળ, અશ્વયોદ્ધા, ગજયોદ્ધા, રથયોદ્ધા, બાયો, બાહુપ્રમાપી, વિકાલચારી, સાહસિક તે દૃઢપ્રતિજ્ઞ બાળક ભોગ ભોગવવામાં સમર્થ થઈ જશે. ત્યારે માતા–પિતા દૃઢપ્રતિજ્ઞ બાળકને બોંતેર કળા વિશારદ – યાવત્ – ભોગ ભોગવવામાં સમર્થ જાણીને વિપુલ અન્નભોગ, પાનભોગ, લયનભોગ, વસ્ત્રભોગ, શયનભોગ અને કામભોગને ભોગવવા માટે આમંત્રિત કરશે. પરંતુ તે દૃઢપ્રતિજ્ઞ બાળક તે વિપુલ અન્નભોગો – યાવત્ – શયનભોગો પ્રતિ આકૃષ્ટ નહીં થાય, તેમાં અનુરક્ત, વૃદ્ધ, મૂર્શિત નહીં થાય તથા તે તરફ ધ્યાન નહીં આપે. જે રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પોંડરીક, મહાપૌંડરીક, શતપત્ર, સહસ્ત્રપત્ર, શતસહસ્ત્રપત્ર આદિ વિવિધ પ્રકારના કમળ કીચડમાં ઉત્પન્ન થાય છે, જળમાં સંવર્ધિત થાય છે પરંતુ શંકરજ, જલરજથી લિપ્ત થતું નથી. એ જ પ્રકારે દૃઢપ્રતિજ્ઞ બાળક પણ કામમય જગતમાં ઉત્પન્ન થશે. ભોગોની વચ્ચે સંવર્ધિત થશે. પણ કામરજથી લિસ થશે નહીં, ભોગરજથી લિપ્ત થશે નહીં અને મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy