________________
૧૮૬
આગમ કથાનુયોગ–પ
સંપન્ન, ભવન, શયન, આસન, યાન, વાહન આદિ વિપુલ સાધનસામગ્રી તથા સોના, ચાંદી આદિ ધનના સ્વામી છે. આયોગ–પ્રયોગ, સંપ્રવૃત્ત, વ્યાપાર, વ્યવસાયમાં સંલગ્ન છે. જેમને ત્યાં ભોજન કર્યા પછી પણ ખાવાપીવાના ઘણાં પદાર્થો બચે છે તથા ઘણાં જ નોકર નોકરાણીઓ, ગાય, ભેંસ, બળદ, બકરી આદિ હોય છે. ઘણાં લોકો દ્વારા પણ જેનો તિરસ્કાર કરાવો સંભવ નથી, આવા પ્રકારનો કુળોમાં તે અંબડ દેવ મનુષ્યરૂપે ઉત્પન્ન થશે.
ત્યારે તે અંબાદેવ બાળકરૂપે ગર્ભમાં આવ્યો ત્યારે માતાપિતાની ધર્મમાં દૃઢપ્રતિજ્ઞા–આસ્થા થશે.
ત્યારપછી નવ માસ અને સાડાસાત રાત્રિદિન અતિક્રાન્ત થયા પછી બાળકને જન્મ થશે. તેના હાથ–પગ સુકોમળ હશે – યાવત્ – ચંદ્રમાની સમાન સૌમ્ય, કાંતિમાન, જોવામાં પ્રિય અને સુરપ થશે.
ત્યારે તે બાળકના માતાપિતા પ્રથમ દિવસે સ્થિતિપતિતા કરશે. બીજે દિવસે ચંદ્ર-સૂર્યનું દર્શન કરાવશે. છઠે દિવસે રાત્રિ જાગરણા કરશે. અગિયાર દિવસ વીતી ગયા બાદ જન્મસંબંધી અશુચિની નિવૃત્તિ કર્યા પછી આ પ્રકારનું ગુણનિષ્પન્ન એવું નામકરણ કરશે – જ્યારથી આ બાળક માતાની કુક્ષિમાં ગર્ભરૂપે આવ્યો ત્યારથી અમારી ધર્મમાં દઢ પ્રતિજ્ઞા – શ્રદ્ધા થઈ છે. તેથી અમારા આ બાળકનું નામ દઢપ્રતિજ્ઞ થાઓ. આ પ્રમાણે આ બાળકના માતાપિતાએ બારમાં દિવસે દેઢપ્રતિજ્ઞ એવું નામકરણ કરશે.
ત્યારપછી તે દૃઢપ્રતિજ્ઞ બાળક પાંચ ધાત્રીઓથી પરિવરેલા છે. તે આ પ્રમાણે – ક્ષીરપાત્રી, મજ્જનધાત્રી, મંડનધાત્રી, અંકધાત્રી અને ક્રીડાપનધાત્રી તથા ઘણી જ ઇંગિત, ચિંતિત, પ્રાર્થિતને જાણનારી નિપુણ, કુશળ, પ્રશિક્ષિત પોતપોતાના દેશના વેષને ધારણ કરનારી એવી કુલ્કા, ચિલામિકી આદિ દેશ-વિદેશની તરુણ દાસીઓના સમૂહથી ઘેરાયેલો, વર્ષધરો, કંચુકીઓ, મહત્તરકોના સમુદાયથી પરિરક્ષિત, એક હાથમાંથી બીજા હાથમાં લેવાતો, એક ખોળામાંથી બીજા ખોળામાં લેવાતો, હલરાવાતો, સહેલાવાતો, લાલન-પાલન કરાતો, લાડ કરાતો, હાલરડાં સંભળાવાતો અને મણિજડિત રમણીય પ્રાંગણમાં ચલાવાતો, વ્યાઘાતરહિત ગિરિગુફામાં સ્થિત શ્રેષ્ઠ ચંપકના વૃક્ષની સમાન સુખપૂર્વક રોજેરોજ પરિવર્ધિત થશે – (ઉછેરાશે). ૦ દઢપ્રતિજ્ઞ દ્વારા કળા ગ્રહણ :
તે દઢપ્રતિજ્ઞ બાળકના માતાપિતાએ તે બાળક કંઈક અધિક આઠ વર્ષનો થયો ત્યારે શુભકરણ, તિથિ, દિવસ, નક્ષત્ર અને મુહર્તમાં શિક્ષણ હેતુ કલાચાર્યની પાસે લઈ જશે. ત્યારે કલાચાર્ય તે દઢપ્રતિજ્ઞ બાળકને લેખ અને ગણિતથી લઈને શકુનિરત પર્વતની બોંતેર કળાઓ સૂત્રથી, અર્થથી અને કરણ–પ્રયોગથી શીખવાડશે. તે બોંતેર કળા આ પ્રમાણે છે
૧. લેખન, ૨. ગણિત, ૩, રૂપ, ૪. નાટ્ય, ૫. ગીત, ૬. વાદ્ય, ૭. સ્વર જ્ઞાન, ૮. વાદ્યવાદન, ૯. સમતાલ, ૧૦. ધૂત, ૧૧. જનવાદ, ૧૨. પાશક, ૧૩. અષ્ટાપદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org