________________
શ્રાવક કથા
૧૮૫
ભોજન (આહાર–પાણી) કલ્પતું નથી.
આ જ પ્રકારે અંબઇ પરિવ્રાજકને મૂલ ભોજન – યાવતું – બીજમય ભોજન ખાવા-પીવાનું કલ્પતું નથી.
અંબઇ પરિવ્રાજકને માવજીવનને માટે ચાર પ્રકારના અનર્થદંડનું પ્રત્યાખ્યાન છે, તે અનર્થદંડ આ પ્રમાણે છે – અપધ્યાનાચરિત, પ્રમાદાચરિત, હિંઢપ્રદાન અને પાપકર્મોપદેશ.
અંબરને માગધમાનની અનુસાર અર્ધ આઢક જળ લેવાનું કહ્યું છે. તે પણ વહેતું હોય તેવું, પણ ન વહેતું હોય તેવું નહીં – યાવત્ – તે પણ પરિપૂત વસ્ત્રથી ગાળેલું હોય તો કહ્યું છે પણ ગાયા વગરનું પાણી કલ્પતું નથી. આ પાણી પણ સાવદ્ય છે તેમ માનીને પણ નિરવદ્ય છે તેમ માનીને લેવું ન કલ્પ. આ સાવદ્ય પાણી પણ સજીવ માનીને લેતો હતો, અજીવ સમજીને લેતો ન હતો.
તેમજ આવું પાણી પણ કોઈએ આપેલું હોય તો કહ્યું, પણ અદત્ત અર્થાત્ ન આપેલું હોય તો કલ્પતું ન હતું. વળી આ પાણી પણ ફક્ત હાથ અને પગને યુદ્ધ પ્રમાણ લઈને પ્રક્ષાલન કરવા માટે કલ્પ, પણ પીવા માટે કલ્પતું નથી કે સ્નાન કરવાને માટે પણ કલ્પતું નથી. અંબડને માગધિકમાન (પ્રમાણ) આઢક પ્રમાણ જળ ગ્રહણ કરવાનું કલ્પ છે અને તે પણ વહેતું એવું – યાવત્ – નહીં દીધેલું કલ્પતું નથી. તે પણ સ્નાન કરવાને માટે કહ્યું, પણ હાથ–પગ માટે ચુસ્તુ પ્રમાણ જ ધોવાને માટે પણ પીવાના કામ માટે કલ્પતું નથી.
અંબડને અન્યતીર્થિક, અન્યતીર્થિક દેવ અને અન્યતીર્થિકો દ્વારા પરિગૃહિત ચૈત્યને વંદન-નમસ્કાર – યાવત્ – પÚપાસના કરવાનું કલ્પતું ન હતું. પરંતુ અરિહંત, અરિહંત ચૈત્યને વંદન–નમસ્કાર આદિ કરવા, તેની પર્યપાસના કરવી તે કલ્પતું હતું. ૦ અબડનો દેવભવ :
હે ભગવન્! અંબઇ પરિવ્રાજક કાલ માસમાં કાળ કરીને (મૃત્યુ પામીને) ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ! અંબઇ પરિવ્રાજક અનેક પ્રકારના સામાન્ય, વિશેષ, શીલવ્રત, ગુણવત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસ આદિથી આત્માને ભાવિત કરતા ઘણાં વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાયનું પાલન કરશે. પાલન કરીને માસિક સંલેખના દ્વારા આત્માનું શોધન કરી, અનશન દ્વારા સાઈઠ ભક્તોનું છેદન કરીને આલોચના, પ્રતિક્રમણપૂર્વક સમાધિ પ્રાપ્ત કરી મરણકાળમાં મરણ કરીને બ્રહ્મલોક નામક પાંચમાં કલ્પ દેવરૂપે ઉત્પન્ન થશે.
ત્યાં કેટલાંક–કેટલાંક દેવોની દશ સાગરોપમની સ્થિતિ કહી છે, ત્યાં અંબડ દેવની પણ આય સ્થિતિ દશ સાગરોપમ પ્રમાણ થશે. ૦ અંબાનો દઢપ્રતિજ્ઞ નામે ભવ :
હે ભગવન્! તે અંબડ દેવ દેવભવનો આયુક્ષયભવક્ષય અને સ્થિતિશય થયા પછી તે દેવલોકથી ચ્યવીને કયાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ?
હે ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં એવા કુળ છે – તે આ પ્રમાણે – ધનાઢ્ય, દીપ્ત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org