SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ આગમ કથાનુયોગ-૫ હે ગૌતમ ! અનેક લોકો પરસ્પર એકબીજાને જે આ પ્રમાણે કહી રહ્યા છે. – થાવત્ – આ પ્રમાણે પ્રરૂપણા કરી રહ્યા છે કે અંબઇ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરના સો ઘરોમાં આહાર કરે છે – યાવત્ – સો ઘરોમાં વાસ કરે છે, તે વાત સત્ય છે. હે ગૌતમ! હું પણ આ પ્રમાણે કહું છું – યાવત્ – પ્રરૂપણા કરું છું કે અંબS પરિવ્રાજક – યાવત્ – સો ઘરોમાં એક સાથે નિવાસ કરે છે. હે ભગવન્! અંબડ પરિવ્રાજક કાંડિલ્યપુર નગરના સો ઘરોમાં આહાર કરે છે, સો ઘરોમાં નિવાસ કરે છે, એમ આપ કુયા અભિપ્રાયથી કહો છો ? હે ગૌતમ ! અંબS પરિવ્રાજક પ્રકૃતિથી ભદ્ર – યાવત્ – વિનયશીલ છે. તથા નિરંતર છઠને પારણે છઠનો તપ કરી રહેલ છે. તે તપ દરમ્યાન પોતાના બે હાથ ઊંચા ઉઠાવી સૂર્યની સામે મુખ રાખી આતાપના ભૂમિમાં આતાપના લેત શુભ પરિણામો, પ્રશસ્ત અધ્યવસાયો, વિશુદ્ધ થતી એવી પ્રશસ્ત લેશ્યાઓથી અને તદાવરણીય કર્મોના સંયોપશમ થવાથી ઈડા, ઉહા, માર્ગણા, ગવેષણા કરતા એવા તેને વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ, અવધિજ્ઞાનલબ્ધિ ઉત્પન્ન થયેલ છે. આ કારણથી લોકોને વિસ્મિત કરવાના હેતુથી આ લબ્ધિઓ દ્વારા કાંડિલ્યપુર નગરમાં એક જ સમયે સો ઘરોમાં આહાર કરે છે અને સો ઘરોમાં નિવાસ કરે છે. આ પરિસ્થિતિને કારણે હે ગૌતમ ! એવું કહેવાય છે કે અંબઇ પરિવ્રાજક કાંપિલ્યપુર નગરના સો ઘરોમાં – યાવતું – નિવાસ કરે છે. ૦ અંબઇનું શ્રમણોપાસકત્વ : હે ભગવન્! આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસ છોડીને અંબડ પરિવ્રાજક અનગારત્વ અંગીકાર કરવામાં સમર્થ છે ? હે ગૌતમ ! એ પ્રમાણે સંભવ નથી. પણ અંબડ પરિવ્રાજક જીવાજીવ આદિ તત્વોનો જ્ઞાતા શ્રમણોપાસક થઈને – યાવત્ – આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે. પરંતુ જેના ઘરના કમાડોને આગળીયો લાગતો નથી, જેના ઘરનાં દ્વાર ક્યારેય બંધ રહેતા નથી, જેનો અંતઃપુર અને ઘરમાં પ્રવેશ કોઈને અપ્રિય લાગતો નથી. (આવો તે શ્રાવક જાણવો.) અંબઇ પરિવ્રાજકે જાવજીવને માટે સ્થૂળ પ્રાણાતિપાત – યાવત્ - સ્થળ પરિગ્રહનું જાવજીવને માટે પ્રત્યાખ્યાન કરેલ છે. વિશેષ એટલે કે તેને મૈથુન સેવનનું પ્રત્યાખ્યાન (સ્થૂળથી નહીં પણ) સર્વથા જાવજીવન માટે કરેલ છે. તે અંબડ પરિવ્રાજકને માર્ગ ગમનથી અતિરિક્ત ગાડીની પુરી પ્રમાણ જળમાં ઉતરવાનું કલ્પતુ નથી. અંબઇ પરિવ્રાજકને ગાડી આદિ પર સવાર થવું કલ્પતું નથી. અહીંથી લઈને ગંગાની માટીના લેપ પર્યતનું વર્ણન પૂર્વવત્ જાણવું. અંબઇ પરિવ્રાજકનો આધાર્મિક, ઔદેશિક, મિશ્રજાત, અધ્યવપૂર, સાધુના નિમિત્તે અધિક માત્રામાં ભોજન તૈયાર કરવું, પૂતિકર્મ, ક્રીતકર્મ, પ્રામિય–ઉધાર લીધેલું, અવિસૃષ્ટ, અભ્યાહત, સ્થાપિત, રચિત, કાંતારભક્ત, દુર્ભિશભક્ત, ગ્લાનભક્ત, વાઈલિકાભક્ત, દુર્દિનમાં દરિદ્રોને આપવાને માટે બનાવાયેલ ભોજન, પ્રાથૂર્ણ ભક્ત, એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy