________________
શ્રાવક કથા
૨૭૫
થવાની જ છે. બાંધેલું આયુ તો અવશ્ય ભોગવવું જ પડે – પરંતુ તું અધૃતિ ન કર. તું આગામી ભવે પ્રથમ તીર્થકર મહાપદ્મ થશે. ભગવંત ભગવંત મહાવીરના (મારા) તીર્થમાં નવજીવોએ તીર્થકર નામકર્મ બાંધેલ છે તેમાં પહેલું નામ શ્રેણિકનું છે (તારું છે). ૦ ભગવંત દ્વારા નરકગતિ કથન અને ભાવિ તીર્થકરત્વ :
હે શ્રેણિક ! મૃત્યુ પામીને આ રત્નપ્રભા પૃથ્વીના સીમંતક નરકાવાસમાં ૮૪,૦૦૦ વર્ષની નારકીય સ્થિતિવાળા નૈરયિકના રૂપમાં ઉત્પન્ન થઈશ. ત્યાં અતિ તીવ્ર - યાવત્ – અસહ્ય વેદના ભોગવીશ, ત્યાંથી, તે નરકથી, નીકળીને આગામી ઉત્સર્પિણીમાં આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં – યાવત્ – મહાપા નામે પ્રથમ તીર્થંકર થશે. (આ સંપૂર્ણ વૃત્તાંત ભાવિ તીર્થકર મહાપાની કથામાં આવી ગયેલ છે. કથા જુઓ ભાવિ તીર્થકર–મહાપદ્મ કથા).
મહાનિશીથ સૂત્ર-૧૨૩૪માં પણ જણાવેલ છે કે, શ્રેણિક રાજાનો જીવ આવતી ચોવીસીમાં પદ્મનાભ (મહાપu) નામે પહેલા તીર્થંકર થશે.
તે કાળે શ્રેણિક નરપતિ બહુશ્રુત ન હતા કે ભગવતી આદિ પ્રજ્ઞપ્તિના ધારક પણ ન હતા. તે વાચક કે પૂર્વધર પણ ન હતા. તો પણ ફક્ત “દર્શનના પ્રભાવથી આગામી કાળે તીર્થકર થશે. કેમકે શુદ્ધ સમકિત હોવાથી અવિરતિ જીવ પણ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કરે છે. ૦ શ્રેણિકની સમ્યક્ત્વ પરીક્ષા :
શ્રેણિક રાજા જિનશાસનમાં દૃઢ હતો, દેવતા પણ તેમને ચલાયમાન કરવા સમર્થ ન હતા. કોઈ સમયે એક દેવ તેમના સમ્યક્ત્વની પરીક્ષા કરવા નીકળ્યો. તેણે કોઈ સરોવરના કાંઠે મસ્તક ઉપર માછલાં પકડવાની જાળ અને માંસ ટુકડાથી ભરેલી ઝોલિકા તેમજ જાળમાં પકડેલા મસ્યો યુક્ત મુનિ શ્રેણિકના જોવામાં આવ્યા. તેવા પ્રકારના મુનિને દેખી વિચારવા લાગ્યા કે, કર્મના ભારેપણાને ધિક્કાર થાઓ કે જિનેન્દ્ર ભગવંતના મહાવ્રતમાં રહેલો આત્મા પણ માછીમારીનો ધંધો કરે છે. સેનાને આગળ ચલાવી પોતે એકલો પાછો આવ્યો.
- શ્રેણિક તે સાધુની પાસે ગયો. તેને ઘણાં કોમળ વાક્યોથી કહ્યું કે, આ તમારું વર્તન કેવું વેષથી વિરુદ્ધ છે. જૈનમુનિવેશ ધારણ કરી મસ્યાદિનો વધ કરો છો. જિનશાસનમાં આવા પાપીથી કલંક લાગે છે ત્યારે તે દેવ બોલ્યો કે શ્રાવકો જ આવા હોય તો શું થાય ? મારી પાસે ઉનની કામળી નથી, તેના વિના મારાં વ્રત કેવી રીતે ટકે? તેં કોઈ દિવસ ધર્મોપકરણ સંબંધી અમારી ચિંતા કરી છે ? ત્યારે શ્રેણિકે કહ્યું, મિચ્છામિદુક્કડમ્ – લો આ રત્નકંબલ ગ્રહણ કરી પ્રસન્ન થાઓ અને દુષ્ટ ક્રિયાનો ત્યાગ કરો.
રાજાએ આગળ પ્રયાણ કર્યું ત્યાં કાજળ આંજેલ નેત્રવાળી ગર્ભવતી સાધ્વી દુકાને-દુકાને ધનની ભિક્ષા માંગતા જોવામાં આવ્યા. તો પણ શ્રેણિકે ત્યાં જીવના ભારે કર્મીપણાની જ વિચારણા કરી, પણ જિનશાસન વિશે લેશમાત્ર સંશયિત ન થયો. શ્રેણિકે તે સાધ્વીને પણ કોમળ વચનથી કહ્યું, ત્યારે તે સાધ્વીજીએ કહ્યું કે, હે રાજન્ ! બનવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org