________________
૧૪૦
આયુવાળા નારકોમાં નારકરૂપે ઉત્પન્ન થઈશ.
ત્યારે તે રેવતી ગાથાપત્ની શ્રમણોપાસક મહાશતકની આ વાત સાંભળીને મનોમન કહેવા લાગી. મહાશતક શ્રાવક મારાથી રીસાયો છે, મહાશતક શ્રાવકને મારા પ્રત્યે દુર્ભાવ થયો છે, ન જાણે હું ક્યા કુમોતથી મારી નંખાઈશ. આ પ્રમાણે વિચારી ભયભીત, ત્રસ્ત, વ્યથિત, ઉદ્વિગ્ર અને ભયગ્રસ્ત થઈને ધીમે ધીમે પાછી ત્યાંથી નીકળી અને નીકળીને પોતાના ઘેર આવી. આવીને ઉદાસીન અને ભગ્ર મનોરથ થઈને, ચિંતા અને શોક સાગરમાં ડૂબીને હથેલી પર મુખ રાખીને આર્ત્તધ્યાનમાં ડૂબી, ભૂમિ પર દૃષ્ટિ સ્થિર કરી વિચારમાં પડી ગઈ.
-
ત્યારપછી તે રેવતી ગાથાપત્ની સાત રાત્રિમાં અલસક રોગથી પીડિત થઈ વ્યથિત, દુઃખિત અને વિવશ થતી એવી મરણ સમયે મૃત્યુ પામીને રત્નપ્રભાપૃથ્વીના લોલુપાચ્યુત નામના નરકમાં ૮૪,૦૦૦ વર્ષની આયુવાળા નારકરૂપે ઉત્પન્ન થઈ. ૦ ભ.મહાવીર દ્વારા ગૌતમને મહાશતક પાસે મોકલવા :
આગમ કથાનુયોગ-૫
તે કાળે, તે સમયે ભગવાન્ મહાવીર પધાર્યા - યાવત્ – પર્ષદા પાછી ફરી. હે ગૌતમ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને કહ્યું, આ રાજગૃહનગરમાં મારો અનુયાયી મહાશતક નામે શ્રમણોપાસક પૌષધશાળામાં અપશ્ચિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં તત્પર થઈને ભોજન અને પાણીનો ત્યાગ કરીને મરણની કામના ન કરતો વિચરી રહ્યો છે – યાવત્ – (રેવતી દ્વારા કરાયેલા સમગ્ર અનુકૂલ ઉપસર્ગનું વર્ણન કર્યું અને મહાશતકે તેણીના નરકગમનનું કથન કરેલું તે પણ જણાવ્યું)
હે ગૌતમ ! અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં તત્પર, ભોજન—પાણીનો ત્યાગ કરેલ, શ્રમણોપાસકને બીજાને માટે સત્ય, સત્વરૂપ, તથ્યાત્મક, સદ્ભૂત એવા અનિષ્ટ, અકાંત, અનુચિત, અસુંદર, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ, વચનો બોલવા કલ્પતા નથી. તેથી હે દેવાનુપ્રિય ! તમે જાઓ અને શ્રમણોપાસક મહાશતકને આ પ્રમાણે કહો - અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનમાં ઉદ્યત યાવત્ આવા વચનો બોલવા ન
કલ્પે.
-
પરંતુ હે દેવાનુપ્રિય ! તેં રેવતી ગાથાપત્નીને સત્ય, સત્વરૂપ, તથ્યપૂર્ણ સદ્ભૂત હોવા છતાં અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમણામ વચનો કહ્યા છે. તેથી તમે આ સ્થાનની આલોચના કરો, પ્રતિક્રમણ કરો,નિંદા કરો, ગર્હા કરો. તેનાથી નિવૃત્ત થાઓ, વિશુદ્ધિ કરો, તે અકાર્યને માટે યથાયોગ્ય પ્રાયશ્ચિત્તને માટે ઉદ્યત થાઓ અને તપોકર્મને અંગીકાર કરો.
Jain Education International
૦ ગૌતમના કહેવાથી ભગવંતની આજ્ઞાનુસાર મહાશતકનું પ્રાયશ્ચિત્ત :
ત્યારપછી ગૌતમસ્વામીએ વિનયપૂર્વક શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને “તહત્તિ” કહી સ્વીકાર કર્યો, સ્વીકારીને ત્યાંથી નીકળ્યા, નીકળીને રાજગૃહ નગરના મધ્યભાગમાંથી ચાલતા જ્યાં મહાશતક શ્રમણોપાસકનું ઘર હતું. જ્યાં મહાશતક શ્રમણોપાસક હતો ત્યાં પહોંચ્યા.
ત્યારપછી મહાશતક શ્રમણોપાસકે ગૌતમસ્વામીને પોતાની તરફ આવતા જોયા
For Private & Personal Use Only
www.jainelibrary.org