SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક કથા ૨૦૧ સર્વ પ્રવૃત્તિ પુરાતન છે – યાવત્ - અભ્યનુજ્ઞાત છે. ત્યારે તે સૂર્યાભદેવ શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને હર્ષિત – થાવત્ – વિકસિત હૃદય થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કરીને યથોચિત સ્થાને સ્થિત થઈને શુશ્રુષા કરતા, નમન કરતા, સન્મુખ રહીને વિનયપૂર્વક બંને હાથ જોડીને પર્યુપાસના કરવા લાગ્યો. ૦ સૂર્યાભદેવ દ્વારા નૃત્યવિધિ પ્રદર્શન :– ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે તે સૂર્યાભદેવને અને તે અતિ વિશાળ પર્ષદાને ધર્મદેશના આપી – ચાવતું –- શ્રમણ કરીને પર્ષદા પાછી ફરી, ત્યારપછી તે સૂર્યાભદેવ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મશ્રવણ કરીને અને હૃદયમાં ધારણ કરી હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – હર્ષથી વિકસિત હૃદય થઈને પોતાના આસનેથી ઉઠીને તેણે શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા. વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું હે ભગવન્! હું સૂર્યાભદેવ ભવસિદ્ધિક છું કે અભવ્યસિદ્ધિક છું? સમ્યગુ દૃષ્ટિ છું કે મિથ્યાષ્ટિ છું ? પરિત સંસારી છું કે અનંત સંસારી છું ? સુલભ બોધિ છું કે દુર્લભબોધિ છું? આરાધક છું કે વિરાધક છું? ચરમ શરીરી છું કે અચરમ શરીરી છું? હે સૂર્યાભ ! આ પ્રમાણે સંબોધિત કરી શ્રમણ ભગવંત મહાવીરે તે સૂર્યાભ દેવને આ પ્રમાણે કહ્યું, હે સૂર્યાભ! તું ભવસિદ્ધિક છો, અભવસિદ્ધિક નથી. – યાવતું – ચરિમ છો, અચરમ નથી. (એકાવતારી છો.) ત્યારે તે સૂર્યાભદેવ શ્રમણ ભગવંત મહાવીરના આ કથનને સાંભળીને હર્ષિત, સંતુષ્ટ, આનંદિત ચિત્ત, પરમ સૌમનસ્ક થઈને શ્રમણ ભગવંત મહાવીરને વંદન–નમસ્કાર કર્યા અને વંદન–નમસ્કાર કરીને આ પ્રમાણે નિવેદન કર્યું હે ભગવન્! આપ બધું જાણો છો, બધું જુઓ છો, આપ સર્વત્ર જાણો છો, સર્વત્ર જૂઓ છો. આપ સર્વકાળને જાણો છો અને સર્વકાળને જુઓ છો. તેથી હે દેવાનુપ્રિય ! આપ મારા પૂર્વના અને પછીના ભવને તથા મને લબ્ધ, પ્રાપ્ત, અધિગત આ આવા પ્રકારની દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવને પણ જાણો છો. તેથી આપ દેવાનુપ્રિયની ભક્તિપૂર્વક હું ગૌતમ આદિ શ્રમણ નિગ્રંથોની સમક્ષ આ દિવ્ય દેવઋદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવાનુભાવ તથા બત્રીશ પ્રકારની નાટ્યવિધિ દેખાડવા માંગુ છું. ત્યારે સૂર્યાભદેવના આ કથનને સાંભળીને શ્રમણ ભગવંત મહાવીરે તેના આ નિવેદનનો આદર ન કર્યો. તેના પર ધ્યાન ન આપ્યું. પણ મૌન રહ્યા. ત્યારપછી સૂર્યાભદેવે પુનઃ શ્રમણ ભગવંત મહાવીરને બીજી અને ત્રીજી વખત પણ આ જ પ્રમાણે નિવેદન કર્યું. હે ભગવન્! આપ બધું જ જાણો છો – યાવતુ – નાટ્યવિધિ પ્રદર્શિત કરવા ઇચ્છું છું, એમ કહીને શ્રમણ ભગવંત મહાવીરની ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, કરીને વંદન-નમસ્કાર કર્યા. પછી પૂર્વ દિશામાં ગયો. ત્યાં જઈને વૈક્રિય સમુદઘાત કર્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005012
Book TitleAgam Kathanuyoga Gujarati Part 05
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrut Prakashan Nidhi
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Story, & agam_related_other_literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy