________________
૨૦૨
આગમ કથાનુયોગ-૫
કરીને સંખ્યાત યોજનનો દંડ કાઢ્યો, કાઢીને યથાબાદર પુલો બહાર કાઢ્યા. યથાસૂક્ષ્મ પુદગલોનો સંચય કર્યો. ફરીથી બીજી વખત પણ વૈક્રિય સમુદૃઘાત કર્યો – ચાવતું – અત્યંત સમ અને રમણીય ભૂમિભાગ વિક્ર્ચો.
- તે ભૂમિભાગ પૂર્વવર્ણિત ભૂમિભાગવતું આલિંગ પુષ્કર આદિની સમાન સર્વ પ્રકારે સમતલ હતું – યાવત્ – રૂપ, રસ, ગંધ, સ્પર્શવાળા મણિઓથી સુશોભિત હતું. તે અતિસમ અને રમણીય ભૂમિભાગની વચ્ચોવચ્ચ એક પ્રેક્ષાગૃહ મંડપની રચના કરી. જે અનેક સેંકડો સ્તંભો પર સન્નિવિષ્ટ હતો ઇત્યાદિ મંડપનું વર્ણન કરવું. તે પ્રેક્ષાગૃહ મંડપની અંદર અત્યંત સમરમણીય ભૂમિભાગ – ચંદરવો – અક્ષપાટ અને મણિપીઠિકાની વિકુવણા કરી.
તે મણિપીઠિકાની ઉપર પાદપીઠ, છત્ર આદિ સહિત એક સિંહાસનની રચના કરી – યાવત્ – તેનો ઉપરી ભાગ મુક્તાદામોથી સુશોભિત હતો.
ત્યારપછી તે સૂર્યાભદેવે શ્રમણ ભગવંત મહાવીરની સન્મુખ જોઈને પ્રણામ કર્યા, પ્રણામ કરીને હે ભગવન્! મને આજ્ઞા આપો. કહીને તીર્થંકર પ્રતિ મુખ કરીને તે શ્રેષ્ઠ સિંહાસન પર બેઠો.
ત્યારપછી સૌથી પહેલા તે સૂર્યાભદેવે નિપુણ શિલ્પીઓ દ્વારા બનાવેલ વિવિધ પ્રકારના નિર્મળ મણિઓ અને સુવર્ણ રત્નોવાળા, ભાગ્યશાળીઓને યોગ્ય દેદીપ્યમાન કડા, ત્રુટિત, આદિ શ્રેષ્ઠ આભૂષણોથી વિભૂષિત, ઉત્પલ પુષ્ટ દીર્ધજમણી ભૂજાને પ્રસારી. ત્યારે તે ભુજાથી સમાન શરીર, સમાન રંગ, સમાન વય, સમાન લાવણ્ય, રૂપ, યૌવન, ગુણોવાળા એક જેવા આભરણ, વસ્ત્રો અને નાદ્યોપકરણોથી સુસજ્જિત, સ્કંધની બંને તરફ લટકતા એવા ઉત્તરીયથી યુક્ત, તિલક અને આમલકને બાંધેલા, ગળામાં રૈવેયક પહેરેલા, કંચુકવસ્ત્રને પહેરેલા, હવાના સામાન્ય ઝોંકાથી ચિત્ર-વિચિત્ર પટ્ટાવાળી ફેનપેજ જેવી પ્રતીત થનારી ઝાલરથી યુક્ત, ચિત્ર-વિચિત્ર, દેદીપ્યમાન, લાંબા અધોવસ્ત્રોને ધારણ કરેલ. એકાવલી આદિ આભુષણોથી શોભાયમાન કંઠ અને વક્ષસ્થળવાળા નૃત્ય કરવાને માટે તત્પર ૧૦૮ દેવકુમારો નીકળ્યા.
ત્યારપછી અનેક પ્રકારના મણિઓ આદિ આભૂષણોથી શોભિત – યાવત્ – પુષ્ટ, લાંબી ડાબી ભૂજાને પ્રસારી. ત્યારે તેમાંથી સમાન શરીર, સમાન વર્ણ, સમાન વય, સમાન લાવણ્ય, રૂપ, યૌવન અને ગુણોવાળી, એક જેવા આભૂષણો, વસ્ત્રો અને પોતપોતાના વાદ્યનાટ્યોપકરણોથી સુસજ્જિત, બંને તરફ લટકતા છેડાવાળા ઉત્તરીયને સ્કંધ પર લટકાવેલી, મસ્તકે તિલક અને આમેલક બાંધેલી, રૈવેયક અને કંચુક વસ્ત્રો પહેરેલી, અનેક પ્રકારના મણિઓ અને રત્નોના આભુષણોથી શોભાયમાન અંગોપાંગવાળી, ચંદ્ર સમાન લલાટવાળી, ચંદ્રથી અધિક સૌમ્ય દર્શનવાળી, ઉલ્કા સમાન ચમકતી. શૃંગારગૃહ તુલ્ય સુંદર વેશવાળી, હાસ્ય, વાણી, ચેષ્ટા, વિલાસ, લીલા આદિને ઓળખવામાં નિપુણ, ઉચિત વ્યવહારમાં કુશળ, પોતપોતાના વાદ્યોને લઈને નૃત્ય કરવા માટે ઉદ્યત ૧૦૮ દેવકુમારીઓ વિતુર્વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org