________________
૧૧૨
આગમ કથાનુયોગ-૫
શ્રમણોપાસકને નિર્ભય – યાવતુ – સ્થિર જોયો. જોઈને તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – હજી પણ જો તું તારા શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં, ખંડિત નહીં કરે તો હું હમણાં જ તારા નાના પુત્રને ઘરમાંથી લાવીશ, લાવને તારી સામે મારીશ, મારીને તેના માંસ પિંડના પાંચ ટુકડા કરીશ. ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં પકાવી, પકાવીને તારા શરીર પર માંસ અને લોહી છાંટીશ, જેનાથી તે આર્તધ્યાન અને દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનરહિત થઈશ.
ત્યારે તે દેવની આ વાત સાંભલીને સુરાદેવ શ્રમણોપાસક નિર્ભય – યાવત્ - સ્થિર રહ્યો. આ પ્રમાણે કહ્યા છતાં જ્યારે તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – થાવત્ – ધર્મધ્યાનમાં રત જોયો. (બાકીનું સર્વે વર્ણન મોટા પુત્રમાં કરેલ છે તે પ્રમાણે જ અહીં પણ સમજી લેવું) – યાવત્ – સુરદેવ શ્રમણોપાસકના નાના પુત્રને ઘરમાંથી લાવ્યો. લાવીને તેની સામે હત્યા કરી હત્યા કરીને તેના માંસપિંડના પાંચ ટુકડા કર્યા, ટુકડા કરીને તેલથી ભરેલી કડાઈમાં પકાવ્યા, પકાવીને સુરાદેવશ્રાવકના શરીર પર માંસ અને લોહી છાંડ્યું.
ત્યારે તે સુરાદેવ શ્રમણોપાસકે વિકટ – યાવત્ – વેદનાને સમભાવ, ક્ષમા અને તિતિક્ષાપૂર્વક સમ્યક્ પ્રકારે સહન કરી. ૦ ઉપસર્ગથી સુરાદેવનું ચલિત થવું –
ત્યારપછી જ્યારે તે દેવે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – ધર્મધ્યાનમાં રત જોયો ત્યારે ચોથી વખત સુરાદેવ શ્રમણોપાસકને તે દેવે આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – જો તું આજે શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન, પૌષધોપવાસને છોડીશ નહીં, ખંડિત નહીં કરે તો હમણાં જ તારા શરીરમાં એક સાથે સોળ ભયાનક રોગ ઉત્પન્ન કરીશ – તે આ પ્રમાણે
(૧) શ્વાસ-દમ, (૨) કાસ–ખાંસી, (૩) વર-તાવ, (૪) દાહ, (૫) ઉદરશૂળ, (૬) ભગંદર, (૭) અર્શ, (૮) અજીર્ણ, (૯) દૃષ્ટિ શૂળ, (૧૦) મસ્તક શૂળ, (૧૧) ભોજન અરુચિ, (૧૨) નેત્ર વેદના, (૧૩) કર્ણવેદના, (૧૪) ખૂજલી, (૧૫) જલોદર, (૧૬) કોઢ.
આ સોળ રોગથી તું આર્તધ્યાન અને દુસ્સહ વેદનાથી પીડિત થઈને કસમયે જીવનથી રહિત થઈ જઈશ.
તે દેવે આ પ્રમાણે કહ્યું તો પ્રણ સુરાદેવ શ્રમણોપાસક પૂર્વવત્ નિર્ભય – યાવતું - ધર્મધ્યાને સ્થિર રહ્યો.
જ્યારે સુરાદેવ શ્રમણોપાસકને નિર્ભય – યાવત્ – સ્થિર જોયો. ત્યારે તે દેવે બીજી વખત અને ત્રીજી વખત પણ સુરાદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, અરે ઓ સુરાદેવ શ્રમણોપાસક ! – યાવત્ – હજી પણ તું જો શીલ, વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસને છોડીશ નહીં, તેને ખંડિત નહીં કરે તો હું આ જ સમયે તારા શરીરમાં એક સાથે સોળ ભયંકર રોગોને ઉત્પન્ન કરી દઈશ – યાવત્ – જેનાથી તું આર્તધ્યાન પૂર્વક દુસ્સહ દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવિતથી રહિત થઈ જઈશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org