________________
શ્રાવક કથા
૨૪૩
હે પ્રદેશી ! જીવની પણ અપ્રતિહત ગતિ છે. જેથી તે પૃથ્વી કે શિલાને ભેદીને બહારથી અંદરના પ્રદેશોમાં પ્રવિષ્ટ થઈ જાય છે. તેથી તે પ્રદેશી ! તું આ શ્રદ્ધા કર કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. ૦ જીવ અને શરીરના અન્યત્વ વિષયક નિરપણ :
ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આપની આ ઉપમા બુદ્ધિ કલ્પિત છે. તેથી જીવ અને શરીરની ભિન્નતા સિદ્ધ થતી નથી. હે ભદંત ! જેમ કોઈ એક તરુણ – યાવત્ – સ્વકાર્યમાં નિપુણ પુરુષ એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ છે ?
હાં, પ્રદેશી ! તે સમર્થ છે.
હે ભદંત ! જો તે પુરુષ જો બાળક – યાવત્ – મંદ વિજ્ઞાનવાળો હોવા છતાં પણ પાંચ બાણો એક સાથે છોડવામાં સમર્થ હોય તો હે ભદંત ! હું એ શ્રદ્ધા કરી શકું કે જીવ અને શરીર બંને ભિન્ન-ભિન્ન છે. પણ હે ભદંત ! – યાવત્ – મંદ વિજ્ઞાનવાળો તે પુરુષ એક સાથે પાંચ બાણો છોડવામાં સમર્થ નથી, તેથી મારી માન્યતા સુપ્રતિષ્ઠિત છે કે જીવ છે તે જ શરીર છે.
ત્યારે કેશી-કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું કે, જેમ કોઈ એક તરુણ – યાવત્ – કાર્યકુશળ પુરષ નવું ધનુષ – નવી પ્રત્યંચા – નવું બાણ લઈ એક સાથે પાંચ બાણ છોડવામાં સમર્થ છે ?
હાં, ભદંત ! સમર્થ છે ?
હે પ્રદેશી ! પણ તે તરુણ – યાવત્ – કાર્યકુશળ પુરુષ જીર્ણ, શીર્ણ, ધનુષ અને જીર્ણ પ્રત્યંચ ! અને તેવા જ બાણથી આ કાર્ય કરી શકે ?
હે ભદંત ! આ વાત બરોબર નથી. હે પ્રદેશી ! કયા કારણથી આ વાત બરાબર નથી ? હે ભદંત ! તે પુરુષ પાસે ઉપકરણ છે તે અપર્યાપ્ત છે.
હે પ્રદેશી ! એ જ રીતે બાળક – યાવત્ – મંદ વિજ્ઞાનવાળા પુરુષ યોગ્યતારૂપ ઉપકરણની અપર્યાપ્તતાને કારણે પાંચ બાણોને છોડવા સમર્થ થતો નથી. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કર, જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે.
ત્યારે પ્રદેશી રાજાએ પુનઃ કુમાર શ્રમણને કહ્યું, હે ભદંત ! આ તો માત્ર બૌદ્ધિક ઉપમાં છે. તેથી એ સિદ્ધ થતું નથી કે જીવ અને શરીર ભિન્ન ભિન્ન છે. હે ભદંત ! જેમ કોઈ એક તરણ – યાવત્ – કાર્યદક્ષ પુરુષ એક વિશાળ વજનદાર લોઢાનો, શીશાનો, રાંગનો, લવણાદિકનો ભાર ઉપાડવા સમર્થ છે ?
હે ભદંત ! હાં, તે સમર્થ છે, પણ જો તે પુરુષ વૃદ્ધ – જર્જરિત શરીરી, શિથિલ, કરચલી પડેલો અને અશક્ત થઈ જાય, ચાલવા માટે હાથમાં લાકડી લે, દાંત પડી ગયા હોય, રોગથી પીડિત હોય, કમજોર હોય, દુર્બળ અને કલાત હોય તો તે વજનદાર લોહ આદિનો ભાર ઉઠાવવા સમર્થ ન થાય. તેથી હે ભદંત ! જો તે પુરુષ વૃદ્ધ – યાવત્ – પરિક્ષાંત હોવા છતાં તે વિશાળ લોહભારને – વાવ - ઉઠાવવામાં સમર્થ હોત તો હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org