________________
૨૪૨
આગમ કથાનુયોગ-૫
લેત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે પણ – યાવત્ – તે મૃત્યુ પામ્યો માટે મારું કથન યોગ્ય જ છે કે જે જીવ છે તે જ શરીર છે અને શરીર છે તે જ જીવ છે, જીવ અને શરીર જુદા જુદા નથી.
ત્યારે કેશી-કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી ! જેમ કોઈ કૂટાગાર શાળા હોય, તે અંદર-બહાર ચારે તરફથી લીધેલી હોય, સારી રીતે આચ્છાદિત હોય, તે ગુપ્ત, ગુપ્ત દ્વારયુક્ત હોય, હવા પણ પ્રવેશી ન શકે તેવી ગંભીર હોય, જો કોઈ પુરુષ તેમાં પ્રવેશીને અંદર ભેરી અને દંડ લઈને જાય, કૂટાગાર શાળાને ચારે તરફથી બંધ કરી દેવાય, તેમાં સહેજ પણ છિદ્ર કે અંતર ન રહે ત્યારે તેમાં રહેલા પુરુષ જોરજોરથી ભેરીને વગાડવા લાગે તો તે પ્રદેશી ! શું તેનો અવાજ બહાર નીકળે કે નહીં ?
(હે ભદંત !) નીકળે છે. (સંભળાય છે.)
હે પ્રદેશી ! તે કૂટાગાર શાળામાં કોઈ છિદ્ર – યાવત્ – દરાર છે? જેમાંથી તે શબ્દ અંદરથી બહાર નીકળ્યો હોય ?
હે ભગવન્! આ અર્થ સમર્થ નથી. (આ વાત યોગ્ય નથી.)
હે પ્રદેશી ! આ જ પ્રકારે જીવ પણ અપ્રતિહત ગતિવાળો છે, જેથી તે પૃથ્વીને, શીલાને કે પર્વતને ભેદીને અંદરથી બહાર નીકળી જાય છે. તેથી તે પ્રદેશી ! તું શ્રદ્ધા કરે કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે.
ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભદંત ! આ ઉપમા બુદ્ધિકલ્પિત છે. કેમકે હે ભદંત! કોઈ વખતે હું બાહ્ય ઉપસ્થાનશાળામાં – યાવત્ – બેઠો હતો. ત્યારે મારા નગરરક્ષક સાલિસહિત – યાવત્ – એક ચોરને લાવ્યા. મેં તે પુરુષને જીવરહિત કરી દીધો. પછી તેને એક લોકુંભમાં બંધ કરાવી, લોઢાનું ઢાંકણ દીધું – થાવત્ – વિશ્વાસુ પુરુષોને રક્ષા કરવા મૂક્યા.
ત્યારપછી કોઈ દિવસે મેં તે કુંભીને ઉઘડાવી. તો તે લોકુંભી કૃમિથી વ્યાપ્ત જોઈ તે કુંભમાં કોઈ છિદ્ર – યાવત્ – દરાર ન હતા. જેમાંથી કોઈ જીવ બહારથી અંદર પ્રવેશી શકે. જો તેમાં કોઈ છિદ્રાદિ હોત તો માની શકાત કે તેમાં થઈને કોઈ જીવકુંભમાં પ્રવેશી શકે. તો હું શ્રદ્ધા કરત કે જીવ અન્ય છે અને શરીર અન્ય છે. તેથી એ વાત યોગ્ય છે કે જીવ એ જ શરીર છે.
ત્યારે કેશી-કુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું, હે પ્રદેશી તે પહેલા ક્યારેય અગ્નિથી તપાવેલ લોઢું જોયું છે ? તેં લોઢું તપાવ્યું છે ?
હાં, ભદંત મેં જોયેલ છે. હે પ્રદેશી ! તપાવેલ લોઢુ પૂર્ણતયા અગ્રિ પરિણત થાય છે ? હાં, ભદંત ! થઈ જાય છે.
હે પ્રદેશી ! તે લોઢામાં કોઈ છિદ્ર – યાવત્ – દરાર છે કે જેમાંથી અગ્નિ તેની અંદર પ્રવેશી ગયેલ હોય ?
હે ભદંત ! આ અર્થ સમર્થ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org