________________
શ્રાવક કથા
૨૪૧
હે સ્વામી ! આવો, થોડી વાર અહીં બેસો – ઊભા રહો, સુઓ – તો હે પ્રદેશી ! શું એક ક્ષણ માટે પણ તું તે પુરુષની આ વાત સ્વીકારીશ?
હે ભદંત ! આ વાત સ્વીકારી શકાય નહીં. હે પ્રદેશી ! તું તે પુરુષની વાત કેમ સ્વીકારતો નથી ? હે ભદત ! કેમકે તે સ્થાન અશુચિ અને અશુચિ વ્યાપ્ત છે.
હે પ્રદેશી ! તે જ પ્રમાણે તારા દાદી જે આ સેવિયા નગરીમાં ધાર્મિક – યાવત્ – શ્રમણોપાસિકા હતા, બહુ પુણ્ય સંચિત કરીને દેવલોકે ગયા – યાવત્ – તું તેનો ઇષ્ટ, કાંત પૌત્ર છો. તે તારા દાદી જો જલ્દીથી મનુષ્યલોકમાં આવવા ઇચ્છે તો પણ આવી ન શકે કેમકે હે પ્રદેશી ! નિમ્નોક્ત કારણે દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન જીવ ઇચ્છતો હોય તો પણ મનુષ્યલોકમાં આવી શકતો નથી
(૧) તત્કાળ ઉત્પન્ન દેવ દેવલોકના દિવ્ય કામભોગોમાં મૂર્ણિત, ગૃદ્ધ, આસક્ત અને તલ્લીન થઈ જવાથી મનુષ્યસંબંધી ભોગો પ્રતિ આકર્ષિત ન થતો, ધ્યાન ન દેતો, ઇચ્છા કરતો નથી.
(૨) વળી ઉક્ત કારણે તે દેવનું મનુષ્યસંબંધી પ્રેમબંધન બુચ્છિન્ન થઈ જાય છે. દિવ્ય દૈવિક ભોગસંબંધી અનુરાગ સંક્રાંત થાય છે.
(૩) વળી – ઉક્ત કારણે તે મનમાં વિચારે કે હમણાં જઈશ, પણ તેટલાં સમયમાં તો મનુષ્યલોક સંબંધી તેના અલ્પ આયુવાળા સ્વજન, સ્નેહી આદિ મૃત્યુ પામે છે.
(૪) વળી – ઉક્ત કારણે તેને મર્યલોક સંબંધી અતિ તીવ્ર દુર્ગધ પ્રતિકૂળ અને અનિષ્ટ લાગે છે. તે દૂર્ગધ ઉપર આકાશમાં પ૦૦ યોજન સુધી પ્રસરે છે.
તેથી તે પ્રદેશી ! આ ચાર કારણોથી દેવલોકમાં તત્કાળ ઉત્પન્ન દેવ મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે તો પણ આવી શકતા નથી, તેથી તે પ્રદેશી ! તું માને કે જીવ અન્ય છે, શરીર અન્ય છે, તે બંને એક નથી. ૦ જીવ અને શરીર અન્ય હોવાની સાબિતી :
ત્યારે પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! આપની આ ઉપમા કેવળ બુદ્ધિકલ્પિત છે કે, આ કારણે દેવો મનુષ્યલોકમાં આવતા નથી. પણ છે દેવાનુપ્રિય ! કોઈ દિવસે હું બાહ્ય ઉપસ્થાન શાળામાં અનેક ગણનાયક, દંડનાયક, રાઈસર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, મંત્રી, મહામંત્રી, ગણક, દૌવારિક, અમાત્ય, ચેટ, પીઠમઈક, નગર, નિગમ, દૂત, સંધિપાલ સાથે પરિવરીને રહેલો હતો. ત્યારે મારા નગરરક્ષક ચોરેલ વસ્તુ, સાક્ષી સહિત ગર્દન અને હાથ બાંધીને એક ચોરને પકડીને મારી પાસે લાવ્યા. ત્યારે મેં તેને જીવતો જ એક લોઢાની કુંભમાં બંધ કરાવ્યો. લોઢાના ઢાંકણાથી તેનું મુખ સારી રીતે ઢાંકી દીધું પછી ગરમ લોઢાથી તેને શાલ કર્યું. રક્ષા માટે વિશ્વાસપાત્ર પુરુષ મૂક્યા.
ત્યારપછી એક દિવસ મેં તે લોઢાની કુંભી ખોલાવી. મેં જોયું કે તે પુરુષ મૃત્યુ પામ્યો છે. તે લોકુંભમાં કોઈ છેદ, વિવર, અંતર કે દરાર ન હતા કે જેથી તેની અંદરના પુરુષનો જીવ બહાર નીકળી શકે. અન્યથા તમારા કથનનો વિશ્વાસ પ્રતીતિ કે રુચિ કરી
International
For Private & Personal Use Only
www.jainelibrary.org