________________
૭૪
આગમ કથાનુયોગ-૫
વંદન—નમસ્કાર કર્યા – યાવત્ – પર્યુપાસના કરવા લાગ્યો.
-
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે આનંદ ગાથાપતિ અને તે મોટી પર્ષદાને યાવત્ – ધર્મકથા કહી, પર્ષદા પાછી ફરી, રાજા પણ ચાલ્યો ગયો. ૦ આનંદે સ્વીકારેલ શ્રાવક ધર્મ :
ત્યારપછી આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરીને અને હૃદયમાં અવધારીને હર્ષિત અને સંતુષ્ટ તેમજ આનંદિત મનવાળા થઈને – યાવત્ – આ પ્રમાણે કહ્યું–
હે ભગવન્ ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા કરું છું – યાવત્ – તે એ પ્રમાણે જ છે, જે પ્રમાણે આપ કહો છો. આપ દેવાનુપ્રિયની પાસે જે પ્રકારે ઘણા રાઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇમ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ આદિ મંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક પ્રવ્રજ્યાથી પ્રવ્રુજિત થયા છે, તે પ્રકારે તો હું મુંડિત થઈને ગૃહત્યાગ કરીને આનગારિક દીક્ષા ગ્રહણ કરવા માટે સમર્થ નથી. પણ હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકારવા ઇચ્છું છું.
હે દેવાનુપ્રિય ! જેમ સુખ ઉપજે તેમ કરો, પણ પ્રમાદ ન કરો.
(૧) ત્યારપછી તે આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવંત મહાવીર પાસે સર્વપ્રથમ – સ્થૂળ પ્રાણાતિપાતનું બે કરણ અને ત્રણ યોગથી જાવજીવને માટે પ્રત્યાખ્યાન કર્યું કે, મન, વચન, કાયાથી હિંસા કરીશ નહીં, કરાવીશ નહીં.
(૨) ત્યારપછી સ્થૂલ મૃષાવાદનું પ્રત્યાખ્યાન કર્યું કે, જાવજીવને માટે બે કરણ, ત્રણ યોગથી અર્થાત્ મન, વચન અને કાયાથી સ્થૂલ મૃષાવાદનું સેવન સ્વયં કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં.
(૩) ત્યારપછી સ્થૂલ અદત્તાદાનનું પ્રત્યાખ્યાન કર્યું કે, જાવજ્જીવને માટે બે કરણ અને ત્રણ યોગથી અર્થાત્ મન, વચન, કાયાથી સ્વયં સ્થૂળ અદત્ત (ચોરી) હું સ્વયં કરીશ નહીં, બીજા પાસે કરાવીશ નહીં.
(૪) ત્યારપછી સ્વદારા સંતોષ વિષયક પરિમાણ કર્યું કે, એક શિવાનંદા પત્ની સિવાય બાકીના સર્વ (સાથે) મૈથુન સેવનનું પ્રત્યાખ્યાન કરું છું.
(૫) ત્યારપછી ઇચ્છા પરિમાણ કરતા (તેણે આ પ્રમાણે નક્કી કર્યું). (૫–૧) હિરણ્ય-સુવર્ણ વિધિનું પરિમાણ કર્યું - કોષમાં નિક્ષિપ્ત ચાર સુવર્ણ કોટિ, ચાર કોટિ વ્યાપારમાં લાગેલી અને ચાર કોટિ ગૃહોપકરણસંબંધી સ્વર્ણ કોટિઓ સિવાય બાકી સર્વ હિરણ્ય–સુવર્ણના સંગ્રહનું હવે હું પ્રત્યાખ્યાન કરું છું. (ત્યાગ કરું છું.) (૫–૨) ત્યારપછી ચતુષ્પદ વિધિનું પરિમાણ કર્યું – દશ—દશ હજાર ગાયોવાળા પ્રત્યેક ચાર ગોકુળ સિવાય અન્ય સર્વે ચતુષ્પદ સંગ્રહ (પશુ સંગ્રહ)નું પ્રત્યાખ્યાન કરું છું. (ત્યાગ કરું છું)
(૫-૩) ત્યારપછી ક્ષેત્ર–વાસ્તુ વિધિ પરિમાણ કર્યું – ૧૦૦ વિઘા ભૂમિનો એક હળ, એવા ૫૦૦ હળો સિવાયની અન્ય સર્વ ક્ષેત્રવાસ્તુ વિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org