________________
શ્રાવક કથા
૭૫
(ત્યાગ કરું છું).
(૫–૪) ત્યારપછી શકટ–ગાડા, ગાડી આદિ વિધિનું પરિમાણ કર્યું – ૫૦૦ શકટ વિદેશયાત્રા કરવા માટેના અને ૫૦૦ શકટ અહીં હળ આદિને વહન કરવા માટેના - તે સિવાયના શેષ સર્વે શકટના સંગ્રહનું પ્રત્યાખ્યાન કરું છું (ત્યાગ કરું છું).
(૬) ત્યારપછી ઉપભોગ–પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરવા
(૬–૧) આર્ટયણિકા (શરીર પરના જળને સાફ કરવાનો ગમછો–ટુવાલ) વિધિનું પરિમાણ કર્યું – એક ગંધ કષાય ગમછાથી વધુ અન્ય બધાં જ ગમછાનું હું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૨) ત્યારપછી દંતધાવન વિધિનું પરિમાણ કર્યું – એક આÁલીલી મધુયષ્ટીના સિવાય સર્વે દંતવણ વિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું.
' (૬-૩) ત્યારપછી ફળવિધિનું પરિમાણ કર્યું – એક સીરામલક–દુધિયા આંબળા સિવાય બાકી બધી ફળવિધિનું હું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૪) ત્યારપછી અચંગન વિધિનું પરિમાણ કર્યું – શતપાક, સહસ્ત્રપાક તેલ સિવાયના બીજા બધાં અત્યંગન–તેલનું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૫) ત્યારપછી ઉબટનવિધિનું પરિણામ કર્યું – એક સુગંધિત– ગંધાટક સિવાયની બીજી સર્વે ઉબટન વિધિનું પરિમાણ કરું છું.
(૬-૬) ત્યારપછી મજ્જન-સ્નાનવિધિનું પરિમાણ કર્યું – આઠ ઓપ્ટિક ઘડા જેટલું પાણી ખાનને માટે – તેથી વધુ પાણીનું હું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૭) ત્યારપછી વસ્ત્ર વિધિ – પહેરવાના વસ્ત્રોનું પરિમાણ કર્યું - અલસી કે કપાસના બનેલા વસ્ત્ર યુગલથી અતિરિક્ત અન્ય વસ્ત્રોને પહેરવાનું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૮) ત્યારપછી વિલેપન વિધિનું પરિમાણ કર્યું - અગરુ, કુંકુમ, ચંદન આદિ સિવાય અન્ય સર્વે વિલેપન વસ્તુનું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૯) ત્યારપછી પુષ્પવિધિનું પરિમાણ કર્યું – શુદ્ધ પડા, શ્વેત કમળ અને માલતી પુષ્પની માળાઓ સિવાય અન્ય સર્વે પુષ્પોને ધારણ કરવા, સુંઘવા આદિનું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૧૦) ત્યારપછી આભરણ વિધિનું પરિમાણ કર્યું – સુવર્ણ કુંડલો તથા પોતાના નામવાળી વીંટી સિવાયના અન્ય સર્વે આભુષણોનું પ્રત્યાખ્યાન કરું છું.
(૬-૧૧) ત્યારપછી ધૂપ-વિધિનું પરિમાણ કર્યું – અગર તુરષ્ક લોબાન અને ધૂપ આદિ સિવાય અન્ય બધી ધૂપનીય વસ્તુઓનું પ્રત્યાખ્યાન કરું છું.
(૭) ત્યારપછી ભોજનવિધિનું પરિમાણ કરતા
(૭–૧) પેય વસ્તુઓનું પરિમાણ કર્યું – કાષ્ઠપેય સિવાયના સર્વે પેયોપાનકોનું હું પ્રત્યાખ્યાન કરું છું.
(૭–૨) ત્યારપછી ભસ્યવિધિનું પરિમાણ કર્યું કે, એક ઘેવર–વૃતપૂર્ણ અને ખાજા–ખંડખાદ્ય સિવાયના સર્વે ભક્ષ્ય-પકવાનોનું હું પ્રત્યાખ્યાન કરું છું.
(૭–૩) ત્યારપછી ઓદન વિધિનું પરિમાણ કર્યું – કલમ જાતિના ચોખા સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org