________________
શ્રાવક કથા
૭૩
ઘણાં જ રાજા, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, સેનાપતિ, શ્રેષ્ઠી, સાર્થવાહ તે આનંદ ગાથાપતિ પાસે પોતપોતાના કાર્યો, કારણો, કૌટુંબિક પ્રશ્નો, મંત્રણાઓ, ગુપ્ત વાતો, રહસ્યો, નિશ્ચયો અને લૌકિક વ્યવહારોના વિષયમાં પૂછતા હતા. વિચાર વિમર્શ કરતા હતા. પોતાના કુટુંબનો પણ તે પ્રમુખ, આધારભૂત, આલંબરૂપ, પથપ્રદર્શક, મેઢીભૂત સમાન હતો. તથા સર્વકાર્યોને સંપન્ન કરવાને માટે મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત અને નિર્દેશક પણ હતો. ૦ આનંદ ગાથાપતિની પત્ની શિવાનંદા :
તે આનંદ ગાથાપતિની શિવાનંદા નામની પત્ની હતી. તે અહીન એવા અંગઉપાંગવાળી અને સર્વાગ સુંદર હતી. આનંદ ગાથાપતિને ઇષ્ટ પ્રિય હતી. આનંદ ગાથાપતિ પ્રતિ અનુરક્ત હતી. તેનાથી અવિરક્ત હતી અને ઇષ્ટ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, ગંધ સંબંધી પાંચ પ્રકારના માનવીય કામભોગોને ભોગવતી એવી વિચરતી હતી. ૦ કોલ્લાગ સંનિવેશ :
તે વાણિજ્યગ્રામ નગરી બહાર ઇશાન ખૂણામાં કોલ્લાગ નામે સન્નિવેશ હતું. જે ભવનાદિ વૈભવથી સંપન્ન, સ્વપર ચક્રના ભયથી રહિત, – યાવત્ – પ્રાસાદીય – યાવત્ - પ્રતિરૂપ હતું. તે કોલ્લાગ સંનિવેશમાં આનંદ ગાથાપતિના ઘણાં જ મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી, પરિજન રહેતા હતા. તે બધાં જ ધનાઢ્ય હતા – યાવત્ – કોઈથી પણ પરાભવને પ્રાપ્ત ન કરનારા હતા. ૦ ભ.મહાવીરના સમોસરણમાં આનંદ દ્વારા ધર્મશ્રવણ :
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં વાણિજ્યગ્રામ નગર હતું. ત્યાં દૂતિપલાશ ચૈત્ય હતું. ત્યાં સમોસર્યા પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહોને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા. ત્યારે પર્ષદા નીકળી. કોણિક રાજાની માફક જિતશત્રુ રાજા પણ નીકળી – યાવતું – પર્યપાસના કરવા લાગ્યા.
ત્યારપછી આનંદ ગાથાપતિ આ વૃત્તાંતને સાંભળીને કે, પૂર્વાનુપૂર્વી ક્રમથી ગમન કરતા, ગ્રામાનુગ્રામને સ્પર્શ કરતા શ્રમણ ભગવંત મહાવીર અહીં પધાર્યા છે, અહીં સમાગત થયા છે, અહીં આવ્યા છે અને આ જ વાણિજ્યગ્રામ નગરની બહાર દૂતીપલાશ ચૈત્યમાં યથાપ્રતિરૂપ અવગ્રહને સ્વીકાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચારી રહ્યા છે. તેથી હું જઈને તેમના દર્શનનું મહાફળ પ્રાપ્ત કરું – યાવત્ – તે દેવાનુપ્રિય શ્રમણ ભગવંત મહાવીરને વંદના કરું – યાવત્ – પર્યુપાસના કરું.
આ પ્રમાણેનો વિચાર કર્યો – યાવત્ – સ્નાન કર્યું – યાવતું શુદ્ધ ઉચિત વેશ, મંગલરૂપ, ઉત્તમ વસ્ત્રોને પહેરીને અલ્પ પણ મૂલ્યવાનું આભુષણોથી શરીરને અલંકૃત્ કરીને પોતાના ઘેરથી નીકળ્યો. નીકળીને કોરંટ પુષ્પોની માળાથી યુક્ત છત્રને મસ્તકે ધારણ કરી, મનુષ્યોના સમૂહની સાથે પગે ચાલતા વાણિજ્યગ્રામ નગરના મધ્ય ભાગથી નીકળ્યો, નીકળીને દૂતીપલાશ ચૈત્યમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org