________________
શ્રાવક કથા
વિચલિત, ક્ષુભિત કે વિપરિણામિત કરી શકતો નથી.
ત્યારે હું દેવેન્દ્ર દેવરાજ શક્રના આ કથન પર અવિશ્વાસ, અપ્રતીતિ અને અરુચિ પ્રગટ કરતો જલ્દીથી અહીં આવ્યો.
અહો દેવાનુપ્રિય ! આપે જે ઋદ્ધિ, દ્યુતિ, યશ, બળ, વીર્ય અને પુરુષકાર પરાક્રમ લબ્ધ, પ્રાપ્ત અને અભિસમન્વિત કરેલ છે, તે સર્વ લબ્ધ, પ્રાપ્ત, અભિસમન્વિત તથા દેવાનુપ્રિયની ઋદ્ધિ, દ્યુતિ, યશ, બલ, વીર્ય, પુરુષાર્થ પરાક્રમને મેં જોયું છે.
હે દેવાનુપ્રિય ! હું તમારી ક્ષમાયાચના કરું છું, હે દેવાનુપ્રિય ! મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! આપ ક્ષમા કરવાને માટે સમર્થ છો. હવે પછી આવું નહીં કરું. આ પ્રમાણે કહીને પગે પડી ગયો અને હાથ જોડીને આ વાતને માટે વારંવાર ક્ષમાયાચના કરવા લાગ્યો. ક્ષમાયાચના કરીને જે દિશાથી આવ્યો હતો, તે દિશામાં પાછો ચાલ્યો ગયો. ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકે હવે ઉપસર્ગ રહ્યો નથી, એમ સમજીને પ્રતિમાનું પારણું કર્યું.
૦ કામદેવે કરેલ ભગવંતની પર્યાપાસના :–
-
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર – યાવત્ – જ્યાં ચંપાનગરી હતી, જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું, ત્યાં પધાર્યા, પધારીને યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા વિચરવા લાગ્યા.
ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસક આ વાત સાંભળીને કે, શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ક્રમથી ચાલતા, ગ્રામાનુગ્રામમાં ગમન કરતા અહીં આવ્યા છે, અહીં પ્રાપ્ત થયા છે, અહીં પધાર્યા છે, અને આ ચંપાનગરીની બહાર પૂર્ણભદ્ર ચૈત્યમાં યથોચિત અવગ્રહ ગ્રહણ કરીને સંયમ અને તપ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચરી રહ્યા છે.
૯૭
તેથી મારા માટે એ ઉચિત છે કે, શ્રમણ ભગવંત મહાવીરને વંદનનમસ્કાર કરીને ત્યાંથી પાછો આવ્યા પછી પૌષધનું પારણું કરું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને શુદ્ધ, પ્રાવેશ્ય, માંગલિક, ઉત્તમ વસ્ત્રો પહેર્યાં અને જનસમુદાયને સાથે લઈને પોતાના ઘેરથી નીકળીને ચંપાનગરીના મધ્યભાગથી નીકળ્યો. નીકળીને જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું અને તેમાં જ્યાં શ્રમણ ભગવંત મહાવીર બિરાજમાન હતા, ત્યાં આવ્યો, આવીને ત્રણ વખત આદક્ષિણ—પ્રદક્ષિણા કરી, પ્રદક્ષિણા કરીને વંદનનમસ્કાર કર્યા. વંદનનમસ્કાર કરીને ત્રિવિધ પર્યુપાસનાથી પર્યુપાસના કરવા લાગ્યો.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરે શ્રમણોપાસક કામદેવ અને તે વિશાળ પર્ષદાને - યાવત્ - ધર્મોપદેશ આપ્યો.
-
૦ ભગવંતે કરેલ કામદેવના ઉપસર્ગનું વર્ણન :
હે કામદેવ ! આ પ્રમાણે સંબોધિત કરીને શ્રમણ ભગવંત મહાવીરે કામદેવ શ્રમણોપાસકને આ પ્રમાણે કહ્યું, હે કામદેવ મધ્ય રાત્રિના સમયે એક દેવ તારી સન્મુખ પ્રગટ થયો હતો.
ત્યારપછી તે દેવે એક વિશાળકાય, દેવમાયાજન્ય પિશાચના રૂપની વિકુર્વણા કરી
૫/૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org