________________
શ્રાવક કથા
૯૧
આભૂષણો, પુષ્પ માળાઓ, વર્ણકો, વિલેપનોનો ત્યાગ કરીને અને મૂસલાદિ શસ્ત્રોનો ત્યાગ કરીને એકાકી અદ્વિતીય થઈને દર્ભસંરતારક પર બેસીને શ્રમણ ભગવંત મહાવીરની પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિનો સ્વીકાર કરીને ઉપાસના રત થઈ ગયો. ૦ કામદેવે સહન કરેલ પિશાચ ઉપસર્ગ -
ત્યારપછી તે કામદેવ શ્રમણોપાસકની સમીપે મધ્યરાત્રિના સમયે એક માયાવી અને મિથ્યાષ્ટિ દેવ પ્રગટ થયો.
તે દેવે એક વિશાળકાય પિશાચરૂપ બનાવેલ હતું, તે દેવના પિશાચરૂપનું આ આવા પ્રકારનું વિસ્તૃત વર્ણન કરાયેલું છે.
તે પિશાચનું મસ્તક ગાયને ચારો નાખવાના ઉપયોગમાં આવનારી વાંસની ટોકરી જેવું હતું, તેના વાળ ધાન્ય મંજરીના તંતુઓ સમાન રુક્ષ અને મોટા હતા. તે વાળ ભૂરા રંગના અને ચમકતા હતા.
તેનું લલાટ મોટા મટકાના ઉપરી ભાગ સમાન હતું. ભ્રમર ગરોળીની પૂંછની માફક વિખરાયેલી હતી. જે જોવામાં ઘણી જ વિકૃત અને બીભત્સ – ઘણોત્પાદક અથવા ભયોત્પાદક હતી. આંખો મટકીની સમાન મસ્તકમાંથી બહાર નીકળેલી હતી અને જોવામાં વિકૃત તથા બિભત્સ લાગતી હતી.
તેના કાન ટુટેલા સૂપડા જેવા મોટા, ભદ્દા અને કુરૂપ દેખાતા હતા. નાક દેડકા જેવું ચપટું હતું. નાકના બંને છેદ ખાડાની સમાન અને જોડાયેલા બે ચુલ્લા જેવા હતા. ઘોડાની પૂંછ જેવી તેની મૂંછો હતી. જેનો રંગ ભૂરો હતો તેમજ તે ઘણી વિકૃત તથા બીભત્સ લાગતી હતી.
તેના હોઠ ઊંટના હોઠ સમાન લાંબા હતા, દાંત હળની ફાલ સમાન તીણ અને તીખા હતા. જીભ છાજલીના ટુકડાની સમાન વિકૃત અને જોનારાને ભય ઉત્પન્ન કરનારી હતી. તેના હોઠની નીચેનો ભાગ હળના અગ્રભાગની સમાન બહાર ઉભરી આવેલો હતો.
તેના ગાલ કડાઈની સમાન અંદર ધસી ગયેલા હતા. તે ફાટેલા હતા. વળી ભૂરા રંગના તથા વિકરાળ હતા. તેના ખંભા મૃદંગ સમાન હતા. તેનું વક્ષસ્થળ નગરના ફાટક સમાન પહોળું હતું. તેની બંને ભૂજા કોષ્ઠિકા સમાન હતી. તેની બંને હથેળી ચક્કીના પાટ સમાન મોટી હતી.
તેના હાથોની આંગળી મસાલા આદિ પીસવાની લોઢી સમાન હતી. તેના નખ સુપડા સમાન હતા.
તેની બને છાતી વાણંદના અસ્ત્રા રાખવાની થેલી જેવી લટકતી હતી. પેટ લોઢાના બનેલા ઢોલ સમાન ગોળ હતું. નાભિ રંગારા દ્વારા કપડામાં માંડ લગાવવાના વાસણ સમાન ઊંડી હતી. તેના બંને નેત્ર સિક્કાની સમાન લટકી રહ્યા હતા.
તેના બંને અંડકોષ ફેલાયેલા બે થેલા જેવા હતા. તેની બંને જાંઘ સમાન આકારવાળી બે કોડીઓ સમાન હતી. તેના ઘૂંટણ અર્જુન ઘાસના ગુચ્છા સમાન વાંકાચૂકા, વિકૃત અને બીભત્સ હતા. તેની પીંડી કઠોર અને વાળથી ભરેલી હતી. બંને પગ દાળ વાટવાની શિલા જેવા હતા અને આંગળીઓ લોઢની આકૃતિ જેવા આકાર સદશ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org