________________
શ્રાવક કથા
૧૯૩
- યાવત્ – વિકસિત હૃદય થઈને તે આજ્ઞાને વિનયપૂર્વક સ્વીકારી. પછી સૂર્યાભ વિમાનમાં
જ્યાં સુધર્મા સભા હતી – યાવત્ – જ્યાં સુસ્વરા ઘંટા હતી, ત્યાં આવ્યો. આવીને તેણે તે મેઘગર્જના સશ ગંભીર મધુર શબ્દ ધ્વનિ અને એક યોજન પરિમંડલયુક્ત સુસ્વરા ઘંટા ત્રણ વખત વગાડી.
ત્યારપછી તે મેઘગર્જના સમાન ગંભીર મધુર ધ્વનિયુક્ત અને એક યોજન પરિમંડલવાળી સુસ્વરા ઘંટા ત્રણ વખત વગાડાઈ ત્યારે સૂર્યાભવિમાનના પ્રાસાદ વિમાનોના ખૂણે ખૂણે તે ઘંટધ્વનિ હજારો પ્રતિધ્વનીથી પરિવ્યાપ્ત થઈ ગયો.
ત્યારપછી આ ઘોષ સાંભળીને એકાંત રતિક્રીડામાં લીન, મદોન્મત્ત અને વિષયસુખથી મૂર્ણિત તે સૂર્યાભવિમાનવાસી અનેક દેવો અને દેવીઓ તત્કાળ પ્રતિબુદ્ધ થઈને કુતૂહલપૂર્વક કાન દઈને, મનને કેન્દ્રિત કરી, દત્તચિત્ત થઈને તે પદાતિ અનિકાધિપતિ દેવનો તે ઘંટાસ્વર શાંત થયો ત્યારે ઉચ્ચ સ્વરે થતી ઉદૂઘોષણા સાંભળી
દેવાનુપ્રિયો ! ઓ સૂર્યાભ વિમાનવાસી દેવો અને દેવીઓ ! આપને સૂર્યાભવિમાનના અધિપતિ સૂર્યાભદેવના હિતપ્રદ અને સુખકર આજ્ઞાવચનો સાંભળો. સૂર્યાભદેવ જંબુદ્વીપના ભરતક્ષેત્રની આમલકલ્પા નગરીના અંબાલવન ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જઈ રહેલ છે, તેથી આપ પણ સર્વ ઋદ્ધિ સહિત જલ્દીથી સૂર્યાભદેવ સમક્ષ ઉપસ્થિત થાઓ.
ત્યારે તે સૂર્યાભવિમાનવાસી અનેક દેવ-દેવીઓ પદાતિ અનિકાધિપતિ દેવના આ કથનને સાંભળીને અને અવધારીને હર્ષિત, સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થયા. તેમાંના કેટલાંક દેવ-દેવી વંદનની ભાવનાથી, કેટલાંક મન માટે, કેટલાક સત્કાર અને સન્માનના વિચારથી, કેટલાંક કુતૂહલ વૃત્તિથી, કેટલાંક અશ્રુતપૂર્વ શ્રવણેચ્છાથી, કેટલાંક પૂર્વશ્રુતના અર્થનો નિર્ણય કરવાના હેતુથી, પ્રશ્ર, કારણ, વિવેચન જાણવાના વિચારથી, કોઈ સૂર્યાભદેવની આજ્ઞાને અનુસરવા માટે, કેટલાંક પરસ્પર અનુકરણથી, કેટલાંક જિનભક્તિના અનુરાગથી, કેટલાંક ધર્મકર્તવ્ય સમજીને, તો કોઈ પરંપરાગત આચાર માનીને સર્વદ્ધિ સહિત – યાવત્ – શીઘ્રતાથી સૂર્યાભદેવ સમક્ષ ઉપસ્થિત થયા. ૦ સૂર્યાભદેવની આજ્ઞાનુસાર દિવ્ય વિમાન નિર્માણ :
ત્યારપછી તે સૂર્યાભદેવે યથાસમય અવિલંબ ઉપસ્થિત થયેલ દેવ અને દેવીઓને જોયા. જોઈને હર્ષિત–સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદય થઈને આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિયો ! તમે જલ્દીથી એક લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળું એક વિશાળ યાન–વિમાન તૈયાર કરો, જે સેંકડો સ્તંભોથી સત્રિવિષ્ટ હોય, તેમાં જ્યાં ત્યાં હાવભાવ; વિલાસલીલા કરતી કઠપુતળીઓ બનેલી હોય અને ઇહા, મૃગ, વૃષભ, અશ્વ, મનુષ્ય, મગર, પલી, સર્પ, કિન્નર, સરભ, ચમરી, ગાય, હાથી, વનલતા, પદ્મલતા આદિના ચિત્રો બનેલા હોય, વજ, વૈડૂર્ય મણિ આદિથી બનેલ સ્તંભોની સુંદર વેદિકા હોય, યંત્ર ચલિતા જેવા વિદ્યાધર યુગલ તેમાં બનેલા હોય (તદુપરાંત–) પોતાના હજારો કિરણોથી સૂર્ય
International
For Private & Personal Use Only
www.jainelibrary.org