________________
૧૯૨
આગમ કથાનુયોગ-૫
સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ જલબહુલ વાદળોની રચના કરીને ચારે તરફ ફેલાવ્યું. વીજળી ચમકાવી અને શ્રમણ ભગવંત મહાવીરની ચારે તરફ એક યોજન વિસ્તારવાળી ભૂમિમાં મેઘની વૃષ્ટિ કરી. જેનાથી કીચડ ન થાય પણ ધૂળ શાંત થઈ જાય. પછી દિવ્યગંધોદકની વર્ષા કરી, ભૂમંડલને નિહિત રજ, નષ્ટ, રજ, ભૃષ્ટ રજ, ઉપશાંત રજ, પ્રશાંતરજ કર્યું. પછી જલદીથી મેઘવૃષ્ટિને સમેટી લીધી.
મેઘવર્ષાને સમેટીને ત્રીજી વખત પુનઃ વૈક્રિય સમુદઘાત કર્યો. પુષ્પ બાદલ અને પુષ્પ પટલની વિદુર્વણા કરી. જે રીતે કોઈ તરુણ – કાવત્ – કુશળ માળી ફૂલોની ભરેલી છાબડી કે પુષ્પ પટલને, પુષ્પ ચંગેરીને હાથમાં લઈને રાજ્ય પ્રાંગણને – ચાવત્ – ચારે દિશાઓમાં કામિનીના કેશપાશની માફક કરતલથી મુક્ત પંચરંગી પુષ્પોથી પરિવ્યાપ્ત કરી દે, તે જ પ્રમાણે તે સૂર્યાભદેવના આભિયોગિક દેવોએ પુષ્પમેઘની વિદુર્વણા કરી, પુષ્પવૃષ્ટિ કરી – યાવત્ – એક યોજન પ્રમાણ ભૂમંડલને દીપ્તિમાન જલજ સ્થલજ – નમિત ડીંટાવાળા પંચરંગી પુષ્પો વડે જમીનથી ઉપર એક હાથ પ્રમાણ ખચોખચ ભરી
દીધા.
ત્યારપછી કાલો અગરુ, ઉત્તમ કુંદરુષ્ક, તુરષ્કની સુગંધિત ધૂપ જલાવીને મહેકતું કર્યું. જેથી મનમોહક, ઉત્તમ સુગંધથી ગંધાયમાન થઈ ગયું. તે ભૂમિમંડલ ગંધવર્તિકા સમાન પ્રતીત થઈ ગયું. દેવોના આગમનને યોગ્ય થયું. આ પ્રમાણે કરીને – કરાવીને તેમણે તુરંત તે મેઘને ઉપશમિત કર્યું.
ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર જ્યાં બિરાજમાન હતા, ત્યાં આવ્યા. આવીને શ્રમણ ભગવંત મહાવીરને ત્રણ વખત આદક્ષિણ–પ્રદક્ષિણા કરી, વંદન–નમસ્કાર કર્યા. કરીને શ્રમણ ભગવંત મહાવીરની પાસેથી, અંબાલવન ચૈત્યથી નીકળ્યા. નીકળીને – થાવત્ – તેજગતિથી ચાલતા જ્યાં સૌધર્મકલ્પ હતો, સૂર્યાભ વિમાન હતું, સુધર્માસભા હતી, સૂર્યાભદેવ હતો, ત્યાં આવ્યા. આવીને સૂર્યાભદેવને બંને હાથ જોડી, મસ્તકે આવર્ત કરી, મસ્તકે અંજલિ કરી, જય-વિજય શબ્દો વડે વધાવી આજ્ઞા પાછી સોંપી. ૦ સૂર્યાભદેવની આજ્ઞાથી દેવ-દેવીઓનું આગમન :
ત્યારપછી તે સૂર્યાભદેવ તે આભિયોગિક દેવો પાસેથી આ વૃત્તાંત સાંભળીને. અવધારીને હર્ષિત–સંતુષ્ટ – યાવત્ – વિકસિત હૃદયવાળો થઈને પદાતિ–અનિકાધિપતિ દેવને બોલાવીને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય ! જલ્દીથી સૂર્યાભવિમાનની સુધર્માસભામાં રહેલ, મેઘગર્જના જેવી ગંભીર–મધુર અને એક યોજન વિસ્તારવાળી સુસ્વર ઘંટાને ત્રણ વખત વગાડીને ઉચ્ચ સ્વરે ઉદૂઘોષણા કરતા આ પ્રમાણે કહો – હે દેવો ! સૂર્યાભદેવ આજ્ઞા કરે છે કે, હું દેવો! સૂર્યાભદેવ જંબૂઢીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીના અંબશાલવન ચૈત્યમાં બિરાજમાન શ્રમણ ભગવંત મહાવીરને વંદનાર્થે જઈ રહેલ છે. તેથી હે દેવાનુપ્રિયો ! તમે પણ સર્વદ્ધિ – યાવતું – વાદ્ય ધ્વનિપૂર્વક પોતપોતાના પરિવાર સાથે પોતપોતાના વિમાનમાં બેસીને જલ્દીથી સૂર્યાભદેવ સન્મુક ઉપસ્થિત થાઓ.
ત્યારે તે પદાતિ અનિકાધિપતિ દેવ સૂર્યાભદેવની આજ્ઞા સાંબળીને હર્ષિત, સંતુષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org